________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન શકશે નહિ, વાણિયે પણ તેમને પછી વધારે નાણાં ધીરવાની ના પાડશે તથા જમીનદાર પણ ભારે હાડમારીમાં આવી પડશે. સડે તથા અસ્થિરતાનાં ત એ વ્યવસ્થામાં જ રહેલાં સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. હમણાં દેશભરમાં પેદા થયેલી ખેડૂતોની મુશ્કેલીઓ ઉપરથી લાગે છે કે એ વ્યવસ્થા હવે ભાંગવા લાગી છે અને તે લાંબો વખત ટકી શકે એમ નથી.
મને લાગે છે કે આગળના પત્રમાં મેં જે કહ્યું હતું તેનું તે જ જરા જુદી રીતે ફરીથી હું આ પત્રમાં કહી રહ્યો છું. પરંતુ આગળ તરી આવતા મધ્યમ વર્ગના મૂઠીભર લેકે નહિ પણ કરડે દુઃખી ખેડૂતે એ હિંદ છે એ વસ્તુ તું બરાબર સમજે એમ હું ઈચ્છું છું.
જમીન વિનાના થયેલા અકિંચન મજૂરના મોટા વર્ગની હસ્તીએ મેટાં કારખાનાંઓને આરંભ સુગમ કરી આપે. મજૂરી લઈને કામ કરવાને તૈયાર હેય એવા લેકે પૂરતી સંખ્યામાં (ના, જોઈએ તેના કરતાં વધારે સંખ્યામાં) હેય તે જ આવાં કારખાનાં ચલાવી શકાય. જેની પાસે જમીનને નાને સરખે ટુકડો પણ હોય તે તેને છોડવા માગતા નથી. આથી, કારખાના પદ્ધતિને માટે જમીન વિનાના બેકારોની મેટી સંખ્યા જરૂરી હોય છે. અને એવા લોકોની સંખ્યા જેટલી વધારે તેટલું કારખાના માલિકને મજૂરીના દર ઘટાડવાનું તેમ જ તેમને કાબૂમાં રાખવાનું સુગમ થઈ પડે છે..
એ જ અરસામાં હિંદમાં ધીમે ધીમે ન મધ્યમ વર્ગ ઊભો થયો અને તેણે રોકાણ કરવા માટે થોડી મૂડી એકઠી કરી. મને લાગે છે કે આ વસ્તુ હું તને આગળ કહી ચૂક્યો છું. આમ, અહીં નાણાં હતાં અને મજૂરો હતા એટલે એને પરિણામે કારખાનાંઓ આવ્યાં. પરંતુ હિંદમાં રોકવામાં આવેલી મોટા ભાગની મૂડી પરદેશી (બ્રિટિશ) મૂડી હતી. બ્રિટિશ સરકારે આ કારખાનાઓને ઉત્તેજન આપ્યું નહિ. ઈંગ્લેંડને કાચે માલ પૂરો પાડે તથા તેને તૈયાર માલ વાપરે એ હિંદને પૂરેપૂરે ખેતીપ્રધાન દેશ રાખવાની તેની નીતિથી એ કારખાનાઓ વિરુદ્ધ જતાં હતાં. પરંતુ મેં ઉપર દર્શાવ્યું તે મુજબ પરિસ્થિતિ એવી હતી કે પ્રચંડ યંત્ર દ્વારા ઉત્પાદન થવા માંડે જ અને બ્રિટિશ સરકાર એમ થતું સહેલાઈથી અટકાવી શકે એમ નહતું. આમ, સરકારની નાપસંદગી છતાંયે હિંદમાં કારખાનાં વધવા લાગ્યાં. હિંદમાં આવતાં યંત્ર ઉપર નાખવામાં આવેલે કર એ આ નાપસંદગી દર્શાવવાની એક રીત હતી; બીજી રીત મુલ્કી જકાત નાખવાની હતી. આ રીતે હિંદની સુતરાઉ મિલમાં ઉત્પન્ન થતા માલ ઉપર ખરેખાત કર નાખવામાં આવ્યું.
જમશેદજી નસરવાનજી તાતા આરંભકાળને સૌથી મોટો ઉદ્યોગપતિ હતું. તેણે ઘણું ઉદ્યોગ શરૂ કર્યા. બિહારમાં સાચી આગળને લેખંડનો ઉદ્યોગ એ સૌમાં મેટામાં મોટે છે. ૧૯૦૭ની સાલમાં એને આરંભ કરવામાં