________________
૧૨૭૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન
ભૂતકાળ પરત્વેની એક વિશિષ્ટ પ્રકારની દૃષ્ટિ પણ તેની પાસે છે અને એ વસ્તુ તેને સમજવામાં આપણને કઇક અંશે મદદરૂપ થાય છે. પ્રાચીન કાળમાં રામના સમ્રાટ તથા મૅજિસ્ટ્રેટ (રાજ્યના સૌથી ઊંચા હોદ્દેદારો) આગળ રાખવામાં આવતું સામ્રાજ્યવાદી રામનું પ્રતીક જ ફાસીવાદનું પ્રતીક છે. એક લાકડીઓન ભારી અને તેની વચ્ચે એક કુહાડી રાખવામાં આવતી હતી. રામન ભાષામાં લાકડીઓને ‘ક઼ાસીસ' કહેવામાં આવે છે અને તે ઉપરથી જ ફાસીવાદ શબ્દ અન્યા છે. ફાસિસ્ટ સંસ્થાની રચના પણ પુરાણા રામન નમૂના પ્રમાણે કરવામાં આવી છે અને તેમાં પુરાણાં નામેાના સુધ્ધાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ‘ ફાસિસ્ટા ’ કહેવામાં આવે છે તે ફ્રાસિસ્ટ સલામ પણ રામની પ્રાચીન સલામની પેઠે હાથ લાંખે કરીને પછી તે ઊંચા કરીને કરવામાં આવે છે. આ રીતે, ફાસિસ્ટ પ્રેરણા માટે ભૂતકાળમાં સામ્રાજ્યવાદી રામ તરફ નજર કરતા હતા. તેમની દૃષ્ટિ પણ સામ્રાજ્યવાદી હતી. ચર્ચા નહિ —— કેવળ આજ્ઞાપાલન ' એ તેમને ધ્યાનમત્ર છે. એવા ધ્યાનમત્ર સૈન્યને માટે ભલે યોગ્ય હાય, લાકશાહી માટે તે ખસૂસ નહિ જ. તેમના નેતા મુસેાલિની તેમને સરમુખત્યાર છે. પોતાના ગણવેશ તરીકે તેમણે કાળું ખમીસ રાખ્યું છે, એ રીતે તેઓ કાળાં ખમીસવાળા ' તરીકે ઓળખાય છે.
}
6
ફાસિસ્ટેને જો કાઈ પણ કાર્યક્રમ હોય તો તે સત્તા પ્રાપ્ત કરવી એ હતા. અને મુસાલિની વડાપ્રધાન બન્યા ત્યારે તેમની એ મુરાદ પાર પડી. પછીથી, પોતાના પ્રતિસ્પર્ધીઓને કચરી નાખી પોતાની સ્થિતિ મજબૂત બનાવવાના કાર્ય માં તે મ`ડી પડયો. હિંસા અને અત્યાચારોના અસામાન્ય કારડા વીંઝાયેા. હિંસા એ તિહાસની બહુ જ સામાન્ય ઘટના છે પરંતુ ઘણુંખરું એને એક દુઃખદ જરૂરિયાત તરીકે લેખવામાં આવે છે અને તેને અનેક બહાનાં નીચે બચાવ કરવામાં આવે છે તથા તેના વાજખીપણાનું સમન કરવામાં આવે છે. પરંતુ ફ્રાસસ્ટો હિંસા પરત્વે એવું લાચારીભયું વલણ રાખવામાં માનતા નહોતા. તેમણે તે હિંસાને અપનાવી લીધી, તેઓ છડેચોક તેની પ્રશંસા કરવા લાગ્યા તેમ જ કાઈ એ તેમના સામનો ન કર્યાં હોવા છતાં તેમણે સારી પેઠે તેના અમલ પણ કર્યાં. માર મારીને પાર્ટીમેન્ટના વિરેધ પક્ષના સભ્યાને ડરાવી મારવામાં આવ્યા અને રાજ્યબંધારણને બિલકુલ બદલી નાખે એવા ચૂંટણીના નવા કાયદો બળજબરીથી પસાર કરાવવામાં આવ્યેા. આ રીતે મુસેલિનીની તરફેણમાં ઘણી મોટી બહુમતી મેળવવામાં આવી.
ન
જ્યારે તેઓ ખરેખર સત્તા ઉપર આવ્યા તેમ જ પોલીસેા અને રાજ્યતંત્ર ઉપર તેમણે કાબૂ મેળવ્યો ત્યારે પણ તેમણે હિંસાની એકાયદા પ્રવૃત્તિ ચાલુ રાખી એ ખરેખર આશ્ચર્યકારક છે. આમ છતાંયે તેમણે તેમની એ પ્રવૃત્તિ ચાલુ જ રાખી અને અલખત, હવે તે રાજની પાલીસ બિલકુલ વચ્ચે