________________
૭૭૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન અને તેની નીચે બીજા સંખ્યાબંધ અધિકારીઓ હતા. હિંદના વત્તેઓછે અંશે આજે છે તેવા વિભાગે પાડવામાં આવ્યા અને એ વિભાગના મોટા મેટા પ્રાંતિ તથા દેશી રાજ્ય બન્યાં. દેશી રાજ્યના અમલ નીચેનાં રાજ્ય અર્ધ સ્વતંત્ર મનાતાં હતાં. પરંતુ વસ્તુતાએ એ બધાં સંપૂર્ણપણે અંગ્રેજોના તાબા નીચે હતાં. દરેક માટે દેશી રાજ્યમાં એક અંગ્રેજ અધિકારી રહે. એ રેસિડન્ટ તરીકે ઓળખાત અને સામાન્યપણે રાજ્યવહીવટ ઉપર તેને કાબૂ રહે. રાજ્યના આંતરિક સુધારામાં તેને રસ નહોતું અને રાજ્યતંત્ર ગમે એટલું ખરાબ અને જરીપુરાણું હોય એની તેને ઝાઝી પરવા નહોતી. રાજ્યમાં બ્રિટિશ સત્તાને મજબૂત બનાવવામાં જ માત્ર તેને રસ હતે.
લગભગ હિંદુસ્તાનને ત્રીજો ભાગ આવાં રાજ્યમાં વહેંચાયેલું હતું. બાકીને બેતૃતીયાંશ ભાગ બ્રિટિશ સરકારની સીધી હકૂમત નીચે હતો. એથી કરીને આ બેતૃતીયાંશ ભાગ બ્રિટિશ હિંદ કહેવાયો. બ્રિટિશ હિંદના ઊંચા દરજજાના બધા અધિકારીઓ કેવળ અંગ્રેજો જ હતા. ૧૯મી સદીના છેવટના ભાગમાં ગણ્યાગાંઠ્યા હિંદીઓ એમાં દાખલ થયા. આમ છતાંયે બધી સત્તા તે અંગ્રેજોના હાથમાં જ હતી. હજી આજે પણ એમ જ છે. લશ્કરી અધિકારીઓ સિવાયના ઉચ્ચ દરજ્જાના અમલદારે જેને “ઈન્ડિયન સિવિલ સર્વિસ' (હિંદી સનંદી નેકરી) કહેવામાં આવે છે તેના સભ્ય હતા. આમ હિંદના આખા રાજ્યતંત્ર ઉપર આ ઇન્ડિયન સિવિલ સર્વિસનો કાબૂ હતું. આ રીતની એટલે કે જેમાં એક અમલદાર બીજાની નિમણૂક કરે અને તે પિતાના કાર્ય માટે પ્રજાને જવાબદાર હોય નહિ એવી અમલદારોની બનેલી સરકાર કરશાહી' કહેવાય છે.
આ આઈ. સી. એસ. અથવા ઈન્ડિયન સિવિલ સર્વિસના અમલદારે વિષે ઘણું ઘણું આપણા સાંભળવામાં આવે છે. એ અજબ પ્રકારના લેકે છે. કેટલીક બાબતોમાં તેઓ કાર્યકુશળ છે. તેમણે રાજ્યતંત્ર સંગઠિત કર્યું, બ્રિટિશ હકૂમત મજબૂત કરી અને સાથે સાથે તેમણે એમાંથી સારી પેઠે ફાયદો પણ ઉઠાવ્યો. બ્રિટિશ હકૂમતને દઢમૂલ કરનારાં તથા કરવેરા ઉઘરાવનારાં બધાં ખાતાં તેમણે સારી પેઠે સંગઠિત કર્યા. બીજાં ખાતાંઓની અવગણના કરવામાં આવી. પ્રજા તેમની નિમણૂક કરતી નહોતી તેમ જ તેઓ પ્રજાને જવાબદાર નહતા એટલે પ્રજા સાથે ગાઢ સંબંધ હતે એવાં ખાતાંઓ ઉપર તેમણે ઝાઝું લક્ષ ન આપ્યું. આ સંજોગોમાં તેઓ અહંકારી, તુંડમિજાજી અને લેકમતને વિષે તુચ્છકાર રાખનારા થાય એ સ્વાભાવિક હતું. તેઓનું દૃષ્ટિબિંદુ સંકુચિત અને મર્યાદિત હતું એટલે તેઓ પિતાને દુનિયામાં સૌથી વધારે સમજદાર માનવા લાગ્યા. પિતાની નોકરીનું હિત એ જ એમને મન હિંદુસ્તાનનું હિત હતું. આપસમાં એકબીજાની પ્રશંસા કરનારું તેમનું એક મંડળ બની