________________
૧૯મી સદી ચાલુ પહેલાંના એ સમય કરતાં વિજ્ઞાને હવે બહુ ભારે પ્રગતિ કરી છે, પરંતુ ૧૯મી સદીના વધારે પડતા આત્મસંતોષી અને શંકારહિતતાના વલણ કરતાં આજે તેનું વલણ સાવ જુદું છે. આજના સાચા વૈજ્ઞાનિકને તો એમ લાગે છે કે જ્ઞાનને સાગર તે વિસ્તીર્ણ અને નિરવધિ છે. અને તે તેના ઉપર પિતાનું વહાણ હંકારવાને મથે છે ખરે પરંતુ તેના પુરેગામીઓ કરતાં આજે તે વધારે નમ્ર બન્યો છે.
પશ્ચિમના દેશોમાં પ્રજાકીય કેળવણુની થયેલી ભારે પ્રગતિ એ ૧૮મી સદીની બીજી નોંધપાત્ર બિના હતી. શાસકવર્ગના ઘણું લોકેએ એનો તીવ્ર વિરોધ કર્યો. તેમનું કહેવું એવું હતું કે, એથી કરીને સામાન્ય લેક અસંતુષ્ટ, ઉદ્ધત અને રાજદ્રોહી થઈ જશે તથા તેઓ ખ્રિસ્તી મટી જશે ! એમના અભિપ્રાય પ્રમાણે તે ખ્રિસ્તી ધર્મ એટલે અજ્ઞાન અને તવંગર તથા સત્તાધારી લેકેની તાબેદારી. પરંતુ આ વિરોધ છતાયે પ્રાથમિક શાળાઓ શરૂ થઈ અને જનતામાં કેળવણીનો ફેલાવો થયો. ૧૯મી સદીની બીજી બધી વિશિષ્ટતાઓની પેઠે એ પણ નવા ઉદ્યોગવાદનું ફળ હતું. કેમકે, મેટા ઉદ્યોગ અને પ્રચંડ યંત્રોમાં ઔદ્યોગિક નિપુણતાની જરૂર હતી અને કેળવણી દ્વારા જ એ સાધી શકાય એમ હતું. એ સમયના સમાજમાં બધા પ્રકારના પ્રવીણ મજૂરોની ભારે જરૂર હતી. પ્રજાવ્યાપી કેળવણી દ્વારા જ એ જરૂરિયાત પૂરી પડી શકી.
આ વ્યાપક પ્રાથમિક કેળવણુએ ભણેલાગણેલા લોકોને એક મોટે વર્ગ પેદા કર્યો. એ લેકને કેળવાયેલા તે ભાગ્યે જ કહી શકાય, પરંતુ તેઓ લખીવાંચી જાણતા હતા અને વર્તમાનપત્રો વાંચવાની ટેવને ફેલાવો થવા પામે. સધાં છાપાંઓ નીકળ્યાં અને તેમનો બહોળો પ્રચાર થયો. લેકનાં માનસ ઉપર તેઓ ભારે અસર કરવા લાગ્યાં. પરંતુ ઘણી વાર તે તેઓ લેકેને આડે રસ્તે દેરતાં અને પડોશના દેશ સામે લેકની લાગણી ઉશ્કેરતાં અને એ રીતે વિગ્રહ પેદા કરતાં. એ ગમે તેમ છે, પણ છાપાંઓ ચોકકસપણે અસરકારક સત્તા ધરાવનાર થઈ પડ્યાં.
આ પત્રમાં મેં જે કંઈ લખ્યું છે તેમાંનું ઘણુંખરું પ્રધાનપણે યુરેપને અને ખાસ કરીને પશ્ચિમ યુરોપને લાગુ પડે છે. ઉત્તર અમેરિકાને પણ એ કંઈક અંશે લાગુ પડે છે. બાકીની દુનિયા, જાપાન સિવાયનું એશિયા અને આફ્રિકા, યુરોપની નીતિને ભોગ બનીને નિષ્ક્રિયપણે યાતના સહન કરી રહ્યાં હતાં. આગળ ઉપર હું કહી ગયો છું તેમ ૧૯મી સદી એ યુરોપની સદી હતી. સર્વત્ર યુરોપની જ બોલબાલા હતી; યુરોપ જગતના રંગમંચનું કેન્દ્ર રોકીને બેઠું હતું. ભૂતકાળમાં એશિયાએ અનેક વાર યુરોપ ઉપર લાંબા કાળ સુધી પ્રભુત્વ જોગવ્યું હતું. ભૂતકાળમાં એવા યુગો આવી ગયા છે જ્યારે સભ્યતા અને પ્રગતિનું કેન્દ્ર મિસર, ઈરાક, હિંદુસ્તાન, ચીન, ગ્રીસ, રેમ કે અરબસ્તાનમાં