________________
७३२
જગતના ઇતિહાસનું રેખાદર્શોન
<
ભારે જકાત નાખીને તથા તે ખરીદવાની મના કરીને બ્રિટિશ સરકારે ઇંગ્લંડમાં હિંદના વેપારને ચગદી નાખ્યા. આ રીતે સૌથી માખરે આવ્યા પછી લેકે ફૅર'ની નીતિની વાતો કરવાનું તેને ફાવતું પડયું. વાત તો એમ છે કે તે એ બાબતમાં માત્ર ઉદાસીનતાની જ વૃત્તિ રાખતા હતા એમ નથી. એથી આગળ જઈને તેમણે તા હિંદના ઉદ્યોગો ઉપર અને ખાસ કરીને મુંબઈ તથા અમદાવાદના ખીલતા જતા સુતરાઉ કાપડના ઉદ્યોગ ઉપર ટાઢું પાણી છાંટયું. હિંદની આ મિલામાં ઉત્પન્ન થતા માલ ઉપર કર અથવા વેરે નાંખવામાં આવ્યા. એ કર સુતરાઉ માલ ઉપરની મુલક જકાતને નામે ઓળખાતા હતા. આ મુલકી જકાતના હેતુ લૅ કેશાયરના સુતરાઉ કાપડને સહાય કરવાના હતા કે જેથી તે હિંદમાં હિંદના સુતરાઉ કાપડ સાથેની હરીફાઈમાં ઊભું રહી શકે. પેાતાના ઉદ્યોગોને રક્ષણ આપવા અથવા તો નાણાં ઊભાં કરવા માટે લગભગ બધા જ દેશે। અમુક અમુક વિદેશી માલ ઉપર જકાત નાખે છે. પરંતુ હિંદમાં તે અંગ્રેજોએ એક અસાધારણ અને અવનવી વસ્તુને અમલ કર્યાં! તેમણે તે ખુદ હિંદમાં પેદા થયેલી વસ્તુ ઉપર જ જકાત નાખી ! તેની સામે ભારે ચળવળ ચલાવવામાં આવી છતાંયે સુતરાઉ કાપડ ઉપરની મુલકી જકાત છેક હમણાં સુધી ચાલુ રહી હતી.
આ રીતે સરકારનો વિરોધ હોવા છતાંયે હિંદમાં ધીમે ધીમે આધુનિક ઉદ્યોગધંધા ખીલવા લાગ્યા. હિંદના ધનિકવર્ગ ઔદ્યોગિક ખિલવણીને માટે નિપ્રતિદિન વધારે ને વધારે પાકાર કરવા લાગ્યા. મારા ધારવા પ્રમાણે સરકારે છેક ૧૯૦૫ની સાલમાં વેપાર અને ઉદ્યોગનું ખાતું શરૂ કર્યું. પરંતુ આ ખાતું ખાલવા છતાંયે મહાયુદ્ધ થયું ત્યાં સુધી તેણે કશું કામ કર્યું નહિ. ઉદ્યોગાના વિકાસ થવાને લીધે શહેરાનાં કારખાનાંઓમાં કામ કરનારા ઔદ્યોગિક મજૂરાને વર્ગ ઊભા થયા. જેતે વિષે હું આગળ કહી ગયા છું તે જમીન ઉપરના દબાણ તથા ગામડાંઓની અર્ધ-દુકાળના જેવી પરિસ્થિતિને કારણે ધણા ગ્રામવાસીઓને આ કારખાનાંઓમાં તથા બંગાળ અને બિહારના મે!ટામેટા બગીચામાં મજૂરી કરવા જવાની કરજ પડી. જમીન ઉપરના એ ખાણને કારણે ધણા લાકા પરદેશ જવાને પણ પ્રેરાયા, કેમકે ત્યાં તેમને સારી મજૂરી મળશે એમ તેમને કહેવામાં આવ્યું હતું. ખાસ કરીને ઘણાખરા લાકા દક્ષિણ આફ્રિકા, ફીજી, મારીશ્યસ અને સિલેાન ગયા. પરંતુ આ ફેરફારથી મજૂરોને ઝાઝો લાભ મળ્યો નહિ. કેટલાક દેશોમાં તે આ મજૂરા પ્રત્યે ગુલામાના જેવા વર્તાવ રાખવામાં આવ્યા. આસામનાં ચાના બગીચાઓમાં પણ તેમની સ્થિતિ એથી સારી નહેાતી. નાસીપાસ અને નિરુત્સાહિત થઈ ને ધણાઓએ તે બગીચા છાડીને પોતાને ગામ પાછા ફરવાની ઇચ્છા કરી પરંતુ વધારે જમીન ન હોવાથી ત્યાં આગળ કાઈ તેમના ભાવ પૂછે એમ નહેતું.