________________
* તુકી “યુરેપને બીમાર પુરુષ' બને છે પણ તુને છેલ્લાં ૨૦૦ વરસને ઈતિહાસ એ નિરંતર આગળ વધતા જતા રશિયને સામે તથા તેના તાબા નીચેની પ્રજાઓના બળવાઓ સામેની તેની લડતને ઇતિહાસ છે. ગ્રીસ, રૂમાનિયા, સર્બિયા, બર્ગેરિયા, મેન્ટેનેગ્રો અને બોસ્નિયા આ બધા બાલ્કન દ્વીપકલ્પના દેશ ઉસ્માની સામ્રાજ્યના ભાગે હતા. આપણે જોઈ ગયાં કે ઇંગ્લંડ, ફ્રાન્સ અને રશિયાની મદદથી ગ્રીસ ૧૮૨૦ની સાલમાં તેનાથી છૂટું પડી ગયું. રશિયા લાવ પ્રજાને દેશ છે. એ જ પ્રમાણે બાલકનમાં આવેલા બબ્બેરિયા અને સર્બિયા પણ સ્લાવ દેશો છે. આ સ્ત્રાવ પ્રજાઓના રક્ષક અને ખેરખાં દેખાવાને ઝારશાહી રશિયાએ પ્રયાસ કર્યો. રશિયાની સાચી મોહિની કન્ઝાન્ટિનોપલ માટેની હતી. અને સામ્રાજ્યની આ પ્રાચીન રાજધાની છેવટે હાથ કરવાની તેની બધીયે મુત્સદ્દીગીરીની નેમ હતી. ઝાર પિતાને બાઈઝેન્ટાઇન સમ્રાટને વારસ લેખતે હતે. ૧૭૩૦ની સાલમાં રશિયા અને તુકી વચ્ચેના વિગ્રહોની શરૂઆત થઈ અને વચ્ચે વચ્ચે સુલેહના ગાળાઓ પછી ૧૭૬૮, ૧૭૯૨, ૧૮૦૭, ૧૮૨૮ અને ૧૮૭૭ની સાલમાં તેમની વચ્ચે યુદ્ધો થયાં. તેમની વચ્ચેને છેલ્લે વિગ્રહ ૧૯૧૪ની સાલમાં થયો. ૧૭૭૪ની સાલમાં રશિયાએ તુક પાસેથી ક્રીમિયા લીધું. અને એ રીતે તેમની સરહદ કાળા સમુદ્ર સુધી પહોંચી. પરંતુ આ ઝાઝું ફાયદાકારક નહતું કેમ કે કાળો સમુદ્ર એ એક શીશીના આકારને છે અને એ શીશીની ડેક ઉપર કૉસ્માન્ટિનોપલ આવેલું છે. ૧૭૯૨ અને ૧૮૦૭ની સાલમાં રશિયાની સરહદ કૉન્સ્ટાન્ટિનોપલ તરફ આગળ વધતી ગઈ અને તુકની સરહદ પાછળ ખસતી ગઈ. ગ્રીસના સ્વાતંત્ર્ય યુદ્ધ વખતે જ્યારે તુર્કો બીજે પૂરેપૂરા રેકાયેલા હતા ત્યારે તેમના ઉપર હુમલે કરીને ઝારે એ તકનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જે ઈગ્લેંડ અને ઔસ્ટ્રિયા વચ્ચે ન પડ્યાં હતા તે તે કન્ઝાન્ટિનોપલ કબજે કરત.
પણ ઓસ્ટ્રિયા તથા ઇંગ્લંડે તુકને રશિયાથી કેમ બચાવી લીધું? તુક માટેના પ્રેમને ખાતર નહિ પણ રશિયાના ડર તથા તેની સાથેની હરીફાઈને કારણે તેમણે એમ કર્યું હતું. એશિયા તેમ જ બીજી જગ્યાઓ આગળની ઈંગ્લંડ તથા રશિયા વચ્ચેની પરંપરાગત હરીફાઈ વિષે હું તને આગળ કહી ગયે છું. ખાસ કરીને હિંદના કબજાએ અંગ્રેજોને છેક રશિયાની સરહદ સુધી લાવી મૂક્યા હતા. અને ઝારશાહી રશિયા હિંદની બાબતમાં શું કરશે એની નિરંતર ભડક તેમના મનમાં રહ્યા કરતી હતી. આથી રશિયાની બાજી ઊંધી વાળવી તેમ જ તેને વધારે બળવાન થતું અટકાવવું એ અંગ્રેજોની નીતિ હતી. કોન્સ્ટોન્ટિનેપલના કબજાથી રશિયાને ભૂમધ્યસમુદ્ર ઉપરનું સુંદર બંદર મળી જાત અને હિંદ જવાના માર્ગની નજીકમાં તે પિતાને નૌકાકાફલે રાખી શકત. એ તે ભારે જોખમકારક ગણાય એટલે ઇંગ્લડે વારંવાર રશિયાને તુકને કચરી નાખતાં રહ્યું. રશિયાને દૂર રાખવામાં ઑસ્ટ્રિયાને પણ સ્વાથ