________________
૧૪૮૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન ધારતા હતા કે એ પછી ચેકલેવાકિયા ઉપર ચડાઈ કરવામાં આવશે અને એની શરૂઆત તરીકે નાઝીઓના કાવાદાવા તથા સરહદના જિલ્લાઓમાં મુશ્કેલીઓ ઊભી કરવાના પ્રયાસે ફાસિસ્ટની હમેશની રીત મુજબ શરૂ થઈ ગયા.
ચેકોસ્લોવાકિયાના સુડેટન પ્રદેશમાં એટલે કે પ્રાચીન સમયના બોહેમિયામાં જર્મન ભાષા બોલનારા લેકો વસતા હતા. ઓસ્ટ્રિયા-હંગરીના સામ્રાજ્યમાં તેમનું પ્રભુત્વ હતું. ચેક રાજ્ય માટે તેમને સમભાવ નહોતો અને તેની સામે તેમની કેટલીક ફરિયાદો હતી અને તે વાજબી પણ હતી. તેમને અમુક પ્રમાણમાં સ્વયંશાસન જોઈતું હતું, જર્મની સાથે જોડાઈ જવાની તેમની જરા પણ ઇચ્છા નહોતી. વળી તેમનામાં એવા ઘણું જર્મને હતા જેઓ નાઝીઓના અમલની સંપૂર્ણપણે વિરુદ્ધ હતા. બોહેમિયા પહેલાં કદીયે જર્મનીને એક ભાગ નહોતું. ઑસ્ટ્રિયા લુપ્ત થયા પછી હિટલર ચેક લેવાકિયા ઉપર ચડાઈ કરશે એમ ધારવામાં આવતું હતું અને એ સંભવિતતાના ડરના માર્યા અને પિતાની જાતને સુરક્ષિત બનાવવાને ખાતર સંખ્યાબંધ લેકે સ્થાનિક નાઝી પક્ષમાં જોડાયા.
આંતરરાષ્ટ્રીય દષ્ટિએ કેવાકિયાની સ્થિતિ મજબૂત હતી. તે ઉદ્યોગમાં ઘણો આગળ વધે દેશ હતું તેમ જ તે સુસંગઠિત હતો અને તેની પાસે બળવાન અને કુશળ સૈન્ય હતું. ક્રાંસ તથા સેવિયેટ રાજ્ય સાથે તે મૈત્રીના કરારોથી જોડાયેલું હતું અને ઝઘડાને પ્રસંગે ઈંગ્લડ પણ તેને પડખે રહેશે એવું ધારવામાં આવતું હતું. મધ્ય યુરેપમાં તે એક માત્ર લેકશાહી રાજ્ય બાકી રહ્યું હતું તેથી અમેરિકા સહિત આખી દુનિયાના લેકશાસનવાદીઓની તેના પ્રત્યે સહાનુભૂતિ હતી. લેકશાહી બળોએ એકસંપથી કામ કર્યું હોત તે યુદ્ધને પ્રસંગે ફાસિસ્ટ સત્તાઓને પરાજ્ય થાત એમાં લેશ પણ શંકા નથી.
સુડેટન લઘુમતીને પ્રશ્ન ઊભું કરવામાં આવ્યો હતો અને તેમની ફરિયાદ દૂર કરવામાં આવે એ વાજબી હતું, પરંતુ મધ્ય યુરેપની કોઈ પણ લઘુમતી કરતાં ચેકોસ્લોવાકિયાની લઘુમતી પ્રત્યે ઘણું સારો વર્તાવ રાખવામાં આવતું હતું એ હકીકત નિર્વિવાદ હતી. ખરે પ્રશ્ન લઘુમતીને નહોતે. સાચી વાત તે એ છે કે, આખાયે દક્ષિણ-પૂર્વ યુરોપ ઉપર હિટલરને પિતાનું પ્રભુત્વ જમાવવું હતું અને હિંસા તથા હિંસાની ધમકી દ્વારા તેને પિતાનું ધાર્યું કરાવવું હતું.
લઘુમતીના પ્રશ્નને ઉકેલ લાવવા માટે એક સરકારે પિતાનાથી બનતું બધું કર્યું અને તેની લગભગ બધીયે માગણીઓને સ્વીકાર કર્યો. પરંતુ એક માગણીને સ્વીકાર થયે કે બીજી અને વધારે વ્યાપક તથા રાજ્યની હસ્તી સુધ્ધાં જોખમમાં આવી પડે એવી દુરગામી માગણીઓ થતી ગઈ. તેના પડખામાં શૂળ સમાન થઈ પડેલા આ લેકશાહી રાજ્યને અંત આણવાનો