________________
અફઘાનિસ્તાન અને એશિયાના અન્ય દેશે ૧૨૧૯ વધી ગયું. પરંતુ ખુદ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ સતેષકારક નહતી. જીવનના જૂના વ્યવહારને ધરમૂળથી બદલી નાખનારા ભારે ફેરફારની અધવચ પિતાના દેશને છેડી જવામાં અમાનુલ્લાએ ભારે જોખમ ખેડયું હતું. કમાલ પાશાએ એવું જોખમ કદી પણ ખેડયું નહોતું. દેશમાંથી અમાનુલ્લાની લાંબી ગેરહાજરી દરમ્યાન તેની સામે ખડા થયેલા પ્રત્યાઘાતી લેકે તથા બળો ધીમે ધીમે આગળ આવ્યાં. ત્યાં આગળ અનેક પ્રકારના કાવાદાવા થયા તથા પ્રપંચે રચાયા અને તેને બદનામ કરવા માટે તરેહતરેહની અફવાઓ ફેલાવવામાં આવી. આ અમાનુલ્લા વિરોધી પ્રચારકાર્ય માટે નાણાંને ધેધ વહેવા લાગે. એ નાણાં ક્યાંથી આવતાં હતાં તેની કોઈને પણ ખબર નહતી. સંખ્યાબંધ મુલ્લાઓને એ કાર્ય માટે પૈસા આપવામાં આવ્યા હોય એમ જણાવ્યું છે અને તેઓ અમાનુલ્લાને કાફર તરીકે એટલે કે દીનના શત્ર તરીકે વખોડતા આખા દેશમાં ફરી વળ્યા. બેગમ સુરૈયા કે અનુચિત પિશાક પહેરતી હતી એ બતાવવાને તેના યુરોપિયન ઢબના રાત્રે પહેરવાના પિશાકના અથવા તે કંઈક બેપરવાઈથી પહેરેલા પિશાકના ચિત્રવિચિત્ર ફેટાઓ હજારોની સંખ્યામાં ગામડાઓમાં વહેંચવામાં આવ્યા. આ વ્યાપક અને ખરચાળ પ્રચારકાર્ય માટે કોણ જવાબદાર હતું? એને માટે અફઘાને પાસે નહોતાં નાણાં કે નહોતી આવડત. હા, એટલું ખરું કે એવા પ્રચારના જાણેઅજાણ્ય પણ શિકાર બની જાય એવા તે લેકે હતા. મધ્ય પૂર્વમાં તેમ જ યુરોપમાં એવી માન્યતા વ્યાપક રીતે પ્રવર્તતી હતી કે આ બધા પ્રચારની પાછળ બ્રિટિશ જાસૂસી ખાતાને હાથ હતો. આવી વસ્તુ ભાગ્યે જ પુરવાર થઈ શકે. અને એ પ્રચારકાર્ય સાથે અંગ્રેજોને સંબંધ હતે એ બતાવનાર કોઈ પણ એક્કસ પુરા મળતું નહોતું. એમ છત, અફઘાન બળવારે બ્રિટિશ બનાવટની રાઇફલેથી સજ્જ હતા એમ કહેવામાં આવતું હતું. પરંતુ અમાનુલ્લાને અફઘાનિસ્તાનમાં નબળે પાડે એમાં ઇંગ્લંડન સ્વાર્થ રહેલું હતું, એ તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. - જ્યારે અફઘાનિસ્તાનમાં અમાનુલ્લાની જડ ઉખેડાઈ રહી હતી, તે સમયે તે યુરેપનાં પાટનગરમાં દબદબાભર્યા સ્વાગત માણી રહ્યો હતો. પિતાના સુધારાઓ માટે નવો ઉત્સાહ તથા નવા નવા વિચારો લઈને તે યુરોપના પ્રવાસેથી અફઘાનિસ્તાન પાછો ફર્યો. અંગેરામાં તે કમાલ પાશાને પણ મળ્યો હતો અને એ મુલાકાતથી તેના ઉપર પહેલાં કરતાં પણ તેની ભારે છાપ પડી. પ્રવાસેથી પાછા ફરીને તરત જ તે એ સુધારાઓ આગળ ધપાવવાના કાર્યમાં વળગે. તેણે ઉમરાના ઇલકાબે રદ કર્યા અને ધાર્મિક વડાઓની સત્તા ઘટાડી નાખી. દેશના વહીવટ માટે જવાબદાર એવું પ્રધાન મંડળ પણ તેણે રચ્યું અને એ રીતે પિતાની આપખુદ સત્તા પણ ઘટાડી. સ્ત્રીઓની મુક્તિની પ્રવૃત્તિ પણ ધીમે ધીમે આગળ ધપાવવામાં આવી.