________________
યુદ્ધકાળ
૧૦૧૯
સુધી કાયમ રહેશે, શૈતાનિયત કરતાં જરાયે ઓછી હિ એવી ક્રૂરતાનું એ સુધરેલું સ્વરૂપ છે.” મોટા મોટા રાજદ્વારી પુરુષો તથા ઊંચે સ્થાને બિરાજેલા બીજા આ નાકાબંધી પરત્વે પોતાની સંમતિ દર્શાવી રહ્યા હતા ત્યારે યુદ્ધ લડનારા ગરીબ બિચારા બ્રિટિશ સૈનિકાથી એ દૃશ્ય જોઈ રહેવાયું નહિ. તહરૂખી પછી રાઈનના પ્રદેશમાં કાલેન આગળ બ્રિટિશ સૈન્ય મૂકવામાં આવ્યું હતું. એ સૈન્યના બ્રિટિશ સેનાપતિને ઇંગ્લેંડના વડા પ્રધાન લોઈડ જ્યોર્જ ઉપર આવે! તાર કરવાની ફરજ પડી : જમ્ન સ્ત્રીઓ તથા ખાળકાની યાતનાઓનું દૃશ્ય બ્રિટિશ સૈન્ય ઉપર ભારે માઠી અસર કરી રહ્યુ છે.” તકૂખી પછી સાત કરતાં પણ વધારે માસ સુધી ઇંગ્લંડે જર્મનીની નાકાબંધી ચાલુ રાખી હતી.
યુદ્ધનાં લાંબાં વરસાએ લડાઈમાં પડેલી પ્રજાને પાશવ બનાવી મૂકી હતી. તેમણે માટા ભાગના લાકાની નૈતિક ભાવનાના નાશ કર્યાં અને સામાન્ય માણસાને અર્ધા ગુનેગાર જેવા બનાવી મૂક્યા. લોકેા હિંસા અને ઇરાદાપૂર્ણાંક કરવામાં આવતી હકીકતાની વિકૃતિથી ટેવાઈ ગયા અને તે દ્વેષ તથા વેર લેવાની ભાવનાથી ઊભરાતા હતા.
આ વિગ્રહનું સરવૈયું શું હતું ? એની કાઈ ને પણ ખબર નથી, હજી લોકેા તે તૈયાર કરી રહ્યા છે! આધુનિક વિગ્રહ એ શી વસ્તુ છે એને તને ખ્યાલ આપવાને હું ઘેાડા આંકડા ટાંકીશ.
વિગ્રહની કુલ ખુવારી નીચે મુજબ ગણવામાં આવી છે : મરી ગયેલા સૈનિકા
-૧,૦૦,૦૦,૦૦૦
મરી ગયેલા ધારવામાં આવેલા સૈનિકા
મરી ગયેલા નાગિરકા
ધાયલ થયેલા કેદ પકડાયેલા યુદ્ધના અનાથે
યુદ્ધની વિધવા આશ્રિત
૩૦,૦૦,૦૦૦
૧,૩૦,૦૦,૦૦૦
૨,૦૦,૦૦,૦૦૦
૩૦,૦૦,૦૦૦
૯૦,૦૦,૦૦૦
૫૦,૦૦,૦૦૦
૧,૦૦,૦૦,૦૦
આ જબરદસ્ત આંકડાઓ તરફ નજર કર અને પછી એની પાછળ કેટલી બધી માનવી યાતનાઓ રહેલી છે તેને ખ્યાલ કરવા પ્રયત્ન કર. એ આંકડાઓના સરવાળા કર: માત્ર મરી ગયેલા અને ધાયલ થયેલાના કુલ સરવાળા જ ૪૬,૦૦૦,૦૦૦ થાય છે.
અને રોકડ નાણાંનો ખરચ ? હજી લા એની તા ગણતરી કરી રહ્યા છે ! મિત્રરાજ્યોના પક્ષના ખર્ચને કુલ અંદાજ અમેરિકના લગભગ ૪૦,૯૯,૯૬,૦૦,૦૦૦ પાઉન્ડ આપે છે અને જર્મન પક્ષના ખરચતા અંદાજ