________________
Gr
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
ઝડપથી વધી ગઈ. તેનાં વહાણા આખી દુનિયામાં સત્ર જવા લાગ્યાં. તે એક મહાન રાષ્ટ્ર બની ગયું અને આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં પણ તેની વાત આદરપૂર્વક સંભળાવા લાગી. અને આમ છતાંયે આ ભારે પરિવર્તન પ્રજાના હૃદયના ઊ ́ાણમાં પ્રવેશ કરી શકયુ નહિ. એને કેવળ ઉપર ઉપરનું પરિવર્તન કહેવું એ પણ ખાટુ છે કેમકે વસ્તુસ્થિતિ એથી સાવ જુદી જ હતી. પરંતુ શાસકવર્ગનું દૃષ્ટિબિંદુ હજી કયૂલ જ રહ્યું અને તે ક્રાંતિકારી સુધારાઓ અને મેાબૂદ યૂડલ ક્વચ એ બંનેને સુમેળ સાધવા પ્રયાસ કરતા હતા. એમાં તેમને ઠીકઠીક સફળતા મળી હોય એમ જણાય છે.
"
આ ભારે પરિવર્તન કરનારા જાપાનના અમીર વર્ગના દીદી પુરુષો હતા. તેમને વડીલ રાજપુરુષો ' તરીકે એળખવામાં આવે છે. જાપાનમાં થયેલાં વિદેશી વિરોધી રમખાણો પછી પરદેશનાં લડાયક જહાજોએ જાપાનના કિનારા ઉપર તોપમારો ચલાવ્યા ત્યારે જાપાનીઓને પોતાની અસહાય દશાનું ભાન થયું અને તે અતિશય લજવાયા. એને માટે વિધાતાને દોષ દેવાને કે સંતાપ કરવાને બદલે એ પરાજય અને હિણપતમાંથી ખાધ લેવાને તેમણે નિશ્ચય કર્યાં. વડીલ રાજપુરુષોએ સુધારા માટેનો કાર્યક્રમ ઘડી કાઢ્યો અને તેને તે ચુસ્તપણે વળગી રહ્યા.
દાઈમ્યાની પુરાણી ક્યૂલ પ્રથા રદ કરવામાં આવી. સમ્રાટની રાજધાની ક્યોતાથી બદલીને જે શહેરમાં લાવવામાં આવી અને તેનું નામ ટાકિયા પાડવામાં આવ્યું. નવું રાજબંધારણ ઘડવામાં આવ્યું અને તેમાં બે ધારાગૃહની જોગવાઈ કરવામાં આવી. એમાંની નીચલી ધારાસભા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિએની બનેલી હતી અને ઉપલી ધારાસભા નિમાયેલા સભ્યાની બનેલી હતી. દેળવણી, કાયદા, ઉદ્યોગા અને સાચુ પૂછે તો ખીજી બધી બાબતે માં ફેરફારો કરવામાં આવ્યા. કારખાનાંઓ ઊભાં થયાં અને આધુનિક ઢબનું સૈન્ય તથા નૌકાકાફલો પણ તૈયાર કરવામાં આવ્યા. પરદેશમાંથી નિષ્ણાતોને ખેલાવવામાં આવ્યા તથા જાપાની વિદ્યાથી એને યુરોપ અને અમેરિકા મેાકલવામાં આવ્યા — ભૂતકાળમાં હિંદીઓએ કર્યુ હતું તેમ બૅરિસ્ટર થવા કે એવી બીજી કંઈક પદવી મેળવવા નહિ પણ વૈજ્ઞાનિક થવા અને યંત્રવિદ્યાના નિષ્ણાત બનવા.
સમ્રાટના નામથી આ બધું પેલા વડીલ રાજપુરુષોએ કર્યું. કેમકે ધારાસભા હોવા છતાંયે કાયદાની દૃષ્ટિએ સમ્રાટ જાપાનના સામ્રાજ્યના સર્વસત્તાધારી શાસક રહ્યો હતા. અને આ સુધારાની સાથે સાથે એ રાજપુરુષોએ સમ્રાટ-પૂજાના પથ પણ પ્રવર્તાવ્યેા. એ એક વિચિત્ર પ્રકારનું મિશ્રણ હતું : એક બાજુ કારખાનાં, આધુનિક ઉદ્યોગો તથા ધારાસભા દ્વારા ચાલતી સરકારના દેખાવ હતા, જ્યારે ખીજી બાજુ મધ્યયુગના સમયની દેવાંશી સમ્રાટની પૂજા હતી. થેાડા વખત માટે પણ આ બંને વસ્તુ એક સાથે કેવી રીતે