________________
રશિયામાંથી ઝારશાહીના અંત
૧૦૨૧
છે. યુદ્ધનું એ સૌથી મોટું પરિણામ હતું એ નિર્વિવાદ છે, પરંતુ એ અતિશય અણધારી ઘટના હતી અને લડાઈમાં ઝંપલાવનાર કાઈ પણ સરકાર યા તે કાઈ પણ રાજદ્વારી પુરુષે એ માટે લેશમાત્ર પણ ઇચ્છા રાખી નહોતી, અથવા એમ કહેવું વધારે સાચુ હોય કે, રશિયામાં પ્રવર્તતી ઐતિહાસિક અને આર્થિક પરિસ્થિતિની એ સતતિ હતી. યુદ્ધમાં થયેલી ખેહદ ખુવારી તથા યુદ્ધને કારણે વૈવી પડેલી યાતનાઓને લીધે ઝડપથી ફટાકટી ઊભી થઈ અને ક્રાંતિના પરમ શિલ્પી તથા મેધાવી લેનિને એના લાભ ઉદ્દાબ્યા.
ખરી રીતે ૧૯૧૭ની સાલમાં રશિયામાં એ ક્રાંતિ થઈ એક માર્ચમાં અને ખીજી નવેમ્બરમાં. અથવા એમ કહી શકાય એ આખા ગાળા દરમ્યાન ક્રાંતિને જુવાળ ચાલુ રહ્યો હતા અને એ એ પ્રસ ંગે એ પાણી ઊંચામાં ઊંચી હદે પહોંચ્યાં હતાં.
રશિયા ઉપરના મારા છેલ્લા પત્રમાં મે તને ૧૯૦૫ની ક્રાંતિ વિષે કહ્યું હતું. એ ક્રાંતિ પણ યુદ્ધ અને પરાજયને ટાંકણે થઈ હતી. એને પાશવતાથી દાખી દેવામાં આવી અને ઝારની સરકારે ખેલગામ આપખુદીની પોતાની કારકિદી ચાલુ રાખી. તેણે સત્ર જાસૂસોની જાળ પાથરી દીધી અને સર્વ પ્રકારના ઉદાર મતાને કચરી નાખ્યા. માકર્સવાદીએ અને ખાસ કરીને એક્શેવિકાને કચરી નાખવામાં આવ્યા અને તેમનાં આગેવાન સ્ત્રીપુરુષો કાં તો સાઇપ્રેરિયાની ગુનેગારની વસાહતામાં ગયાં અથવા તે તેમણે દેશવટો લીધા. પરંતુ દેશવટો લઈને પરદેશામાં ચાલ્યાં ગયેલાં આ ગણ્યાંગાંઠ્યાં માણસોએ લેનિનની આગેવાની નીચે પોતાનું પ્રચારકાર્ય તથા અભ્યાસ ચાલુ રાખ્યાં. તેઓ માકનાં ચુસ્ત અનુયાયીઓ હતાં. પરંતુ માસના સિદ્ધાંત ઇંગ્લેંડ કે જર્મની જેવા ભારે અદ્યોગિક દેશાને માટે યોજવામાં આવ્યા હતા. રશિયા ા હજીયે મધ્યકાલીન અને કૃષિપ્રધાન દેશ હતા. માત્ર મેટાં મેટાં શહેરામાં ઉદ્યોગેાની સહેજસાજ શરૂઆત થઈ હતી. લેનિને, માકર્સના મૂળભૂત સિદ્ધાંતા આવા રશિયાને અધ એસતા કરવાનું કાર્ય હાથ ધર્યું. તેણે આ વિષય ઉપર ખૂબ લખાણ કયુ. અને દેશવટો ભોગવતા રશિયનએ એ વિષય ઉપર ખૂબ ચર્ચા કરી. આ રીતે તેઓ ક્રાંતિના શાસ્ત્રમાં તૈયાર થયા. લેનિનની એવી માન્યતા હતી કે કાઈ પણ કાર્ય કેવળ ઉત્સાહ ધરાવનારાઓથી હિ પણ નિષ્ણાતા અને તાલીમ પામેલાઓના હાથે થવું જોઈએ. તેના અભિપ્રાય હતા કે ક્રાંતિ કરવાના પ્રયાસ કરવા જ હાય તો લકાને એ કાય માટે પૂરેપૂરી તાલીમ આપવી જોઈએ કે જેથી કાય કરવાની ઘડી આવી પહોંચે ત્યારે તેમણે શું કરવું જોઈએ એ બાબતની તેમના મનમાં ચાખવટ રહે. આથી, લેનિન તથા તેના સાથીઓએ ૧૯૦૫ પછીનાં અધકારમય વરસાના ઉપયોગ ભાવી કાર્ય માટેની તાલીમ લેવામાં કર્યાં.