________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અથવા બહુસંગી વિકસેલા અવયવોવાળાં પ્રાણીઓ કેવી રીતે પેદા થયાં એ તેણે અનેક દષ્ટાંત આપીને બતાવ્યું છે. આ પ્રકારની વૈજ્ઞાનિક કારણપરંપરા પૃથ્વીની તેમ જ મનુષ્ય અને પ્રાણીઓની ઉત્પત્તિ વિષેની કેટલીક ધાર્મિક માન્યતાઓથી બિલકુલ ઊલટી હતી. એથી કરીને વિજ્ઞાનશાસ્ત્રીઓ અને આવી માન્યતામાં શ્રદ્ધા રાખનારાઓ વચ્ચે ત્યાં આગળ ભારે ઊહાપોહ મચે. ખરે ઝઘડે જેટલા પ્રમાણમાં જીવન પ્રત્યેના સામાન્ય વલણ પરત્વે હતું તેટલે હકીકત પરત્વે નહે. જીવન પ્રત્યેનું સંકુચિત ધાર્મિક વલણ મોટે ભાગે વહેમ, ભય અને જાદુથી વ્યાપ્ત હતું. એમાં બુદ્ધિને ઉત્તેજન આપવામાં આવતું નહોતું અને લકને તેની સામે શંકા ઉઠાવ્યા વિના તેમને જે કહેવામાં આવે તે માની લેવાનું જણાવવામાં આવતું હતું. ઘણા વિષયે તે પવિત્રતા અને દિવ્યતાના ગહન આચ્છાદન નીચે ઢાંકી રાખવામાં આવ્યા હતા અને તેમને ઉઘાડા પાડવાના કે સ્પર્શવાના નહતા. વિજ્ઞાનની ભાવના અને પદ્ધતિ એનાથી સાવ ભિન્ન હતાં. કેમકે વિજ્ઞાન દરેક વસ્તુનું રહસ્ય જાણવાને જિજ્ઞાસુ હતું. તે કોઈ પણ વસ્તુ એમ ને એમ માની લે એમ નહોતું તેમ જ વિષયની માની લીધેલી પવિત્રતા કે દિવ્યતા તેને ભડકાવીને ભગાડી શકે એમ નહોતું. તે દરેક વસ્તુનું બારીક નિરીક્ષણ કરતું, વહેમોને દૂર કરવા પ્રયાસ કરતું તથા જેને પ્રયોગ કે બુદ્ધિ દ્વારા નિર્ણય થઈ શકે તે જ વસ્તુમાં માનતું.
જડ બની ગયેલા ધાર્મિક દૃષ્ટિબિંદુ સાથેના આ ઝઘડામાં વૈજ્ઞાનિક ભાવનાને વિજય થયું. આ વસ્તુઓ વિષે વિચાર કરનાર ઘણાખરા લેકે છેક અઢારમી સદીથી માંડીને બુદ્ધિવાદી બન્યા હતા. ફ્રાંસની ક્રાંતિ પહેલાં ત્યાં આગળ ફરી વળેલા તાત્વિક વિચારના મોજા વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ હશે. પરંતુ હવે એ ફેરફાર સમાજમાં વધારે ઊંડે ઊતર્યો. વિજ્ઞાનની પ્રગતિ કેળવાયેલા સામાન્ય માણસને પણ સ્પર્શ કર્યો. એ વિષયમાં તે બહુ ઊંડે વિચાર કરી શકવાની સ્થિતિમાં ન હોય એ બનવાજોગ છે. વળી વિજ્ઞાન વિષે પણ તે ઝાઝું જાણતું નહોતું. પરંતુ તેની નજર આગળ છતા થયેલા શોધખોળના ભવ્ય દશ્યથી તે ડઘાઈ ગયે. રેલવે, વીજળી, તાર, ટેલિફોન, ફેનોગ્રાફ અને એવી બીજી અનેક વસ્તુઓ એક પછી એક તેની સામે આવતી ગઈ. આ બધી વસ્તુઓ વૈજ્ઞાનિક પદ્ધતિની પેદાશ હતી. તેમને વિજ્ઞાનના વિજય તરીકે વધાવી લેવામાં આવી. વિજ્ઞાને કેવળ માણસનું જ્ઞાન જ નહિ પણ નિસર્ગ ઉપરને તેને કાબૂ પણ વધાર્યો. વિજ્ઞાનને વિજય થયે તથા લેકે આ નવા અને સર્વશક્તિમાન દેવ આગળ માથું નમાવી તેની પૂજા કરવા લાગ્યા એમાં કશું આશ્ચર્ય નથી. અને ૧૯મી સદીના વૈજ્ઞાનિકે વધારે પડતા આત્મસંતુષ્ટ અને શંકારહિત તથા પિતાના અભિપ્રાયની બાબતમાં અતિશય નિશ્ચયાત્મક બની ગયા હતા. અધી સદી