________________
સમાજવાદી સેવિયેટનું સંયુક્ત રાજ્ય ૧૩૧૧ વીજળીને સાર્વત્રિક કરવાની યોજનાની બાબતમાં લેનિન અતિશય ઉત્સુક હતે. એને માટે તે હમેશાં એક સૂત્રનો ઉપયોગ કરે અને તે મશહૂર થવા પામ્યું હતું. તે કહેતો કે, “વીજળી વત્તા સોવિયેટ બરાબર સમાજવાદ.” લેનિનના મરણ પછી પણ વીજળીને ફેલાવો કરવાનું આ કાર્ય અતિશય વેગથી ચાલુ રાખવામાં આવ્યું. ખેડૂત ઉપર અસર કરવાની તથા ખેતીની પદ્ધતિ સુધારવાની બીજી રીત જમીન ખેડવાને તેમજ બીજા કામ માટે સંખ્યાબંધ ટ્રેક્ટરે દાખલ કરવાની હતી. એ બધાં ટ્રેકટરો અમેરિકાની ફેડ . કંપનીએ રશિયાને પૂરાં પાડ્યાં હતાં. દર વરસે લગભગ એક લાખ જેટલી મોટર ગાડીઓ ઉત્પન્ન થઈ શકે એવું પ્રચંડ કારખાનું ઊભું કરવા માટે સેવિયેટ રાજેયે ફેડ કંપની સાથે કોન્ટ્રાકટ પણ કર્યો. ખાસ કરીને ટ્રેક્ટરે ઉત્પન્ન કરવાને માટે એ કારખાનું ઊભું કરવામાં આવ્યું હતું.
કેરોસીન તથા પેટ્રેલનું ઉત્પાદન તથા તેમનું પરદેશમાં વેચાણ એ વિદેશી હિતે સાથે તેને અથડામણમાં લાવનાર સોવિયેટ રાજ્યની બીજી પ્રવૃત્તિ હતી. કેકેસસના આઝરબૈજન તથા જ્યોર્જિયાના પ્રદેશમાં તેલ અથવા કેરોસીન મેટા પ્રમાણમાં મળી આવે છે. ઘણું કરીને એ પ્રદેશ ઈરાન, ઇરાક તથા મોલ સુધી વિસ્તરેલા તેલના વિશાળ પ્રદેશને જ એક ભાગ છે. કાસ્પિયન સમુદ્ર ઉપર આવેલું બાકુ શહેર એ દક્ષિણ રશિયાનું તેલનું મોટું મથક છે. તેની બીજી મોટી મોટી કંપનીઓ કરતાં સેવિયેટે પિતાનું ઘાસતેલ તથા પેટ્રોલ પરદેશમાં સોધે ભાવે વેચવા માંડયું. અમેરિકાની સ્ટેન્ડ આઈલ કંપની, એંગ્લે–પર્શિયન કંપની, રૉયલ ડચ શેલ કંપની અને બીજી કંપનીઓ અતિશય બળવાન છે અને લગભગ આખી દુનિયાને પેટ્રેલને જ તેમના કાબૂ નીચે છે. સેવિયેટે ઓછા ભાવથી પેટ્રોલ વેચવાનું શરૂ કર્યાથી તેમને ભારે ખેટ ગઈ અને તેથી એ કંપનીઓ અતિશય ક્રોધે ભરાઈ સેવિયેટના તેલ સામે તેમણે જેહાદ શરૂ કરી અને તેના તેલને તેમણે “ચેરીનું તેલ” કહેવા માંડયું કેમકે કે કેસસમાંના બધાયે તેલના કૂવા તેમના આગળના મૂડીવાદી માલિક પાસેથી તેણે જપ્ત કરી લીધા હતા. પરંતુ, થોડા વખત પછી તેમને આ “ચેરીના તેલ સાથે સમજૂતી પર આવવું પડયું.
આ પત્રમાં તેમ જ બીજા પત્રોમાં મેં “સોવિયેટને વારંવાર ઉલ્લેખ કર્યો છે. કેટલીક વાર “રશિયા એ આમ કર્યું અને તેમ કર્યું એવી વાતે મેં કરી છે. કંઈક શિથિલતાથી એ બંને શબ્દો મેં સમાન અથવા એક જ અર્થમાં વાપર્યા છે. ને એ વસ્તુ શી છે તે હવે મારે તને કહેવું જોઈએ. અલબત, એ તે તું જાણે જ છે કે, બેશેવિક ક્રાંતિ પછી ૧૯૧૭ની સાલના નવેમ્બર માસમાં પેઢાડમાં સોવિયેટ પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી હતી. ઝારનું સામ્રાજ્ય એ સંધટિત અને રાષ્ટ્રીય રાજ્ય નહતું એટલે કે તે કઈ