________________
પાલમેન્ટની નિષ્ફળતા
૧૪૩૭ મહાયુદ્ધ પછીનાં આરંભનાં વરસમાં જે મજૂર ચળવળ ઉદ્દામ અને ક્રાંતિકારી હતી તે પછીથી નરમ કેમ બની ગઈ તથા હતાશ બનીને ગમે તેવી પરિસ્થિતિને તેણે કેમ વધાવી લીધી ? સહેજ પણ સામનો કર્યા વિના જર્મનીને સામાજિક લેકશાહીવાદી પક્ષ કેમ ભાંગી પડ્યો અને નિષ્ક્રિય બનીને નાઝી હુમલાઓથી છિન્નભિન્ન ગઈ ગયે ? ઈગ્લંડની મજૂર ચળવળ આટલી બધી નરમ અને પ્રત્યાઘાતી કેમ છે? અને અમેરિકાની મજૂર ચળવળ તે વળી એથીયે વિશેષ નરમ અને પ્રત્યાઘાતી કેમ છે? તેમની બિનઆવડત તથા મજૂરોના હિતને દગો દેવા માટે ઘણી વાર મજૂર આગેવાનોને દોષ દેવામાં આવે છે. ઘણું મજૂર આગેવાને એ રીતે દેષપાત્ર છે. એમાં શંકા નથી અને એમાંના કેટલાક લોકે દુશ્મન દળમાં ભળી જાય છે અને પિતાની અંગત મહત્ત્વાકાંક્ષા પાર પાડવા માટે તેઓ મજૂર ચળવળને વટાવે છે એ જોઈને ખરેખર દુઃખ થાય છે. દુર્ભાગ્યે તકસાધુપણું જીવનની પ્રવૃત્તિના હરેક ક્ષેત્રમાં જોવામાં આવે છે. પરંતુ અંગત લાભ મેળવવાને ખાતર લાખો દલિત અને દુઃખી લેકેની આકાંક્ષાઓ, આદર્શો તથા બલિદાનને વટાવી ખાનાર તકસાધુપણું એ માનવી છનનની એક સૌથી મોટી કરુણ ઘટના છે.
આગેવાને દેષ પાત્ર ભલે હોય પરંતુ આગેવાને પણ આખરે તે વર્તમાન પરિસ્થિતિની જ પેદાશ છે. સામાન્ય રીતે દેશને તેને ઘટે તેવા જ શાસક મળી રહે છે. તેમ જ કોઈ પણ ચળવળનેયે તેને યોગ્ય જ નેતાઓ મળી રહે છે. ઊંડા ઊતરીને જોતાં જણાશે કે આગેવાને પણ તેમના અનુયાયીઓની સાચી આકાંક્ષાઓ તથા કામનાઓ જ રજૂ કરતા હોય છે. સામ્રાજ્યવાદી દેશમાં ન તે મજૂર આગેવાને કે ન તેમના અનુયાયીઓ સમાજવાદને એક જીવનસિદ્ધાંત તરીકે લેખતા હતા તેમ જ તેઓ તેને તત્કાળ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માનતા નહોતા. તેમને સમાજવાદ મૂડીવાદી વ્યવસ્થા સાથે વધારે પડતે ગૂંચવાઈ ગયેલે તેમ જ તેની સાથે વધારે પડતે બંધાઈ ગયેલ હતા. વસાહતી દેશોના શેષણને પરિણામે થતા નફામાંથી તેમને થડે હિ મળતું હતું અને તેમના જીવનનું ઊંચું ધોરણ ટકી રહે એટલા માટે મૂડીવાદી વ્યવસ્થા ચાલુ રહે એમ તેઓ ઇચ્છતા હતા. સમાજવાદ એ દૂરને આદર્શ બની ગયે. તે આજે સિદ્ધ કરવાની નહિ પણ ભવિષ્યના એક પ્રકારના સ્વર્ગીય સ્વમાની વસ્તુ બની ગયે. પુરાણું સ્વર્ગના ખ્યાલની પેઠે સમાજવાદ એ મૂડીવાદને દાસ બની ગયે.
અને દેશ દેશના મજૂર પક્ષે, મજૂર મહાજન, સામાજિક સમાજવાદીઓ, બીજે આંતરરાષ્ટ્રીય મજૂરસંધ અને એવી બીજી સંસ્થાઓ સુધારાના નાના પ્રયાસમાં મશગૂલ થઈ ગયાં અને મૂડીવાદની આખીયે ઇમારત તેમણે જેમની તેમ રહેવા દીધી. તેમનામાંથી ધ્યેયનિષ્ઠા જતી રહી અને તે માત્ર