________________
૧૩૧૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન કાર્યમાં તેનું સઘળું લક્ષ કેન્દ્રિત થયેલું હતું. બીજા દેશોમાં પણ સામાજિક ક્રાંતિ થાય એવો સંભવ જણું નહોતું અને “જગવ્યાપી ક્રાંતિ ની કલ્પના તે વખત પૂરતી તે નષ્ટ થઈ ગઈ હતી. જો કે તેમનું શાસન મૂડીવાદી પદ્ધતિ અનુસાર ચાલતું હતું તે છતાંયે પૂર્વના દેશ તરફ રશિયાએ મિત્રતા અને સહકારની નીતિ ખીલવી હતી. રશિયા, તુર્કી, ઈરાન તથા અફઘાનિસ્તાન વચ્ચે પરસ્પર થયેલી સંધિ વિષે હું તને આગળ કહી ગયા છે. સામ્રાજ્યવાદી મહાન સત્તાઓને તેમને સર્વસાધારણુ ડર તથા અણગમે એ એ બધા દેશોને સાંકળનાર કડી હતી.
૧૯૨૧ની સાલમાં લેનિને શરૂ કરેલી નવી આર્થિક નીતિને આશય જમીન સમાજની સહિયારી માલિકીની બનાવવાની બાબતમાં મધ્યમ સ્થિતિના ખેડૂતને મનાવી લેવાનું હતું. રશિયાના ધનિક ખેડૂતને “કુલક” કહેવામાં આવે છે અને “કુલક' શબ્દને અર્થ “મુક્કો” એ થાય છે. એ કુલકોને ઉત્તેજન આપવામાં ન આવ્યું કેમ કે તેઓ નાના નાના મૂડીદાર જ હતા તથા જમીનને સહિયારી માલિકીની કરવાની પ્રક્રિયાનો તેઓ વિરોધ કરતા હતા. ગ્રામપ્રદેશોમાં વીજળીની ગોઠવણ કરવા માટેની પ્રચંડ યોજના પણ લેનિને શરૂ કરી અને વીજળી ઉત્પન્ન કરનારાં મોટાં મોટાં કારખાનાંઓ ઊભાં કરવામાં આવ્યાં. ખેડૂતેને અનેક રીતે સહાય કરવાને અર્થે તથા દેશના ઉદ્યોગીકરણ માટે માર્ગ તૈયાર કરવાને ખાતર વીજળીની આ વ્યાપક પેજના કરવામાં આવી હતી. પરંતુ એને પ્રધાન હેતુ તે ખેડૂત વર્ગમાં ઔદ્યોગિક માનસ પેદા કરીને તેમને પ્રેલિટેરિયટ એટલે કે, શહેરના મજૂરની વધુ સમીપ લાવવાને હતે. જેમનાં ગામે વીજળીના દીવાથી ઝળહળવા લાગ્યાં હતાં તથા જેમનું ખેતીનું ઘણુંખરું કામ વીજળીના બળથી થવા લાગ્યું હતું તે ખેડૂત જૂની ઘરેડે તથા વહેમોમાંથી બહાર નીકળવા લાગ્યા તેમ જ નવી દિશામાં વિચાર કરવા લાગ્યા. શહેર તથા ગામડાંઓનાં હિત વચ્ચે એટલે કે નગરવાસીઓ અને ખેડૂતોનાં હિતેની વચ્ચે હમેશાં ઘર્ષણ અથવા વિષેધ હોય છે. શહેરેને કામદાર ગામડાઓ તરફથી સોંઘું અનાજ તથા કાર્ચા માલ માગે છે અને કારખાનાંઓમાં પિતે પેદા કરેલા પાકા માલની ભારે કિંમત મેળવવાની અપેક્ષા રાખે છે; જ્યારે ખેડૂત ઓજાર તેમ જ શહેરનાં કારખાનાઓમાં પેદા થયેલે માલ સે માગે છે અને પિતે પેદા કરેલાં અનાજ તથા બીજા કાચા માલની ભારે કિંમત મેળવવાની અપેક્ષા રાખે છે. ચાર વરસ સુધી પ્રવર્તેલા લશ્કરી સામ્યવાદને પરિણામે રશિયામાં એ પ્રકારનું ઘર્ષણ અતિશય તીવ્ર બની ગયું હતું. મુખ્યત્વે કરીને એને કારણે તથા પરિસ્થિતિ કંઈક અંશે હળવી કરવાને અર્થે નવી આર્થિક નીતિને અમલ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને ખાનગી વેપાર કરવાની અનુકૂળતા આપવામાં આવી હતી.