________________
સામસામા દાવપેચ
૧૨૫૩
હવે હું મહાયુદ્ધ પછીનાં આ વરસે દરમ્યાનની યુરોપની રાજકીય બાજુ વિષે કંઈક કહેવા માગુ છું. પહેલી જ નજરે આપણને યુરોપ ત્રણ ભાગમાં વહેંચાયેલા માલૂમ પડે છે : વિજેતા દેશે, પરાજિત દેશ અને સેવિયેટ રશિયા. નૉવે, સ્વીડન, હાલેંડ, સ્વિટ્ઝરલૅન્ડ જેવા કેટલાક નાના દેશોનો આ ત્રણ વિભાગમાં સમાવેશ થતા નહેાતે. વ્યાપક રાજકીય દૃષ્ટિથી જોતાં તેમનું ઝાઝુ મહત્ત્વ નહેતું. સેવિયેટ રશિયા, કામદારેની સરકાર રચીને, બેશક સૌથી અલગ અને એકલું ઊભું હતું. અને વિજયી રાષ્ટ્રોને તે નિર ંતર આંખમાંની કણીની પેઠે ખૂચ્યાં કરતું હતું. તેની શાસનપ્રણાલી ખીજા દેશના કામદારોને ક્રાંતિ કરવાની હાર્ક્સ કરતી હતી એટલા માટે જ નહિ પણ વિજેતા રાષ્ટ્રોની પૂર્વ યુરોપને અ ંગેની અનેક યોજનાઓના માર્ગોમાં તે આડું આવતું હતું, તેથી પણ તે તેમને ખૂંચતું હતું. ૧૯૧૯ અને ૧૯૨૦ દરમ્યાન રશિયાના મામલામાં વચ્ચે પડીને તથા તેની સામે યુદ્ધો કરીને વિજયી રાષ્ટ્રોએ સાવિયેટ રશિયાને કચરી નાખવાનો પ્રયત્ન કર્યાં હતા તે વિષે હું તને આગળ કહી ગયા છું. પરંતુ સોવિયેટ રશિયા એ બધી કસોટીમાંથી પાર ઊતરીને ટકી રહ્યુ અને યુરોપની સામ્રાજ્યવાદી સત્તાને મનેકમને પણ તેની હસ્તી સાંખી લેવી પડી. પરંતુ એમ કરવામાં તેમણે સહેજ પણ ભલાઈ કે ઉદારતા ન બતાવી. ખાસ કરીને, ઈંગ્લંડ અને રશિયા વચ્ચે તે ઝારના સમયથી ચાલતી આવેલી પુરાણી હરીફાઈ ચાલુ જ રહી અને એને કારણે ઘણી વાર યુદ્ધમાં પરિણમે એવા ધાસ્તીભર્યાં પ્રસંગો અને બનાવા બનવા પામતા. ઇંગ્લંડ તેની સામે નિરંતર કાવાદાવા કર્યાં કરે છે તથા યુરોપમાં તે સાવિયેટર્નવરાધી સત્તાઓના સંધ ઊભા કરવાને પ્રયત્ન કરતું રહે છે એની સેાવિયેટ રશિયાને બરાબર ખબર હતી અને લડાઈ ફાટી નીકળવાની સનસનાટીભરી અફવાએ અનેક વાર ફેલાવા પામતી.
પશ્ચિમ તેમ જ મધ્ય યુરોપમાં વિજયી અને પરાજિત સત્તાઓ વચ્ચેના ભેદ બહુ જ સ્પષ્ટપણે દેખાઈ આવતા હતા અને ખાસ કરીને ફ્રાંસ વિજયની ભાવના વ્યક્ત કરતું હતું. હારેલી સત્તા સ્વાભાવિક રીતે જે, સુલેહની સંધિઓની ધણી જોગવાઈ એ પરત્વે અસાષ દર્શાવતી હતી અને જો કે એની સામે કશુંયે કરવાની તેમની તાકાત નહોતી છતાંયે તે ભાવિ પરિવર્તનનાં સ્વપ્નાં સેવી રહી હતી. આસ્ટ્રિયા અને હંગરી ભારે દુર્દશામાં આવી પડ્યાં હતાં અને તેમની સ્થિતિ વધુ ને વધુ બગડતી જતી લાગતી હતી. ખીજી બાજુએ, યુગોસ્લાવિયા એ સર્બિયાનું જ વૃદ્ધિંગત સ્વરૂપ હતું અને તે વિષમ તત્ત્વ તથા પ્રજાના શંભુમેળા બની ગયું હતું. થોડાં જ વરસેામાં તેના જુદા જુદા ભાગા એકબીજાથી થાકયા અને જુદા પડી જવાની વૃત્તિ તેમનામાં પેદા થઈ. ક્રાટિયામાં( હાલ તે યુગોસ્લાવિયાના એક પ્રાન્ત છે. )
~ 3