________________
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
એવામાં ધવાતા અગ્નિમાં એકાએક ભડકા થઈ આવ્યા અને ૧૯૨૮ની સાલની આખરમાં અધાનિસ્તાનમાં બળવા ફાટી નીકળ્યેા. બચા-ઈસાકુ નામના એક સામાન્ય ભિસ્તીની સરદારી નીચે એ ખળવા દેશભરમાં ફેલાઈ ગયા અને ૧૯૨૯ની સાલમાં તે સફળ નીવડ્યો. અમાનુલ્લા અને તેની બેગમ નાસી છૂટયાં અને ભિસ્તી અમીર બન્યા. બચાઈ-સાપુએ પાંચ માસ સુધી કામૂલમાં રાજ્ય કર્યું. પરંતુ પછીથી નાદીરખાન નામના અમાનુલ્લાના એક સેનાપતિ તથા પ્રધાને તેને ગાદી ઉપરથી ખસેડી મૂકયો. પરંતુ નાદીરખાન પોતાની જુદી જ ભાજી રમતા હતા અને તેમાં ફાવ્યા એટલે નાદીરશાહના નામથી તે પોતે જ રાજા અથવા અમીર બની ખેઠો. દેશમાં વારંવાર મુસીબત ઊભી થઈ અને રમખાણા થવા પામ્યાં પરંતુ ઇંગ્લંડ તરફ તેનું મિત્રાચારીભયું વલણ હતું અને તેના તરફથી તેને મદદ મળી એટલે નાદીરશાહ રાજા તરીકે ચાલુ રહ્યો. બ્રિટિશ સરકારે તેને વગર વ્યાજે નાણાંની મેાટી રકમ ધીરી તથા તેણે તેને શસ્ત્રસર ંજામ તથા દારૂગોળા પણ પૂરાં પાડ્યાં. એ બળવાન પ્રતિસ્પી એની વચ્ચે આવેલું એ મધ્યવતી રાજ્ય હોવાને કારણે અધાનિસ્તાનમાં અસ્થિર પરિસ્થિતિ વર્તે છે.
૧૨૧૦
અફઘાનિસ્તાન તેમ જ પશ્ચિમ અને દક્ષિણ એશિયાનું બ્યાન મેં પૂરું કર્યું. હવે હું એશિયાના દક્ષિણ-પૂર્વ ખૂણામાં તાજેતરમાં બનેલા બનાવા વિષે તને ટૂંકમાં કહીશ અને આ પત્ર પૂરા કરીશ.
બ્રહ્મદેશની પૂર્વમાં સિયામ આવેલું છે. દુનિયાના આ ભાગમાં માત્ર એ જ એક દેશ પેાતાની સ્વતંત્રતા જાળવી રાખવામાં સફળ થયા છે. એ દેશ ઇંગ્લંડની હકૂમત નીચેના બ્રહ્મદેશ તથા ફ્રેંચાના અમલ નીચેના હિંદી ચીનની વચ્ચે જકડાયેલા છે. એ દેશ પ્રાચીન હિંદી અવશેષોથી ભરપૂર અને તેની પરંપરા, સંસ્કૃતિ તથા આચારવિચારો ઉપર હજીયે હિંદની પ્રાચીન છાપ દૃષ્ટિગોચર થાય છે. છેક હમણાં સુધી ત્યાં આગળ આપખુદ રાજાશાહીને અમલ પ્રવર્તતા હતા તથા ત્યાંની સામાજિક પરિસ્થિતિ પણ ચૂડલ હતી. જો કે ઉદય પામતા નાના સરખા મધ્યમ વર્ગ પણ ત્યાં મેાજૂદ હતા. મને લાગે છે કે, ઘણુંખરું ત્યાંના રાજા પણ ‘ રામ ના ખિતાબધારી હતા અને સિયામમાં હિંદુનું સ્મરણ કરાવનાર એ એક ખીજો શબ્દ છે. આ રીતે ત્યાંના રાજાએનાં નામ રામ ૧લા, રામ રજો ઇત્યાદિ હતાં. મહાયુદ્ધ દરમ્યાન જ્યારે તેમના વિજય નિશ્ચિત જણાવા લાગ્યા ત્યારે સિયામ મિત્રરાજ્યે ને પક્ષે જોડાયું અને પછીથી તે પ્રજાસંધનું સભ્ય બન્યું.
*૧૯૩૩ના નવેમ્બર માસમાં નાદીરશાહનું ખૂન થયું અને તેને યુવાન પુત્ર અહીરશાહ તેના પછી ગાદીએ આવ્યા.