________________
૧૨૨૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન રશિયાના ઝારશાહી તંત્રને ભાગીને ભૂકો કરી નાખ્યું અને પશ્ચિમ યુરોપની પદ્ધતિની પાર્લામેન્ટ દ્વારા ચાલેતી સરકારને આગળ આવીને કબજે લેનાર બળવાન મધ્યમ વર્ગ ત્યાં નહોતું એટલે મજૂરનાં સેવિયેટએ સત્તા ઝડપી લીધી. આમ, એ એક આશ્ચર્યકારક વસ્તુ છે કે, રશિયાનું ખુદ પછાતપણું જ એટલે કે તેની નબળાઈનું ખુદ કારણ જ, વધારે આગળ વધેલા દેશોને મુકાબલે એક ઘણું મોટું પગલું આગળ ભરવામાં તેને માટે નિમિત્તરૂપ બની ગયું. લેનિનની સરદારી નીચે બે શેવિકોએ એ પગલું ભર્યું પરંતુ તેઓ એ બાબતમાં કશી ભ્રમણામાં નહોતા. તેઓ બરાબર જાણતા હતા કે રશિયા પછાત દેશ છે અને બીજા આગળ વધેલા દેશની હરોળમાં આવતાં તેને વખત લાગશે. તેઓ એવી આશા સેવતા હતા કે, મજૂરોના પ્રજાસત્તાક સ્થાપવાના તેમના દષ્ટાંતથી પ્રોત્સાહિત થઈને યુરોપના બીજા દેશના મજૂરે ચાલુ વ્યવસ્થા સામે બળવો કરશે. તેમને લાગતું હતું કે એવી સમગ્ર યુરોપવ્યાપી સામાજિક ક્રાંતિ થાય તેમાં જ તેમની હસ્તીની આશા રહેલી છે, કેમ કે, નહિ તે, બાકીની મૂડીવાદી દુનિયા રશિયાની તરણ સેવિયેટ સરકારને દાબી દેશે.
તેમની એવી આશા અને માન્યતા હોવાને લીધે જ, તેમની ક્રાંતિના આરંભના સમયમાં તેમણે દુનિયાભરના મજૂરને ઉદ્દેશીને ક્રાંતિ માટે કટિબદ્ધ . થવાની હાકલ કરી હતી. પ્રદેશ ખાલસા કરવાની સામ્રાજ્યવાદી બધી જનાઓ તેમણે વખોડી કાઢી; ઝારશાહી રશિયા અને ઈગ્લેંડ તથા ફ્રાંસ વચ્ચે થયેલી ગુપ્ત સંધિને આધારે તેઓ કોઈ પણ દાવો કરવાના નથી એમ તેમણે જણાવ્યું તેમ જ કન્ઝાન્ટિનોપલ તુર્કોની પાસે જ રહેવું જોઈએ એ વસ્તુ પણ તેમણે સ્પષ્ટ કરી. પૂર્વના દેશે તેમ જ ઝારશાહી સામ્રાજ્યની અનેક પીડિત પ્રજાએ સમક્ષ તેમણે અતિશય ઉદાર શરતે રજૂ કરી. અને સૌથી મોટી વાત તો એ હતી કે, દુનિયાભરના મજૂરવર્ગના ખેરખાં તરીકે આગળ પડીને, પિતાના દષ્ટાંતનું અનુકરણ કરીને સમાજવાદી પ્રજાસત્તાકે સ્થાપવાની તેમણે દેશદેશના મજૂરને હાકલ કરી. પૃથ્વીના એ ભાગમાં, ઇતિહાસમાં પહેલી જ વાર, મજૂરોની સરકારની સ્થાપના થઈ એ સિવાય બશેવિકોના મનમાં રાષ્ટ્રવાદને કે એક રાષ્ટ્ર તરીકે રશિયાને બીજે અર્થ નહે.
જર્મનોએ તથા મિત્રરાજ્યની સરકારે એ બેશેવિકોની હાલેને દાબી દીધી પરંતુ કોઈ ને કોઈ રીતે તે લડાઈના જુદા જુદા મોખરાઓ તથા કારખાનાઓના પ્રદેશ સુધી પહોંચવા પામી. સર્વત્ર તેની ભારે અસર થઈ એને લીધે ફેંચ લશ્કરમાં પડેલું ભંગાણ તે નરી આંખે દેખી શકાય એવું હતું. જર્મન લશ્કર તથા મજૂરે ઉપર તે એની એથીયે વિશેષ અસર થઈ. જર્મની, ઐસ્ટ્રિયા અને હંગરી વગેરે પરાજિત દેશમાં તે રમખાણે અને બંડે પણ થવા પામ્યાં. અને મહિનાઓ સુધી, અરે, એક બે વરસ સુધી યુરેપ પ્રચંડ સામાજિક