________________
પેનની ક્રાંતિ
૧૩૯૯ તરફથી આર્થિક મદદ પણ મળતી હતી તેમ જ જાપાનની વહાણવટાની કંપનીઓ માલ લઈ જવા માટે બહુ જ ઓછું ભાડું લેતી હતી. આ ઉપરાંત, જાપાની ઉદ્યોગે અતિશય કાર્યદક્ષ હતા એ હકીકત પણ સાચી છે. અને બ્રિટનના ઘણું જૂના ઉદ્યોગે એટલા કાર્યદક્ષ નહોતા.
જકાતે જાપાની, માલને દેશમાં આવતે રોકવાને નિષ્ફળ નીવડી એટલે તેને માટે બજાર બિલકુલ બંધ કરી દેવામાં આવ્યાં અથવા તે તેની આયાતનું પ્રમાણ નક્કી કરવાની પ્રથા દાખલ કરવામાં આવી. અને તે અનુસાર અમુક મર્યાદિત પ્રમાણમાં જ જાપાની માલ દેશમાં આવવા દેવામાં આવ્યો. જાપાનના માલની સામે બીજા દેશનાં દ્વાર આ રીતે બંધ કરી દેવામાં આવે તે પછી જાપાનના જબરદસ્ત ઉદ્યોગની શી દશા થાય ? તેની સમગ્ર આર્થિક વ્યવસ્થા ઊંધી વળી જાય અને માલની નિકાસ કરવા માટેનાં દ્વાર શોધવાના પ્રયાસને પરિણામે બદલે વાળવા માટેનાં સામાં આર્થિક પગલાં ભરવામાં આવે અથવા તે યુદ્ધ પણ ફાટી નીકળે. મૂડીવાદી વ્યવસ્થાની હાનિકારક હરીફાઈ નીચે બનાવની આ અનિવાર્ય પરંપરા હોય છે.
એ જ રીતે, યુરોપના બીજા દેશોની સામે ઇંગ્લંડનાં દ્વાર બંધ કરવામાં આવે તે કેટલાક દેશોને ભારે નુકસાન થવા પામે. આ ઉપરથી આપણને જણાય છે કે, પોતાના તાત્કાલિક લાભને માટે પ્રત્યેક દેશ પગલાં ભરે છે તેનાથી બીજા દેશે તેમ જ આંતરરાષ્ટ્રીય વેપારને હાનિ થાય છે અને તેને પરિણામે ઘર્ષણ અને મુશ્કેલીઓ પેદા થાય છે.
૧૮૯. સ્પેનની ક્રાંતિ
૨૯ જુલાઈ, ૧૯૩૩ વેપારની મંદી તથા કટોકટીની લાંબી અને ઉગકારી કથા પૂરી કરીને હવે હું તાજેતરમાં બનેલા બે મહત્ત્વના બનાવ વિષેની વાત તને કહીશ. આ બે બનાવે તે સ્પેનની ક્રાંતિ અને જર્મનીમાં નાઝીઓને વિજય.
સ્પેન અને પોર્ટુગાલ યુરેપના પશ્ચિમ-દક્ષિણ ખૂણામાં આવેલાં છે અને આપણે આગળ જોઈ ગયાં તે પ્રમાણે તેમણે યુરોપના તેમ જ જગતના ઈતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સામ્રાજ્ય ઊભું કરવાના સાહસમાં તેમણે પિતાની સઘળી શક્તિ ખચી નાખી અને ૧૯મી સદીમાં પશ્ચિમ યુરોપ
જ્યારે ઔદ્યોગિક તેમ જ બીજાં ક્ષેત્રમાં પિતાની પ્રગતિ સાધી રહ્યું હતું ત્યારે એ બંને દેશે પછાત અને પુરેહિતે અથવા પાદરીઓની એડી નીચે દબાયેલા રહ્યા. રાષ્ટ્રવાદી પેન નેપોલિયન સામે વિજયી નીવડયું હતું પરંતુ ફ્રાંસની