________________
૩૭ર * જગતના ઇતિહાસનું રેખાદર્શન ધોરણ ઉપર સહકાર કરવામાં જુદાં જુદાં રાષ્ટ્ર નિષ્ફળ નીવડ્યાં. દરેક દેશે તિપિતાનું ફેડી લેવાને અને બીજા બધા દેશોને ગમે તેમ કરીને થાપ આપીને તેમની આગળ નીકળી જવાને પ્રયત્ન કર્યો. એટલું જ નહિ પણ બીજા દેશની આતનો લાભ લેવાને સુધ્ધાં પ્રયાસ કર્યો. આ વ્યક્તિગત અને સ્વાર્થી પગલાંઓએ તેમ જ અજમાવવામાં આવેલા અધૂરા ઉપાએ તે પરિસ્થિતિ ઊલટી વધારે ઉગ્ર બનાવી મૂકી. આ વેપારની મંદીથી સાવ નિરાળી પરંતુ તેના ઉપર ભારે અસર કરનારી બે મુખ્ય હકીકત અથવા વલણે દુનિયાના વ્યવહારમાં જણાય છે. એમાંની એક મૂડીવાદી દુનિયાની સેવિયેટ રાજ્ય સાથેની હરીફાઈ અને બીજી ઇંગ્લેંડ અને અમેરિકા વચ્ચેની હરીફાઈ ' મૂડીવાદી કટોકટીએ બધાયે મૂડીવાદી દેશેને કમજોર અને ગરીબ બનાવી દીધા છે અને એક રીતે, યુદ્ધની સંભવિતતા ઓછી કરી છે. દરેક દેશ પિતપિતાનું સમાલવાની ભાંજગડમાં પરવાઈ ગયું છે અને સાહસ ખેડવા માટે તેની પાસે નાણું નથી. અને આમ છતાંયે, ખુદ આ કટોકટીએ જ યુદ્ધનું જોખમ વધારી દીધું છે, કેમ કે તેણે રાષ્ટ્ર તથા તેમની સરકારને બેપરવા બનાવી દીધાં છે અને જીવ પર આવીને બેપરવો બનેલા લેકે, ઘણી વાર ' પરદેશ સાથેના યુદ્ધ દ્વારા પિતાની આંતરિક મુશ્કેલીઓને ઉકેલ શોધે છે. સરમુખત્યાર કે એક નાની ટોળીના હાથમાં સત્તાનાં સૂત્રે હોય ત્યારે ખાસ કરીને આમ બને છે. વખતસર સત્તા છોડી દેવાને બદલે એ લેકે પિતાના દેશને યુદ્ધમાં સંડોવે છે અને એ રીતે, પ્રજાનું લક્ષ આંતરિક મુશ્કેલીઓ પરથી ખસેડીને બીજી બાજુ વાળે છે. આમ, સોવિયેટ રાજ્ય તથા સામ્યવાદ સામે યુદ્ધ ફાટી નીકળવાને સંભવ હમેશાં રહે છે, કેમ કે એવા યુદ્ધથી ઘણું મૂડીવાદી દેશ એકત્ર થશે એવી આશા રાખી શકાય. હું આગળ કહી ગયો છું તેમ, મૂડીવાદની કટોકટીની સીધી અસર સેવિટ રાજ્ય ઉપર થવા પામી નહતી. તે યંચવષ યેજના પાર પાડવાના કાર્યમાં ગૂંથાયેલું હોવાથી કોઈ પણ ભોગે યુદ્ધ ટાળવા માગતું હતું.
મહાયુદ્ધ પછી ઇંગ્લેંડ અને અમેરિકા વચ્ચેની હરીફાઈ અનિવાર્ય હતી. એ બંને દુનિયાની સૌથી મોટી સત્તાઓ છે અને એ બંને દુનિયાના વ્યવહાર ઉપર પિતાનું પ્રભુત્વ જમાવવા માગે છે. મહાયુદ્ધ પહેલાં ઇંગ્લેંડનું પ્રભુત્વ સર્વમાન્ય હતું. મહાયુદ્ધને કારણે યુનાઈટેડ સ્ટેટ્સ સૌથી વધારે ધનવાન અને બળવાન રાષ્ટ્ર બની ગયું અને સ્વાભાવિક રીતે જ હવે પછી તે દુનિયામાં અગ્રસ્થાન લેવા માગતું હતું. તે માનતું હતું કે એ સ્થાન માટે તે હકદાર હતું. હવે ભવિષ્યમાં તે દરેક બાબતમાં ઈગ્લેંડને પિતાનું ધાર્યું કરવા દે એમ નહોતું. સમય બદલાયે છે એ વસ્તુ ઈંગ્લડ બરાબર સમજી ગયું હતું અને અમેરિકાની મૈત્રી પ્રાપ્ત કરીને પેદા થયેલી નવી પરિસ્થિતિ સાથે પિતાને મેળ બેસાડવાને તે