________________
અમેરિકામાં આંતરવિગ્રહ
૯૧૫ તેનું ઝાઝું મહત્વ પણ નહોતું. પરંતુ દક્ષિણમાં તે ગુલામેની મજૂરી ઉપર જ બધે આધાર હતે. અલબત્ત, આફ્રિકાના હબસીઓ જ ગુલામ હતા. કોઈ પણ ગોરી પ્રજા ગુલામ નહોતી. સ્વતંત્રતાની જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે “બધાં માણસો સમાન જન્મે છે. પરંતુ આ સિદ્ધાંત ગોરાઓને જ લાગુ પડતું હતું, કાળાઓને નહિ.
' હબસીઓને આફ્રિકામાંથી કેવી રીતે લાવવામાં આવતા હતા એ કરુણ અને ખેદજનક કથા છે. ૧૭મી સદીના આરંભમાં ગુલામને વેપાર શરૂ થયે અને ૧૮૬૩ની સાલ સુધી વ્યવસ્થિત રીતે ગુલામો પૂરા પાડવામાં આવતા હતા. આફ્રિકાને પશ્ચિમ કિનારેથી–એને અમુક ભાગ હજી પણ “સ્લેવ કેસ્ટ એટલે કે ગુલામોને કિનારે કહેવાય છે – પસાર થતાં માલ લઈ જનારાં વહાણે જ્યાં આગળથી આફ્રિકાવાસીઓને સહેલાઈથી પકડી શકાય ત્યાંથી પકડી લઈને તેમને અમેરિકા લઈ જતાં. આફ્રિકાવાસીઓમાં ગુલામી બહુ જ જૂજ પ્રમાણમાં હતી. માત્ર યુદ્ધના કેદીઓ તથા દેવાદાર તરફ જ ગુલામ તરીકે વર્તાવ રાખવામાં આવતું. આફ્રિકાવાસીઓને અમેરિકા લઈ જઈ ત્યાં તેમને ગુલામ તરીકે વેચવા એ બહુ જ ફાયદાકારક ધંધે છે એમ માલુમ પડયું. ગુલામને વેપાર વધતે જ ગયે અને મુખ્યત્વે કરીને અંગ્રેજ, પોર્ટુગીઝ તથા સ્પેનિશ લે કેએ એ વેપારમાં આર્થિક મદદ પણ આપી. ગુલામેના વેપારને માટે ખાસ વહાણ બાંધવામાં આવ્યાં. એ વહાણોમાં બે તૂતકે વચ્ચે ગેલેરીઓ કરવામાં આવી અને એ ગરીબ બીચારા હબસીઓને એ ગેલેરીઓમાં સાંકળથી જકડીને સુવાડવામાં આવતા. ગુલામના દરેક જેડકાને એક સાથે બાંધવામાં આવતું. આટલાંટિક ઓળંગવાની સફર અઠવાડિયાંઓ અને કેટલીક વાર મહિનાઓ સુધી ચાલતી. અને આ અઠવાડિયાંઓ અને મહિનાઓ સુધી એ હબસીઓને એકસાથે બંધાઈને આ સાંકડી ગેલેરીઓ ઉપર પડી રહેવું પડતું. અને એ દરેકને પાંચ કે સાડાપાંચ ફૂટ લાંબી અને ૧૬ ઇંચ પહોળી જગ્યા આપવામાં આવતી હતી!
ગુલામના વેપારને કારણે લીવરપૂલ એક મહાન શહેર બની ગયું. છેક ૧૭૧૩ની સાલમાં યુટેચની સંધિ વખતે ઇંગ્લેડે સ્પેન પાસેથી આફ્રિકાથી સ્પેનિશ અમેરિકા ગુલામે લઈ જવાને હક પડાવ્યું. આ પહેલાં પણ ઇંગ્લંડે અમેરિકાની બ્રિટિશ ભૂમિમાં ગુલામે પૂરા પાડ્યા હતા. ૧૮મી સદીમાં આ રીતે આફ્રિકા-અમેરિકા વચ્ચેના ગુલામેના વેપારને ઇજા કરી લેવાને ઈંગ્લડે પ્રયત્ન કર્યો. ૧૭૩૦ની સાલમાં લીવરપૂલે આ વેપારમાં ૧૭ વહાણે રોક્યાં હતાં. એ વહાણોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ ગઈ અને ૧૭૯૨ની સાલમાં લીવરપૂલે ગુલામના વેપારમાં ૧૩૨ વહાણો રોક્યાં હતાં. ઔદ્યોગિક ક્રાંતિના આરંભના સમયમાં ઇંગ્લંડમાં લેંકેશાયરમાં સૂતર કાંતવાના ઉદ્યોગની ભારે