________________
મહાયુદ્ધને ટાંકણે હિંદ તેમ જ જમીન માટે નિરંતર નવા લેકે આવતા રહેતા હતા તેમના દબાણને લીધે ગ્રામપ્રદેશોમાં જમીન વિનાના મજૂરેને એક મોટો વર્ગ ઊભો થયે. અને હું તને આગળ કહી ગયું છું તેમ ત્યાં આગળ સંખ્યાબંધ ભીષણ દુકાળ પડ્યા.
જમીન વિનાને થઈ પડેલે આ મોટો વર્ગ ખેડવા માટે જમીન મેળવવા હવાતિયાં મારતો હતો પરંતુ એ બધાને મળી રહે એટલી જમીન હતી જ નહિ, જમીનદારી પ્રદેશમાં જમીનની ગણોત વધારીને જમીનની આ માગને જમીનદારેએ લાભ લીધે. ગણોતિયા ખેડૂતના રક્ષણને અર્થે કરવામાં આવેલા ગણોત અંગેના કેટલાક કાયદાઓ એકાએક અમુક ટકાથી વધારે ગણેત વધારવાની મનાઈ કરતા હતા. પરંતુ, જમીનદારે અનેક રીતે એને પહોંચી વળ્યા અને અનેક પ્રકારના ગેરકાયદે લાગાએ વસૂલ કરવામાં આવતા. એક વાર મને કહેવામાં આવ્યું હતું કે અયોધ્યાની એક તાલુકદારીમાં આવા પ્રકારના પચાસ કરતાંયે વધારે ગેરકાયદે લાગા વસૂલ કરવામાં આવતા હતા. નજરાણું એ એમને મુખ્ય લાગો હતો. શરૂઆતમાં જ, ગણેત ઉપરાંત ગણોતિયાને જે રકમ ધરાવવી પડતી તેને નજરાણું કહેવામાં આવતું. ગરીબ બિચારા ગણોતિયાઓ અનેક પ્રકારના આવા લાગાઓ કેવી રીતે આપી શકે? ગામના શાહુકાર વાણિયા પાસેથી વ્યાજે કાઢીને જ તેઓ એમ કરી શકે એમ હતું. પાછાં ભરપાઈ કરવાની કશી શક્તિ કે સંભવ ન હોય એ સ્થિતિમાં નાણું વ્યાજે ઉપાડવાં એ મૂર્ખાઈ છે. પણ બિચારા ખેડૂતે કરવું શું? ક્યાંયે તેને આશાનું કિરણ દેખાતું નથી; ગમે તે ભોગે પણ ખેડવા માટે તેને જમીન જોઈતી હોય છે. અને આવી આશાશૂન્ય સ્થિતિમાં પણ, કદાચ નસીબ ઊઘડી જશે એવી આશા તે સેવ્યા કરે છે. આનું પરિણામ એ આવે છે કે, નાણું વ્યાજે ઉપાડવા છતાંયે ઘણું વાર તે જમીનદારના લાગા ભરી શકતો નથી અને તેને જમીન ઉપરથી કાઢી મૂકવામાં આવે છે. આ રીતે તે ફરી પાછે જમીન વિનાના મજૂરોના વર્ગમાં જોડાય છે.
જમીનની માલિકી ધરાવનાર ખેડૂત અને ગતિ એ બંને તથા જમીન વિનાના કેટલાયે મજૂર વાણિયાના ભોગ બને છે. તેમના દેવામાંથી તેઓ કદી બહાર નીકળી શક્તા જ નથી. જ્યારે તેઓ કંઈક કમાય છે ત્યારે તે થોડું ભરપાઈ કરે છે, પણ વ્યાજ એ બધું હઈયાં કરી જાય છે અને જાનું દેવું તો તેનું તે રહે છે. વાણિયાને તેમનું લેહી ચૂસતે રેકનાર નહિ જેવા જ અંકુશ છે. એટલે વાસ્તવમાં તે તેના સર્ફ અથવા દાસ બની જાય છે. ગરીબ ગણોતિયો તે બેવડે દાસ છે–જમીનદારને તેમ જ વાણિયાને.
એ દેખીતું છે કે આવી સ્થિતિ લાંબો કાળ ટકી શકે નહિ. પછી એક સમય એવો આવશે કે ખેડૂતો તેમની પાસેથી નીકળતું એક માગણું આપી