________________
૧૨૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન કાઢેલા સિદ્ધાંત બદલાતી જતી પરિસ્થિતિને લાગુ પાડી શકતી હતી તથા તેમને તેની સાથે મેળ બેસાડી શકતી હતી અને તેને અડગ નિશ્ચય તાત્કાલિક પરિણામેની પરવા કર્યા વિના તેણે નકકી કરેલા માર્ગને વળગી રહેતે હતે. આવ્યું તે જ દિવસે બોલશેવિક પક્ષને તેણે જોરથી હચમચાવી મૂક્યો, તેની નિયિતાની આકરી ટીકા કરી અને ધગધગતા શબ્દમાં તેની ફરજનું તેને ભાન કરાવ્યું. તેનું ભાષણ વિદ્યુતના આંચકા જેવું હતું, તેણે પીડા કરી પરંતુ સાથે સાથે ચેતન પણ આપ્યું. તેણે કહ્યું, “આપણે કંઈ ધેકાબાજો નથી, કેવળ જનતાની જાગૃતિના પાયા ઉપર જ આપણે ચણતર કરવું જોઈએ. એને માટે લધુમતીમાં રહેવાનું જરૂરી લાગે તે ભલે એમ થાઓ. થોડા વખત પૂરતું નેતાગીરીનું સ્થાન છેડી દેવું એ સારી વસ્તુ છે, લઘુમતીમાં રહેતાં આપણે ડરવું ન જોઈએ. આમ તે પિતાના સિદ્ધાંત ઉપર અડગ રહ્યો અને બાંધછેડ કરવાની સાફ ના પાડી. આટલા વખત સુધી નેતા વિના અને માર્ગદર્શક વિના લક્ષ્ય વિના ચાલતી ક્રાંતિને આખરે નેતા મળી ગયું. એ ઘડીએ અને એ પ્રસંગે નેતા પેદા કર્યો.
શેવિકને મેજોવિકે તથા બીજા ક્રાંતિકારીઓથી આ તબક્કે જાદા પાડનાર આ સિદ્ધાંતના ભેદે શા હતા? અને લેનિનના આગમન પહેલાં સ્થાનિક બે શેવિકોને શી વસ્તુઓ શિથિલ કરી મૂક્યા હતા ? વળી, સત્તા પિતાને હાથ કર્યા પછી સેવિયેટે તે જુનવાણી અને સ્થિતિચુસ્ત ડૂમાને કેમ સોંપી દીધી? આ બધા પ્રશ્નોમાં હું ઊંડે ઊતરી શકું એમ નથી પણ ૧૯૧૭ની સાલનું પેટેગ્રાડ અને રશિયાનું નિરંતર બદલાતું રહેતું નાટક આપણે સમજવા માગતાં હોઈએ તે એ વિષે આપણે કંઈક વિચાર કરે જોઈએ.
જેને “ઈતિહાસની ભૌતિક યા જડવાદી દૃષ્ટિ” તરીકે ઓળખવામાં આવે છે તે માનવી પરિવર્તન અને પ્રગતિ વિષેને કાર્લ માકર્સને સિદ્ધાંત જૂની સમાજવ્યવસ્થા જરીપુરાણી થઈ જાય છે ત્યારે તેનું સ્થાન નવી સમાજવ્યવસ્થા લે છે એ હકીકત ઉપર રચાયેલું છે. યાંત્રિક ઉત્પાદનની પદ્ધતિ સુધરતાં સમાજની આર્થિક તેમ જ રાજકીય વ્યવસ્થા ધીમે ધીમે તેને અનુરૂપ થઈ જાય છે. સત્તાધારી વર્ગ અને શેષિત વર્ગ એ બે વચ્ચે નિરંતર ચાલ્યા કરતા વર્ગ વિગ્રહ દ્વારા એ વસ્તુ બનવા પામે છે. આ રીતે પશ્ચિમ યુરોપમાં જૂના ફક્યાલ વર્ગને સ્થાને “બૂવા” અથવા મધ્યમ વર્ગ આવ્ય. ઇંગ્લેંડ, ફ્રાંસ તથા જર્મની વગેરે દેશમાં આર્થિક તથા રાજકીય તંત્રને કાબૂ હવે એ વર્ગના હાથમાં આવ્યું. વળી વખત આવ્યે એ વર્ગનું સ્થાન મજૂર વર્ગ લેશે. રશિયામાં સત્તા હજી પણ યૂડલ વર્ગના હાથમાં હતી અને જેને લીધે પશ્ચિમ યુરોપમાં ભૂવા વર્ગના હાથમાં સત્તા આવી હતી તે ફેરફાર ત્યાં થવા પામ્યું નહતિ. આથી, માકર્સના ઘણખરા અનુયાયીઓ માનતા હતા કે તેમજૂર વર્ગના