________________
૧૩૦૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન સેવિયેટ રશિયા તથા મૂડીવાદી સત્તાઓ વચ્ચેના ઝઘડાનું એક હમેશનું કારણ સેવિયેટ રાયે પરદેશી દેવું આપવાનો ઈન્કાર કર્યો તે છે. આજે તે એ પ્રશ્ન જીવતોજાગતે નથી રહ્યો કેમકે આ વિષમ કાળમાં લગભગ દરેક દેશ પિતાનું દેવું પતાવવામાં નિષ્ફળ નીવડ્યો છે. પરંતુ આમ હોવા છતાંયે એ વિષય વખતેવખત ફૂટી નીકળે છે. છેલ્લેવિક સત્તા ઉપર આવ્યા કે તરત જ તેમણે ઝારના સમયમાં રશિયાએ કરેલા બીજા દેશના દેવાને ઇન્કાર કર્યો હતો. ૧૯૦૫ની નિષ્ફળ નીવડેલી ક્રાંતિના સમયથી એ નીતિ જાહેર કરવામાં આવી હતી. પિતાની એ નીતિ સાથે સુસંગત રહીને સેવિયેટ રાજ્ય ચીન જેવા પૂર્વના દેશે અંગેના પિતાના એવા પ્રકારના બધા દાવા પણ જતા કર્યા. વળી, યુદ્ધને અંગેની નુકસાનીની રકમમાં પણ તેણે પિતાને ભાગ ન માગ્યો. ૧૯૨૨ની સાલમાં મિત્રરાજ્યોની સરકારેએ આ દેવાની બાબતમાં સેવિયેટ રાજ્ય ઉપર એક યાદી મેકલી આપી. ભૂતકાળમાં કેટલાં બધાં મૂડીવાદી રાજ્યોએ પિતાનાં દેવાઓને તથા જવાબદારીઓનો ઇન્કાર કર્યો હતો તેમજ વિદેશીઓની મિલકત જપ્ત કરી હતી તેની એ સરકારને યાદ આપીને સેવિયેટ સરકારે એ યાદીને જવાબ વાળ્યો. “ક્રાંતિને પરિણામે ઉભેલી સરકારે તથા સમાજવ્યવસ્થાઓ ગત સરકારની જવાબદારીઓ અદા કરવાને બંધાયેલી નથી હોતી.” તેમનામાંના એક દેશ કાંસે તેની મહાન ક્રાંતિને પ્રસંગે શું કર્યું હતું તેની સોવિયેટ સરકારે ખાસ કરીને મિત્રરાજ્યોને યાદ આપી.
“ક્રાંસ પોતાને જેના કાયદેસરના વારસ તરીકે જાહેર કરે છે તે ફ્રેંચ કન્વેશને ૧૭૯૨ના ડિસેમ્બરની ૨૨મી તારીખે જાહેર કર્યું હતું કે, “પ્રજની સર્વોપરી સત્તાને જુલમગારોએ કરેલી સંધિઓનું બંધન નથી હતું.' એ જાહેરાત અનુસાર ક્રાંતિકારી ક્રાંસે આગળના તેના શાસકએ વિદેશો સાથે કરેલી સંધિઓ ફગાવી દીધી એટલું જ નહિ પણ તેણે તેના રાષ્ટ્રીય દેવાનો પણ ઇન્કાર કર્યો.”
પિતે કરેલા દેવાના ઇન્કારનું આ પ્રમાણે સમર્થન કર્યા છતાંયે, સેવિયેટ સરકાર બીજી સત્તાઓ સાથે સમજૂતી પર આવવાને એટલી બધી આતુર હતી કે તે તેમની સાથે દેવાને એ પ્રશ્ન ચર્ચવાને સંપૂર્ણપણે તૈયાર હતી. પરંતુ તેણે એવું વલણ અખત્યાર કર્યું કે, પરદેશની સરકારે, સેવિયેટ રાજ્યને બિનશરતી માન્યતા આપે તે પછી જ એ પ્રશ્નની ચર્ચા થઈ શકે. વાત તે એમ છે કે, સેવિયેટ સરકારે પોતાનું દેવું ભરપાઈ કરવાની ઇંગ્લંડ, ક્રાંસ તથા અમેરિકાને અનેક વાર ખાતરી આપી હતી પરંતુ એ મૂડીવાદી સત્તાઓને રશિયા સાથે સમજૂતી પર આવવાની પડી નહોતી. .
બ્રિટિશ દાવાની સામે સેવિયેટ રાજ્ય એક રમૂજી સામે દાવો કર્યો. યુદ્ધને અંગેનું દેવું, રેલવેનાં બેડ તથા બીજાં વેપારી રોકાણ વગેરે મળીને રશિયા સામે બ્રિટનને એકંદરે કુલ ૮૪૦,૦૦૦,૦૦૦ પાઉન્ડને દો હતો.