________________
૧૪૯૪ : જગતના ઇતિહાસનું રેખાદર્શન
ઢામ : મધ્ય પૂર્વના દેશોમાં ‘ઇસ્લામના પ્રાણદાયી જેમને કમાલ પાશાએ ન ઝોક આપે. તેણે નવો પિશાક ધારણ કર્યો અને પિતાનું મધ્યયુગી માસ તજી દઈને આધુનિક જગતની હરોળમાં આવીને ઊભો. મધ્ય પૂર્વના ઇસ્લામી દેશે ઉપર કમાલ પાશાના દષ્ટાંતની ભારે અસર થવા પામી અને ત્યાં આગળ ધર્મના નહિ પણ રાષ્ટ્રીયતાના પાયા ઉપર રચાયેલાં આધુનિક રાજ્ય ઊભાં થયાં. હિંદ જેવા દેશોમાં એ અસર હજી એટલા પ્રમાણમાં થઈ નથી. ત્યાંની બીજી વસ્તીઓની પેઠે હિંદની મુસ્લીમ વસ્તી સામ્રાજ્યવાદી આધિપત્ય નીચે પરાધીન છે.
સંઘર્ષના વમઢમાં સપડાયેલું ગીત : યુરોપ અને પ્રશાંત મહાસાગર એ આજના સંઘર્ષનાં બે મોટાં ક્ષેત્રે છે. એ બંને મોટા પ્રદેશોમાં ઉગ્ર પ્રકારને ફાસીવાદ લેકશાહી તથા સ્વતંત્રતાને કચરીને દુનિયા ઉપર પિતાનું પ્રભુત્વ જમાવવા માગે છે. એક પ્રકારનો ફાસીવાદી આંતરરાષ્ટ્રીય સંઘ ઊભો થયો છે. એ સંધ વિધિપૂર્વક જાહેર કર્યા વિનાની પણ ખુલ્લે ખુલ્લી લડાઈએ લડે છે. એટલું જ નહિ પણ વચ્ચે પડવાનાં પિતાને મોકો મળે એટલા માટે જુદા જુદા દેશોમાં તે હમેશાં કાવતરાંઓ રચે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરે છે. યુદ્ધ અને હિંસાનાં છડેચક ગુણગાન કરવામાં આવે છે અને ઘણું જ મોટા પાયા ઉપર જૂઠે પ્રચાર ચલાવવામાં આવે છે. જે કે આંતરરાષ્ટ્રીય સામ્યવાદે ક્યાંયે આક્રમણકારી વલણ દાખવ્યું નથી. તથા ઘણાં વરસેથી તે જગવ્યાપી શાંતિ અને લેકશાહીને પક્ષ કરતે આવ્યો છે, તે છતાંયે સામ્યવાદ-વિરોધી પિકારના ઓઠા નીચે એ ફાસીવાદી સંઘ પિતાની સામ્રાજ્યવાદી જનાઓ આગળ ધપાવ્યે જાય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં નાઝીઓનાં કાવતરાં થયાં હતાં તથા તેમના ઉપર કામ ચલાવવામાં આવ્યું હતું. ૧૯૩૭ની સાલમાં પ્રજાસત્તાકની સામેનું કાવતરું ખોળી કાઢવામાં આવ્યું હતું. એ કાવતરું કેગેલાર્ડ અથવા બુરખાવાળા નામથી ઓળખાતા લેકએ રચ્યું હતું અને તેમને જર્મની તથા ઈટાલી તરફથી શસ્ત્રોની મદદ મળી હતી. એ લેકે એ
બના અત્યાચાર કર્યા હતા તેમ જ ખૂને પણ ક્યાં હતાં. ઇંગ્લંડમાં લાગવગ ધરાવતા લેકે તેની વિદેશનીતિ ફાસિસ્ટ દિશામાં વાળી રહ્યા છે
આ આંતરરાષ્ટ્રીય ફાસીવાદ ઉગ્રમાં ઉગ્ર સ્વરૂપને સામ્રાજ્યવાદ છે એટલું જ નહિ પણ મધ્યયુગના સમયની પેઠે તેણે ધાર્મિક અને જાતિ જાતિ વચ્ચેના ઝઘડાઓ પેદા કર્યા છે. જર્મનીમાં કૅથલિક ચર્ચ તેમ જ ટૅટેસ્ટ એ બંનેને દાબી દેવામાં આવે છે. વળી જર્મનીમાં તેમ જ પાછળના વખતમાં ઈટાલીમાં પણ જાતિના ખ્યાલનાં ભારે ગુણગાન કરવામાં આવે છે અને ઈતિહાસમાં જેને જેટે જડે નહિ એવા વૈજ્ઞાનિક ઝનૂનથી અને ઠંડે કલેજે યહૂદીઓ તેમ જ તેમની જાતિમાં ઊતરી આવેલા લોકોનું નિકંદન કાઢવામાં