________________
૧૦૨૪
જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન
'
માની ખેસવાની ભૂલ ન કરવી જોઈએ. આ માર્ચ માસની ક્રાંતિ અંગેની મહત્ત્વની ખીના એ છે કે, એમાં, જેમને · પ્રાલિટેરિયટ ’ નામથી ઓળખવામાં આવે છે તે કારખાનાના મજૂરોએ ઈતિહાસમાં પહેલી જ વાર આગેવાની લીધી હતી. એ વખતે આ મજૂરો પાસે જાણીતા અને આગળ પડતા આગેવાના નહાતા ( લેનિન અને બીજા કદમાં યા તે પરદેશમાં હતા.) એ ખરું, પરંતુ લેનિનના મંડળે કેળવેલા એવા ઘણાયે અજ્ઞાત મજૂરા તેમની પાસે હતા. ડઝનબંધી કારખાનાંઓમાંના આ અજ્ઞાત મજૂરા આખી ચળવળના આધારરૂપ થઈ પડ્યા અને તેમણે તેને નિશ્ચિત માર્ગે વાળી.
અહીંયાં આપણે ઔદ્યોગિક મજૂરીને, પોતાનું કાર્ય બજાવતાં જોઈ એ છીએ. આવી ઘટના ખીજે કયાંય આપણા જોવામાં આવી નથી. રશિયા અલબત ણે માટે અંશે ખેતીપ્રધાન દેશ છે અને એ ખેતી પણ મધ્યકાલીન પદ્ધતિથી ચાલતી હતી. એકંદરે જોતાં દેશમાં આધુનિક ઉદ્યોગો બહુ જાજ પ્રમાણમાં હતા. અને એવા જે કઈ ઉદ્યોગો હતા તે ગણ્યાંગાણ્યાં શહેરોમાં કેન્દ્રિત થયેલા હતા. પેટ્રોગ્રાડમાં આવાં ઘણાં કારખાંનાં હતાં અને એ રીતે ત્યાં આગળ ઔદ્યોગિક મજૂરાની મેટી વસતી હતી. માર્ચ માસની ક્રાંતિ એ પેટ્રમ્રાડના મજૂરા તથા ત્યાં મૂકવામાં આવેલી પલટણાનું કાર્ય હતું.
૮મી માર્ચે ક્રાંતિના ગડગડાટના પડધા સભળાયા. સ્ત્રીએ આગળ પડતો ભાગ લે છે અને સુતરાઉ મિલાની સ્ત્રી કામદારો શહેરના મહેલ્લામાં કૂચ કરીને દેખાવે કરે છે. ખીજે દિવસે બધે હડતાલ પડે છે અને ધણા પુરુષ કામદારો પણ કામ છેડીને બહાર પડે છે. રોટી માટેની માગણીના તથા ‘ આપખુદી મુર્દાબાદ ’ના પોકારો થાય છે. સત્તાવાળાઓ દેખાવેા કરનારા મજૂરાને કચરી નાખવા માટે કૉંઝેક સૈનિકને મેકલે છે. ભૂતકાળમાં તે હમેશાં ઝારશાહીના મુખ્ય ટેકાદાર રહ્યા હતા. કોઝેક સૈનિકા લાકને આજુબાજુ વિખેરી નાખે છે પણ તેમના ઉપર ગોળીબાર કરતા નથી. મજૂરાને સાન દાશ્રય માલૂમ પડે છે કે કૉઝેક સૈનિકાના સરકારી અધિકારીએ હાવાના દેખાવની પાછળ તેમના પ્રત્યેની મૈત્રીની ભાવના રહેલી છે. લોકેાના ઉત્સાહ એકદમ વધી જાય છે અને તે કૅઝેકા સાથે બિરાદરી કેળવવાના પ્રયાસ કરે છે. પરંતુ પોલીસે તરફ ધિક્કારની લાગણી રાખવામાં આવે છે અને તેમના ઉપર પથ્થરો ફેંકાય છે. ત્રીજે દિવસે એટલે કે ૧૦મી માર્ચે, કૉંગ્રેષ્ઠ પ્રત્યેની ભ્રાતૃભાવની લાગણી વધવા પામે છે. લાકા ઉપર ગેાળીબાર કરનારા પોલીસેા ઉપર કૉઝેકાએ ગાળીએ છેડી એવી અા પણ ફેલાય છે. મહેલામાંથી પોલીસ જતી રહે છે. સ્ત્રી કામદારો સૈનિકા આગળ જાય છે અને તેમને આગ્રહપૂર્વક વિનવણી કરે છે. સનિકાની તાકેલી બકા ઊંચી થઈ જાય છે,