________________
૯૫૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન ગુલામ-ગૃહમાં રાખતા અને ત્યાં આગળ તેમને સખત તાલીમ આપતા. અલબત, આ નાના છોકરાઓ મોટી ઉંમરના થતાં મુસલમાન થઈ જતા.
સુલતાનને પણ આ પદ્ધતિ લાગુ પડતી હતી. તે સામાન્ય રીતે થાય છે તે પ્રમાણે લગ્ન કરતે નહિ. કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલી ગુલામ છોકરીઓ તેના ગૃહમાં મોકલવામાં આવતી અને એ છોકરીઓ તેનાં બાળકેની માતાઓ થતી. આમ, ૧૮મી સદીના આરંભના સમય સુધીના બધા ઉસ્માની સુલતાનો ગુલામ માતાના પુત્ર હતા. અને ગુલામ-ગૃહના બીજા કોઈ પણ સભ્યના જેવી જ સખત તાલીમ અને કડક શિસ્તમાંથી તેમને પણ પસાર થવું પડતું.
ગુલામેની કાળજીપૂર્વક પસંદગી કરવામાં તથા સુલતાનથી માંડીને તેની નીચેના બીજા બધાઓને તેમને બજાવવાનાં ખાસ કાર્યો માટેની આપવામાં આવતી તાલીમ તથા શિસ્તમાં અમુક પ્રકારની શાસ્ત્રીયતા હતી. એને લીધે અમુક અમુક ક્ષેત્રમાં અમુક પ્રમાણમાં કાર્યદક્ષતા સાધી શકાઈ એમાં શંકા નથી. વળી નવા ગુલામમાંથી નિરંતર નવું લેહી આવતું રહેતું હતું. આથી વંશપરંપરાગત શાસક વર્ગ ઊભું થવા ન પામે. આરંભકાળમાં સામ્રાજ્યનું જે સામર્થ્ય હતું તે આ પદ્ધતિને આભારી હતું એમ લાગે છે. પરંતુ એ પદ્ધતિ યુરોપ કે એશિયાની પરિસ્થિતિ સાથે બિલકુલ બંધ બેસતી નહોતી. યૂડલ વ્યવસ્થાથી એ બિલકુલ ભિન્ન હતી અને ક્યૂડલ વ્યવસ્થાને ઠેકાણે યુરોપમાં જે બીજી વ્યવસ્થા ઊભી થઈ રહી હતી તેનાથી તે એ એથી પણ વધારે ભિન્ન હતી. આ પદ્ધતિની હસ્તીને લીધે તેમ જ ઝાઝા વેપારજગારના અભાવની સ્થિતિમાં ત્યાં આગળ સાચે મધ્યમવર્ગ ઊભું ન થઈ શક્યો. વળી ૧૬મી સદીના ઉત્તરાર્ધ પછી એ પદ્ધતિ તેના અસલ શુદ્ધ સ્વરૂપમાં ચાલુ ન રહી શકી. એ પછી ગુલામ-ગૃહોમાં વંશપરંપરાગતતાનું તત્ત્વ દાખલ થયું. હવે એ ગુલામ-ગૃહના સભ્યના પુત્રે ત્યાં રહી શક્તા હતા તેમ જ તેમના પિતાઓના કાર્યમાં તેઓ પણ પડતા હતા. બીજી અનેક બાબતમાં પણ એ પદ્ધતિમાં શિથિલતા આવી હતી. પરંતુ એની પૂર્વભૂમિકા તે ચાલુ જ રહી અને એને કારણે યુરેપ સાથેના તેના સદીઓ જૂના ગાઢ સંબંધ છતાંયે તુક તેનાથી બિલકુલ ભિન્ન અને ત્યાં આગળ એક પરાયા જેવું રહ્યું. તુર્કીના પિતાના મુલકમાં વસતી ભિન્ન ભિન્ન વિદેશી પ્રજાઓ પણ એકબીજથી સંપૂર્ણપણે અળગી રહી. તેમના કાયદાઓ પણ જુદા હતા, તેમના સમૂહે પણ જુદા હતા.
તુર્કોની આ પુરાણું અને અસાધારણ પદ્ધતિ વિષે મેં આટલું બધું કહ્યું તેનું કારણ એ છે કે તે એક અજોડ પદ્ધતિ હતી અને ઉસ્માની સામ્રાજ્યના ઘડતરમાં તેણે સારે ફાળો આપે હતે. અલબત્ત, આજે તે એ મોજૂદ નથી. આજે તે એ એક ઐતિહાસિક વસ્તુ બની ગઈ છે.