________________
૭૩૩
હિંદ પર અંગ્રેજોનું શાસન કારખાનામાં કામ કરનારા મજૂરોને પણ તરત જ સમજાઈ ગયું કે તેમને મજૂરી થોડી વધારે મળતી હતી એ ખરું, પણ તેથી એમને ઝાઝો લાભ થાય એમ નહોતું. શહેરમાં દરેક વસ્તુ મેંઘી હતી; અને ત્યાં આગળ એકંદરે જીવનનિર્વાહને ખરચ ઘણો વધારે થતું હતું. તેમના વસવાટની જગ્યા અતિશય ખરાબ હતી અને તેમને તંદુરસ્તીને હાનિકારક એવાં ગંદાં, ભેજવાળાં અને અંધારિયાં ઘોલકાંઓમાં રહેવું પડતું હતું. કારખાનામાં જે પરિસ્થિતિમાં તેમને કામ કરવાનું હતું તે પણ અતિશય ખરાબ હતી. ગામડાંઓમાં ઘણી વાર તેમને ભૂખે મરવું પડતું હતું એ ખરું, પરંતુ તાજી હવા અને સૂર્યને પ્રકાશ તે ત્યાં તેમને પૂરસ્તા પ્રમાણમાં મળતાં હતાં. કારખાનાના મજૂરને તાજી હવા તે મળતી જ નહિ અને સૂર્યને પ્રકાશ પણ તેમને બહુ ઓછો મળતો. વળી તેમને મળતી મજૂરી શહેરની મેંઘવારીમાં ઉદરનિર્વાહ ચલાવવા માટે પૂરતી નહોતી. સ્ત્રીઓ તેમ જ બાળકોને પણ કલાકોના કલાક સુધી કામ કરવું પડતું. નાનાં બાળકની માતા કામમાં ખલેલ ન પડે એટલા ખાતર પોતાનાં બાળકોને અફીણ કે ઘેન ચડાવે એવા બીજા પદાર્થો ખવડાવતી. આવી ખરાબ પરિસ્થિતિમાં ઔદ્યોગિક મજૂરોને કારખાનાંઓમાં કામ કરવું પડતું હતું. તેઓ અતિશય દુઃખી હતા અને તેમનામાં અસંતોષ વધવા લાગે. અતિશય નાસીપાસ થઈને કેટલીક વાર તેઓ હડતાલ પાડતા. પરંતુ તેઓ દુર્બળ અને પચા હતા અને તેમને કામ આપનાર કારખાનાના શ્રીમંત માલિકે તેમને સહેલાઈથી કચેરી નાખતા. એમાં એ માલિકોને ઘણી વાર સરકારની સહાય પણ મળતી. અનેક કડવા અનુભવો પછી ધીમે ધીમે મજૂરો અંધકાર્યનું મહત્ત્વ સમજ્યા. તેમણે મજૂર મહાજને બાંધ્યાં.
આ ભૂતકાળની સ્થિતિનું વર્ણન છે એમ માની લઈશ નહિ. હિંદમાં મજૂરોની હાલતમાં કંઈક સુધારો થયો છે ખરો, ગરીબ બીચારા મજૂરને સહેજસાજ રક્ષણ આપનારા કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા છે. આમ છતાંયે કાનપુર, મુંબઈ કે જ્યાં આગળ કારખાનાંઓ હેય એવે બીજે કઈ સ્થળે જઈને મજૂરોનાં ઘરે જઈને આજે પણ તને કમકમાટી આવશે.
આ પત્રમાં તેમ જ બીજા પત્રોમાં મેં તને હિંદના અંગ્રેજો તથા હિંદમાંની બ્રિટિશ સરકાર વિશે લખ્યું છે. એ સરકાર કેવા પ્રકારની હતી અને તે કેવી રીતે કાર્ય કરતી હતી ? શરૂઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી પરંતુ તેની પાછળ બ્રિટિશ પાર્લામેન્ટ હતી. ૧૮૫૭ના મહાન વિણવ પછી બ્રિટિશ પાર્લામેન્ટ સત્તા પિતાના હાથમાં લીધી અને પછીથી અંગ્રેજ રાજા અથવા કહો કે રાણી –કેમકે તે વખતે ઇંગ્લંડની ગાદી ઉપર રાણી હતી – કેસરે હિંદ બની. હિંદમાં સૌની ઉપર ગવર્નર જનરલ હતું જે વાઈસરોય અથવા રાજાને પ્રતિનિધિ પણ બચે.