________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રગતિ થઈ અને એને પરિણામે યુનાઈટેડ સ્ટેટ્સમાં ગુલામેની માગ વધી ગઈ. કેમ કે લેંકેશાયરની મિલે જે રૂ વાપરતી હતી તે બધું યુનાઈટેડ સ્ટેટ્સનાં દક્ષિણનાં રાજ્યનાં કપાસનાં મોટાં મેટાં ખેતરમાંથી આવતું હતું. આથી કપાસની ખેતીમાં ત્યાં આગળ ઝડપથી વધારે થયે અને આફ્રિકાથી વધારે સંખ્યામાં ગુલામે આવવા લાગ્યા. એટલું જ નહિ પણ પશુઓની પેઠે હબસીઓની પેદાશ પણ કરવામાં આવી ! ૧૭૯૦ની સાલમાં યુનાઈટેડ સ્ટેટસમાં ૬૯૭,૦૦૦ ગુલામ હતા. ૧૮૬૧ની સાલમાં એ સંખ્યા વધીને ૪,૦૦૦,૦૦૦ થઈ
૧૯મી સદીના આરંભમાં બ્રિટિશ પાર્લામેન્ટ ગુલામી વિરુદ્ધ કડક કાયદાઓ કર્યા. યુરેપ તથા અમેરિકાના દેશોએ પણ એ બાબતમાં તેનું અનુકરણ કર્યું. પરંતુ ગુલામી વેપારને ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યું તે પણ હબસીઓને આફ્રિકામાંથી અમેરિકા ઉપાડી જવાનું ચાલુ જ રહ્યું. હા, એથી કરીને તેમાં એક ફેર પડ્યો ખરે. તેમના પ્રવાસની સ્થિતિ વળી વધારે ખરાબ થઈ. હવે તેમને છડેચેક લઈ જઈ શકાય એમ હતું નહિ. એટલે તેમને સંતાડીને લઈ જવા પડતા એટલે છૂટાં પાટિયાંની અભરાઈ ઉપર તેમને એક ઉપર એક એમ ખડકવામાં આવતા. એક અમેરિકન લેખક એ બાબતમાં જણાવે છે કે, કેટલીક વાર ““ટોબેગન” (બરફમાં ચલાવવા માટેની ઠેલગાડી)માં બેસનારાઓની પેઠે તેમને એકના ખોળામાં પગ ઉપર પગ રાખીને બીજો બેઠે હેાય એમ સીંચવામાં આવતા !” એની ભીષણતાની પૂરેપૂરી કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સ્થિતિ એટલી બધી ગંદકીભરી હતી કે ચાર પાંચ સફર પછી આ ગુલામને લઈ જનારાં જહાજોને છોડી દેવાં પડતાં. પરંતુ એ ધંધામાં અઢળક ન થતા હતા અને ૧૮મી સદીના અંત અને ૧૯મી સદીના આરંભમાં જ્યારે એ વેપાર ધમધોકાર ચાલતો હતો ત્યારે દર વરસે આફ્રિકાના
સેવ કોસ્ટ” ઉપરથી એક લાખ જેટલા ગુલામો ઉપાડી જવામાં આવતા હતા. અને એ પણ સાથે સાથે યાદ રાખજે કે એટલા ગુલામને લઈ જવા માટે તેમને પકડવા માટેની ધાડમાં એના કરતાં અનેકગણું ગુલામે મરાતા. - ૧૯મી સદીના આરંભમાં કે એ અરસામાં મુખ્ય મુખ્ય બધા દેશેએ ગુલામી વેપારને ગેરકાયદે ઠરાવ્યું. યુનાઈટેડ સ્ટેટ્સે સુધ્ધાં એમ કર્યું હતું. અમેરિકામાં ગુલામી વેપારને ગેરકાયદે ઠરાવવામાં આવ્યું એ ખરું પરંતુ ગુલામીની પ્રથા તે ત્યાં આગળ કાયદેસર ચાલુ રહી. એટલે કે જેઓ ગુલામ હતા તે તે ગુલામો જ રહ્યા. અને ગુલામીની પ્રથા કાયદેસર હતી એટલે તેની મનાઈ હોવા છતાંયે ગુલામી વેપાર ત્યાં ચાલુ જ રહ્યો. જ્યારે ઈંગ્લડે ગુલામીની પ્રથા પણ બંધ કરી ત્યારે ન્યૂ યોર્ક ગુલામી વેપારનું મુખ્ય બંદર બન્યું. | ન્યૂ પૅર્સ ઘણાં વરસ સુધી – ૧૯મી સદીના વચગાળા સુધી –એ વેપારનું બંદર રહ્યું એ ખરું પણ ઉત્તરના લેકે ગુલામીની વિરુદ્ધ હતા. પરંતુ