________________
સમાજવાદી સેવિયેટનું સંયુક્ત રાજ્ય ૧૩૦૭ સમજૂતી બિલકુલ અસ્થિર પ્રકારની હતી અને સામ્યવાદ તથા મૂડીવાદ વચ્ચે મૂળભૂત અસંગતતા હતી. બોલશેવિક પીડિત તેમ જ શેષિત પ્રજાઓને – વસાહતી (કોલોનિયલ) દેશની પરાધીન પ્રજાઓને તેમ જ કારખાનાના મજૂરોને તેમના શેષકેની સામે થવાનું હમેશાં ઉત્તેજન આપતા હતા. તેઓ સત્તાવાર રીતે નહિ પણ કેમિસ્ટર્ન એટલે કે સામ્યવાદી અથવા ત્રીજા આંતરરાષ્ટ્રીય સંધ દ્વારા એ કાર્ય કરતા હતા. જ્યારે સામ્રાજ્યવાદી સત્તાઓ અને ખાસ કરીને ઈગ્લેંડ સોવિયેટ રાજ્યની હસ્તી સુધ્ધાં નાબૂદ કરવાનો નિરંતર પ્રયાસ કર્યા કરતું હતું. આ રીતે તેમની વચ્ચે ખટરાગ ઉત્પન્ન થાય એ અનિવાર્ય હતું. વાસ્તવમાં તેમની વચ્ચે વારંવાર અથડામણ પેદા થતી અને તેને પરિણામે રાજદ્વારી સંબંધ તૂટતા તેમ જ યુદ્ધ ફાટી નીકળવાની ધારતી પેદા થતી. આગળ હું તને કહી ગયો છું કે, ૧૯૨૭ની સાલમાં રશિયાની આરકોઝ પેઢી ઉપર હુમલે કરવામાં આવ્યા પછી ઈંગ્લેંડ અને સેવિયેટ રાજ્ય વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા એ તને યાદ હશે. એ બે વચ્ચેનું ઘર્ષણ સહેલાઈથી સમજી શકાય એવું છે, કેમકે, ઇગ્લેંડ એ આગળ પડતી સામ્રાજ્યવાદી સત્તા છે અને સોવિયેટ રાજ્ય હરેક પ્રકારના સામ્રાજ્યવાદના મૂળમાં ઘા કરે એવી એક કલ્પના રજૂ કરે છે. પરંતુ આ બે વિરોધી દેશની વચ્ચેના વૈમનસ્યનું કારણ એથીયે વિશેષ હોય એમ જણાય છે. ઝારશાહી રશિયા તથા ઈંગ્લેન્ડ વચ્ચે પેઢીઓથી ચાલતી આવેલી પરંપરાગત દુશ્મનાવટ એ પણ તેમની વચ્ચેના એ અણબનાવનું કારણ હતું.
ઈગ્લેંડ તેમ જ બીજા મૂડીવાળા દેશેને કંઈક સૂક્ષ્મ પરંતુ વિશેષ પ્રબળ અને જોખમકારક એવા એવિયેટ વિચારે તથા સામ્યવાદી પ્રચારને એટલે ડર છે તેટલે સોવિયેટ સૈન્યને ડર નથી. એને પ્રતિકાર કરવા માટે, ઘણે અંશે ખોટો એવો પ્રચાર સોવિયેટ સામે અવિરતપણે કરવામાં આવે છે અને માન્યામાં પણ ન આવે એવી સોવિયેટની દુષ્ટતાની વાત ફેલાવવામાં આવે છે. બ્રિટિશ રાજદ્વારી પુરષો સોવિયેટ આગેવાનો સામે જેવી ભાષા વાપરે છે તેવી યુદ્ધકાળમાં તેમના દુશ્મને સિવાય તેઓ કેઈની સામે પણ વાપરતા નથી. ઈંગ્લેંડ તથા રશિયા વચ્ચે સુલેહ છે એમ ધારવામાં આવતું હતું એટલું જ નહિ પણ તેમની વચ્ચે રાજદ્વારી સંબંધે પણ બંધાયા હતા. એ સમયે લેડ બર્કનડે સેવિયેટ રાજદ્વારી પુરુષને ઉલ્લેખ “હત્યારાઓની ટોળી” તથા “લી ગયેલા દેડકાઓની ટોળી' વગેરે વચનથી કર્યો હતો. આવી પરિસ્થિતિમાં સોવિયેટ રાજ્ય તથા સામ્રાજ્યવાદી સત્તા વચ્ચે સાચી મિત્રાચારીભર્યા સંબંધે ન સંભવી શકે એ દેખીતું છે. તેમની વચ્ચેના ભેદે મૂલગત છે. મહાયુદ્ધના વિજેતાઓ અને પરાજિત એક થાય એ બને, પરંતુ સામ્યવાદીઓ અને મૂડીવાદીઓ કદી એક થઈ શકે એમ નથી. એ બે વચ્ચેની સુલેહ માત્ર થોડા વખત પૂરતી જ હોઈ શકે; એ તે કેવળ યુદ્ધવિરામ જ ગણાય.