________________
મહાયુદ્ધને ટાંકણે હિંદ આવ્યું હતું અને ૧૯૧૨ની સાલમાં એનું કાર્ય શરૂ થયું. લેખંડને ઉદ્યોગ જેને “પાયાના” ઉદ્યોગો કહેવામાં આવે છે તેમાંનું એક છે. આજકાલ લેખંડ ઉપર એટલી બધી વસ્તુઓને આધાર છે કે, લખંડના ઉદ્યોગ વિનાના દેશને મોટે ભાગે બીજા દેશને આશરે રહેવું પડે છે. તાતાનું ખંડનું કારખાનું એ એક જબરદસ્ત વસ્તુ છે. સાંચીનું ગામ આજે જમશેદનગર શહેર બની ગયું છે અને તેનાથી થોડે દૂર આવેલું રેલવે સ્ટેશન તાતાનગર કહેવાય છે. લેઢાનાં કારખાનાઓ, ખાસ કરીને યુદ્ધ કાળમાં બહુ જ કીમતી હોય છે. કેમ કે તે યુદ્ધને સરંજામ તથા દારૂગોળ બનાવી શકે છે. મહાયુદ્ધ શરૂ થયું ત્યારે તાતાનું કારખાનું ચાલુ થઈ ગયું હતું એ હિંદની બ્રિટિશ સરકારને માટે એક સુભાગ્યની વાત હતી.
હિંદનાં કારખાનાંઓમાં મજૂરોની સ્થિતિ બહુ જ ખરાબ હતી. તે ૧૯મી સદીના આરંભકાળનાં બ્રિટિશ કારખાનાઓ માંહેની સ્થિતિને મળતી હતી. જમીન વિનાના બેકાર લેકોની મોટી સંખ્યાને કારણે મજૂરીના દરે બહુ ઓછા હતા અને કામના કલાકે ઘણું વધારે હતા. ૧૯૧૧ની સાલમાં હિંદનાં કારખાનાંઓને લગતા પહેલવહેલે સર્વસામાન્ય કાયદો પસાર કરવામાં આવ્યું. એ કાયદાએ પણ પુરુષોને માટે કામના બાર અને બાળકોને માટે છ કલાકે ઠરાવ્યા.
આ કારખાનાંઓ જમીન વિનાના બધા જ મજૂરને સંઘરી ન શક્યાં. એમાંના સંખ્યાબંધ લેકે આસામના તેમ જ હિંદના બીજા ભાગના ચાના અને બીજા બગીચાઓમાં ગયા. એ બગીચાઓમાં તેઓ જે સ્થિતિમાં કામ કરતા હતા તેણે તેઓ ત્યાં આગળ હતા તે સમય પૂરતા તે તેમને તેઓને કામ આપનારના ગુલામ બનાવી દીધા.
હિંદની ગરીબાઈમાં સપડાયેલા ૨૦ લાખ કરતા વધારે મજૂરે પરદેશમાં ચાલ્યા ગયા. તેમાંના ઘણાખરા સિલેન તથા મલાયાના બગીચાઓમાં ગયા. ઘણું મેરીસ (હિંદી મહાસાગરમાં માડાગાસ્કરથી દૂર એ આવેલ છે.) ત્રિનીદાદ, (એ દક્ષિણ અમેરિકાની બરાબર ઉત્તરે આવેલ છે.) અને ફીજી (ઓસ્ટ્રેલિયા નજીક આવેલું છે.) વગેરે ટાપુઓમાં તેમ જ દક્ષિણ આફ્રિકા, પૂર્વ આફ્રિકા, અને બ્રિટિશ ગિયાના (દક્ષિણ અમેરિકામાં) વગેરે દેશમાં ગયા. આમાંનાં ઘણાંખરાં સ્થાનોમાં તેઓ “ગિરમીટિયા” મજૂરે તરીકે ગયા એટલે કે તેમની દશા લગભગ ગુલામેના જેવી હતી. “ગિરમીટ’ એ એ મજૂર સાથે કરવામાં આવેલા કરારનું ખત હતું અને એ મુજબ તેઓ તેમને કામ આપનાર શેઠના ગુલામે હતા. આ ગિરમીટિયા પદ્ધતિના અનેક ભયંકર હેવાલ – ખાસ કરીને ફીજીમાંથી – હિંદુસ્તાન પહોંચ્યા. એથી કરીને અહીંયાં તેની સામે હિલચાલ થઈ અને તે પદ્ધતિ રદ કરવામાં આવી.