________________
૧૨૮૨
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
માન્ય રાખવામાં આવે છે. એ ચળવળના આધારસ્તંભ નીચલા થરના મધ્યમ વર્ગોમાંથી મળી રહે છે કેમ કે એ વના મોટા ભાગના લાકા બેકારીથી પીડાતા હોય છે. વળી, રાજકીય દૃષ્ટિએ પછાત અને અસંગઠિત મજૂરા અને ખેડૂત પણ ઉપર જણાવેલાં સૂત્રેા તેમજ પોતાની સ્થિતિ સુધારવાની આશાથી આકર્ષાઈ ને એ ચળવળમાં ભળે છે. એના લાભ ઉઠાવવાની આશા રાખનારા ધનવાન વના લોકા તરફથી એ ચળવળને આર્થિક મદ મળે છે અને હિંસાને તે પોતાના મૂળભૂત સિદ્ધાંત તેમ જ રાજને વ્યવહાર બનાવી દે છે, છતાંયે ઉભયના સામાન્ય દુશ્મન સમાજવાદી મજૂરા સામે તે લડતી હોવાથી દેશની મૂડીવાદી સરકાર પણ એને નભાવી લે છે. એક પક્ષ તરીકે, અને જો દેશની સરકાર બની જાય તો વિશેષે કરીને, તે મજૂરોની સંસ્થાનો નાશ કરે છે અને પોતાના બધાયે વિરાધીઓમાં ત્રાસ વર્તાવી મૂકે છે.
જ
આગળ વધતા જતા સમાજવાદ અને મેરચા બાંધીને બેઠેલા મૂડીવાદ વચ્ચે વર્ગીય અથડામણુ અતિશય ઉગ્ર અને કટોકટીભરી બને છે ત્યારે ફાસીવાદ આ રીતે દેખા દે છે. આ સામાજિક વિગ્રહ કાઈ પણ પ્રકારની ગેરસમજથી નથી પેદા થતા પરંતુ આજના સમાજના પાયામાં રહેલા હિતવિરાધાની વધારે ઊંડી સમજને કારણે પેદા થાય છે. એમની ઉપેક્ષા કરવાથી એ સર્યાં અથવા વિરાધેાનો ઉકેલ નથી આવતા. અને આજની સમાજવ્યવસ્થામાં હાડમારી વેઠી રહેલા લેકે જેમ જેમ એ હિતવિરાધા વધારે સમજતા જાય છે તેમ તેમ જેને તેઓ પેાતાને વાજબી હિસ્સા લેખે છે તેનાથી તેમને વંચિત રાખવા પ્રત્યે તેઓ વધારે ને વધારે રોષે ભરાય છે. મિલકતદાર વર્ગ તેની પાસે જે હોય તે છેડી દેવા માગતા નથી એટલે એ સધ અથવા ઝઘડા અતિશય તીવ્ર અને છે. મૂડીવાદ જ્યાં સુધી લોકશાહી તંત્ર દ્વારા પોતાની સત્તા જાળવી રાખી શકે તથા મજૂરોને દાખી રાખી શકે ત્યાં સુધી લેાકશાહીને ચાલુ રાખવામાં આવે છે. પરંતુ જ્યારે એ રીતે એ વસ્તુ સિદ્ધ કરવાનું અશક્ય બની જાય છે ત્યારે મૂડીવાદ લોકશાહીને ફગાવી દે છે અને ખુલ્લેખુલ્લી હિંસા અને ત્રાસની ક્ાસિસ્ટ પદ્ધતિ અખત્યાર કરે છે.
મારા ધારવા પ્રમાણે, રશિયા સિવાય યુરોપના બધાયે દેશોમાં ફાસીવાદ વત્તાઓછા પ્રમાણમાં મોજૂદ છે. સૌથી છેલ્લો વિજય એણે જર્મનીમાં મેળવ્યા છે. ઇંગ્લંડમાં સુધ્ધાં, શાસક માં ફાસિસ્ટ વિચારોના ફેલાવા થઈ રહ્યો છે, અને હિંદમાં વારંવાર તેના અમલ થતા આપણા જોવામાં આવે છે. સમગ્ર દુનિયાની રંગભૂમિ ઉપર આજે ફાસીવાદ મૂડીવાદનું અંતિમ સ્ર બનીને સામ્યવાદની સામે ઝૂઝી રહ્યો છે.
પરંતુ કાસીવાદની ખીજી વાત જવા દઈએ તેણે જગતને પીડી રહેલી આર્થિક હાડમારીઓનો ઉકેલ લાવવાને ઉપાય પશુ તે બતાવતા નથી. પોતાના