________________
સમાજવાદી વિયેટનું સંયુક્ત રાજ્ય ૧૩૯ રશિયન આંતરવિગ્રહ દરમ્યાન ઈગ્લડે રશિયાને કરેલા નુકસાન પેટે રશિયાએ ઈગ્લેંડ સામે પ્રતિકા રજૂ કર્યો, કેમકે બ્રિટિશ લશ્કરે સેવિયેટ રાજ્યના દુશ્મનને મદદ કરી હતી. એકંદરે એ નુકસાન ૪,૦૬૭,૨૬,૦૪૦ પાઉન્ડનું થયું હતું એ અંદાજ કાઢવામાં આવ્યું હતું અને એમાં ઈગ્લંડનો હિસ્સો આશરે ૨,૦૦૦,૦૦૦,૦૦૦ પાઉન્ડને હતું એમ ગણવામાં આવ્યું હતું. આ રીતે રશિયાને ઈંગ્લેન્ડ સામે પ્રતિદા ઈગ્લેંડના રશિયા સામેના દાવા કરતાં આશરે અઢીગણે હતા.
આ પ્રતિદા કરવા માટે બે શેવિક પાસે પૂરતાં કારણે હતાં એમ કહી શકાય. તેમણે “અલાબામા ક્રૂઝરને (લડાયક જહાજ ) સુપ્રસિદ્ધ દાખલે ટા. અમેરિકાના આંતરવિગ્રહ દરમ્યાન એ ક્રૂઝર દક્ષિણનાં રાજ્ય માટે ઈગ્લેંડમાં બાંધવામાં આવી હતી. આંતરવિગ્રહ શરૂ થયા પછી એ ઝરે લિવરપૂલનું બંદર છોડયું. અને એણે ઉત્તરનાં રાજ્યના વહાણવટાના વેપારને ભારે નુકસાન પહોંચાડયું હતું. એને લીધે ઈસંડ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની પરિસ્થિતિ પેદા થઈ હતી. યુનાઈટેડ સ્ટેસની સરકારે એવું જણાવ્યું કે આંતરયુદ્ધ દરમ્યાન ઈંગ્લડે દક્ષિણનાં રાજ્યને એ ક્રઝર આપવી જોઈતી નહતી અને એને લીધે તેને થયેલા નુકસાનના બદલાની માગણી કરી એ પ્રશ્ન લવાદ આગળ રજૂ કરવામાં આવ્યું અને આખરે ઇંગ્લડે નુકસાની તરીકે યુનાઇટેડ સ્ટેટ્સને ૩,૨૯,૧૬૬ પાઉન્ડ આપવા પડયા.
જેને કારણે તેને આટલી ભારે રકમ નુકસાની પેટે આપવી પડી હતી તે ક્રઝર કરતાં રશિયાના આંતર યુદ્ધમાં ઈગ્લેંડે ઘણો મહત્ત્વને અને અસરકારક ભાગ લીધો હતો. સેવિયેટ રાજ્ય સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે રશિયામાં પરદેશીઓની દખલગીરીને કારણે થયેલા યુદ્ધમાં ૧,૩૫૦,૦૦૦ માણસના જાન ગયા હતા.
રશિયાના આ જૂના દેવાના પ્રશ્નને હજી બહુ ડે અંશે નિવેડે આવ્યો છે પરંતુ માત્ર વખત વીતવાને કારણે પણ એ પ્રશ્નનું મહત્ત્વ ઘટતું જાય છે. દરમ્યાન આપણે જોઈએ છીએ કે, રશિયાની બાબતમાં જે વસ્તુને કારણે તેમને ભારે આઘાત લાગ્યા હતા લગભગ તે જ વસ્તુ ઈંગ્લેંડ, જર્મની, ફ્રાંસ, અને ઇટાલી જેવા મૂડીવાદી અને સામ્રાજ્યવાદી દેશો પણ આચરી રહ્યા છે. હા, તેઓ પિતાના દેવાને ઇન્કાર કરતા નથી તેમ જ સમાજવાદી વ્યવસ્થાના પાયાને પડકારતા નથી. તેઓ માત્ર પિતાનું દેવું પતાવતા નથી એટલું જ.
સેવિયેટની નીતિ ગમે તે ભોગે બીજા રાષ્ટ્રો સાથે સુલેહશાંતિ જાળવવાની હતી. કેમકે, થાક ઉતારીને શક્તિ મેળવવા માટે તેને વખત જોઈ તે હવે તેમ જ એક વિશાળ દેશનું સમાજવાદની પદ્ધતિ અનુસાર ઘડતર કરવાના