________________
૯૬૦
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
હતા. આજે તો ઑસ્ટ્રિયા એક નાનકડા દેશ છે પણ થાડાં વરસ અગાઉ બાલ્કન સુધી વિસ્તરેલું તે મેટું સામ્રાજ્ય હતું. અને જ્યારે તુર્કીનું સામ્રાજ્ય ભાંગી પડે ત્યારે ખુદ બાલ્કનમાં આવેલા દેશામાંથી તે માટે હિસ્સા પડાવવા માગતું હતું. એટલે એને પણ રશિયાને ત્યાંથી દૂર રાખવાની જરૂર હતી.
*
હતું કે,
-
છે.
બિચારા તુર્કીની દશા બહુ જ ખરાબ હતી. આ બળવાન પાડાશીએ તેની આસપાસ આવેલા હતા અને જેથી કરીને તેના ઉપર તૂટી પડી તેના ટુકડેટુકડા કરી શકાય એવું કંઈક ત્યાં બનવાની રાહ તે જોયા કરતા હતા. ૧૮૫૭ની સાલમાં રશિયાના ઝારે તુર્કીની બાબતમાં બ્રિટિશ એલચીને કહ્યુ આપણા હાથમાં એક બીમાર - અતિશય ખીમાર પુરુષ પડેલા એમ પણ બને કે આપણા હાથમાં જ તે અચાનક મરણ પામે.” તેનું આ વાક્ય મશહૂર બની ગયું. તુર્કી હવે પછી ‘ યુરાપના ખીમાર પુરુષ ’ બન્યું. પરંતુ એ ખીમાર પુરુષે મરતાં મરતાં સારી પેઠે લાંખા વખત લીધો ! એ જ વરસમાં એટલે કે ૧૮૫૩ની સાલમાં ઝારે તેને અંત લાવવાન બીજો એક પ્રયત્ન કર્યાં. એને પરિણામે ક્રીમિયન વિગ્રહ થયા. એમાં ઇંગ્લેંડ તથા ફ્રાંસે રશિયાને આગળ વધતું અટકાવ્યું. ૨૦ વરસ પછી ૧૮૭૭ની સાલમાં ઝારે તુ` ઉપર ફરીથી હુમલો કર્યાં, અને તેને હરાવ્યું. પરંતુ વિદેશી સત્તાઓએ વચ્ચે પડીને તુર્કીને ફરીથી કઈક અંશે બચાવ્યું — કઈ નહિ । કૅન્સ્ટાન્તિનેપલને રશિયાના હાથમાં જતું બચાવ્યું. ૧૮૭૮ની સાલમાં તુનું ભાવિ નક્કી કરવાને બર્લિનમાં એક મશહૂર આંતરરાષ્ટ્રીય પરિષદ ભરાઈ. તેમાં બિસ્માર્ક, ડિઝરાયલી તથા યુરોપના ખીજા આગળ પડતા રાજદ્વારી પુરુષોએ ભાગ લીધા હતા. તેમણે પરસ્પર એકબીજાને ધમકી આપી અને એક્બીજાની સામે કાવાદાવા તથા ખટપટો કરી. ઇંગ્લંડ રશિયા સામે યુદ્ધ જાહેર કરવાની તૈયારીમાં હતું ત્યાં રશિયાએ નમતું જોખ્યું. પછી બર્લિનની સંધિ થઈ. એ સ ંધિને પરિણામે બલ્ગેરિયા, સર્બિયા, રૂમાનિયા અને માન્ટેનેગ્રા વગેરે બાલ્કન દેશ સ્વતંત્ર થયા. ઑસ્ટ્રિયાએ ખાસ્નિયા તથા મેં ગાવિનાના કબજો લીધે. (જો કે સિદ્ધાંતની દૃષ્ટિએ તે તે તુર્કીના આધિપત્ય નીચે રહ્યાં. ) કંઈક અંશે તેને પક્ષ કરવા માટે અંગ્રેજોએ એક પ્રકારના કમિશન તરીકે તુર્કી પાસેથી સાઈપ્રસના ટાપુ લીધા.
-
રશિયા અને તુ વચ્ચે ખીજો વિગ્રહ એ પછી ૩૬ વરસ બાદ ૧૯૧૪ની સાલમાં મહાયુદ્ધના એક ભાગ તરીકે થયા.
દરમ્યાન તુર્કીમાં સારી પેઠે ફેરફાર થવા લાગ્યા હતા. ૧૭૭૪ની સાલમાં રશિયાએ તેમને આપેલી સખત હારથી તુર્કા પહેલવહેલા ઝબક્યા તથા બાકીના યુરોપે તેમને ઘણા પાછળ પાડી દીધા છે એવી પ્રતીતિ તેમને થઈ. પેાતે લશ્કરી પ્રજા હોવાને કારણે, પોતાના સૈન્યને આધુનિક ઢબનું બનાવવું