________________
સ્પેનની ક્રાંતિ
૧૪:૩
અધિકારો લઈ લેવામાં આવ્યા અને સારું સરખુ પેન્શન આપીને સંખ્યાબંધ લશ્કરી અમલદારને નિવૃત્ત કરવામાં આવ્યા. ૧૯૩૨ની સાલના જાન્યુઆરી માસમાં કૅટેલેનિયામાં અરાજકસધવાદીઓનું મોટું ખંડ થયું હતું પરંતુ સરકારે તેને દાબી દીધું હતું. એ વરસના પાછળના ભાગમાં નરમ ળના લેાકાએ ખંડ કર્યું હતું પણ તે નિષ્ફળ નીવડયુ હતું.
.
નવા પ્રજાસત્તાકે પેાતાના આરંભનાં વરસામાં કરેલી પ્રગતિ—ખાસ કરીને કેળવણીના ક્ષેત્રમાં ~~ પ્રશ ંસાપાત્ર છે. જમીનના પ્રશ્નના ઉકેલની દિશામાં તેમ જ મજૂરાની સ્થિતિ સુધારવાની બાબતમાં પણ થાડેાણા પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ જમીનને અંગેના સુધારાઓની ગતિ બહુ ધીમી હતી અને ખેડૂતવ તેનાથી અસંતુષ્ટ હતા. દરમ્યાન સ્થાપિત હિતેા અને પ્રત્યાધાતી દળે હજી પણ સુરક્ષિત સ્થિતિમાં છે અને પ્રજાસત્તાકને તે જોખમરૂપ બની રહ્યાં છે. ઉદારમતવાદી સરકાર તેમની સાથે હળવે હાથે કામ લઈ રહી છે. તાંધ :( નવેમ્બર ૧૯૩૮) :
૧૯૩૩ની સાલમાં સ્પેનમાં પ્રત્યાધાતી દળા બળવાન બન્યાં અને તે વરસે થયેલી ચૂંટણીમાં તેમને બહુમતી મળી. એને પરિણામે ત્યાં પ્રત્યાધાતી સરકાર સત્તા ઉપર આવી. એ સરકારે જમીનને અંગેના સુધારા બંધ કરી દીધા, ચર્ચીને મજબૂત બનાવ્યું અને આગળની સરકારે જે કઈ કર્યું હતું તે બધું ધોઈ નાખ્યું. આ બધાને પરિણામે, એ પ્રત્યાધાતી વલણના સામને કરવાને માટે ઉદ્દામદળામાં એકતા થવા પામી. ૧૯૭૪ની સાલમાં સ્પેનમાં ઠેરઠેર ખડે થયાં પરંતુ એ બધાં ખડાને શમાવી દેવામાં તેમ જ ઉદ્દામ દળાને દાખી દેવામાં સરકાર સફળ થઈ. પરંતુ ઉદ્દામ દળા ખળવાન અનતાં ગયાં અને તેમણે ઉદારમતવાદી ( લિબરલ ), સમાજવાદી, અરાજકવાદી તથા સામ્યવાદીઓના બનેલા પ્રજાપક્ષ સ્થાપ્યા. ૧૯૭૬ની સાલમાં કાર્ટેઝની ચૂંટણીમાં એ પ્રજાપક્ષને વિજય થયા અને નવી સરકાર સ્થાપવામાં આવી. એ સરકાર જમીનના પ્રશ્નના ઉકેલ કરવાનાં તેમ જ ચર્ચના ખળ ઉપર અંકુશ મૂકવાનાં સબળ પગલાં ભરશે અને આગળની સરકારની પેઠે સ્થાપિત હક્કો તરફ તે નરમાશ નહિ બતાવે એવી લાગણી સત્ર પ્રવર્તતી હતી. આથી કરીને ઘણુ વધવા પામ્યું અને પ્રત્યાધાતી ખળાએ હુમલા કરવાનું નક્કી કર્યું. તેમને મુસેાલિની તથા નાઝીવાદી જર્મની તરફથી ટેકા મળ્યા. ૧૯૩૬ના જુલાઈ માસમાં મૂર લશ્કરની મદદથી જનરલ ફ્રાંકાએ મારાક્કોમાં બળવા પાકાર્યોં. એ મૂર લશ્કરને સ્પેનના તાબા નીચેના મારકકાને સ્વતંત્ર કરવાનું તેણે વચન આપ્યું હતું. લશ્કરી અમલદારો તથા મોટા ભાગનું લશ્કર ક્રાંકાના પક્ષમાં હતું. અને સરકાર તે અરક્ષિત અને અસહાય હાય