________________
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
રશિયાનાં શહેરાના મજૂર વર્ગ છેક ૧૯૧૪ની સાલથી જાગ્રત થવા લાગ્યા હતા અને તે ક્રીથી ક્રાંતિકારી થવા માંડ્યો હતા. ત્યાં અનેક રાજકીય હડતાળા પણ પડી હતી. પછીથી યુદ્ધ આવ્યું અને સધળું ધ્યાન એમાં પરાવાયું. આગળ પડતા વિચારો ધરાવનારા મજૂરાને યુદ્ધના મોરચા ઉપર સૈનિકા તરીકે મેાકલવામાં આવ્યા. લેનિન તથા તેના સાથીઓએ (ધણાખરા આગેવાને રશિયા બહાર દેશવટો ભાગવતા હતા ) છેક શરૂઆતથી જ યુદ્ધનો વિરોધ કર્યાં. ખીજા દેશોના મેાટા ભાગના સમાજવાદીઓની પેઠે યુદ્ધના વાતાવરણથી તે ખેંચાઈ ગયા નહાતા. મહાયુદ્ધને તેમણે મૂડીવાદીઓનું યુદ્ધ કહ્યુ અને પોતાની સ્વતંત્રતા મેળવવામાં એને લાભ લેવા સિવાય મજૂરવર્ગ ને એની સાથે ખીજી કશી લેવા • દેવા નથી એમ તેમણે જણાવ્યું.
૧૦૨૨
-
રણક્ષેત્ર ઉપર રશિયન સૈન્યની ભયંકર ખુવારી થઈ. એ ખુવારી યુદ્ધમાં સડાવાયેલા ખીજા કાઈ પણ સૈન્યની ખુવારીની તુલનામાં કદાચ સૌથી વધારે હશે. રશિયન સેનાપતિ, લશ્કરી માણસા તરીકે પણ તે ઝાઝા બુદ્ધિશાળી હાય છે એમ સામાન્ય રીતે માનવામાં આવતું નથી - · સાવ આવડત વિનાના હતા. રશિયન સૈનિકા બહુ જ કંગાળ રીતે શસ્ત્રસજ્જ હતા. ઘણી વાર તા તેમની પાસે દારૂગોળા પણ નહાતા તેમ જ તેમને ખીજો પણ કશા ટેકા નહેતા. આવા સૈનિકાને દુશ્મનો ઉપર ઝીંકવામાં આવ્યા અને એ રીતે અચૂક રીતે લાખાની સંખ્યામાં તેમને મૃત્યુના મુખમાં હોમવામાં આવ્યા. દરમ્યાન પેટ્રોગ્રાડમાં
- હવે પીટર્સબર્ગને એ નામથી ઓળખવામાં આવતું હતું — તેમ જ ખીજા મોટાં શહેરોમાં ભારે નફાખોરી શરૂ થઈ અને સટડિયાએ અઢળક સંપત્તિ એકઠી કરી. આ ‘દેશભક્ત ' સટોડિયા અને નફાખારા વિજય મળતાં સુધી યુદ્ધ ચાલુ રાખવાની બૂમ સૌથી માટે સાદે પાડતા હતા. બેશક લડાઈ નિરંતર ચાલુ રહે એ વસ્તુ તેમને બહુ જ અનુકૂળ હતી ! પરંતુ સૈનિકા, મજૂરો અને ખેડૂત વર્ગ (જે સૈનિકા પૂરા પાડતા હતા) એ બધા થાકી ગયા હતા. તે ભૂખે મરતા હતા અને તેમનામાં ભારે અસ ંતોષ વ્યાપ્યા હતા.
ઝાર નિકાલસ અતિશય ખેવકૂફ઼ માણસ હતા. તેના ઉપર તેની પત્ની ઝારીનાના ઘણા પ્રભાવ હતા. તે પણ એના જેટલી જ ખેવકૂફ઼ હતી પણ વધારે શક્તિશાળી હતી. એ ખતે હરામખા અને મેવકૂફાથી ચારે તરફથી વીંટળાયેલાં હતાં અને કાઈ પણ તેમની ટીકા કરવાની હામ ભીડી શકતું નહેતું. સ્થિતિ એટલી હદે પહેાંચી કે, ગ્રેગરી રાસપુટીન નામનેા એક ધૃણાજનક બદમાશ ઝારીનાના મુખ્ય પ્રીતિપાત્ર બન્યો અને તેની મારફતે તે ઝારને પણ માનીતા થયા. રાસપુટીન (રાસપુટીનના અર્થ ગ ંદા કૂતરા ' એવા થાય છે) એક ગરીબ ખેડૂત હતા અને ધોડાની ચોરીને કારણે તે મુશ્કેલીમાં આવી પડચો હતા. તેણે પવિત્રતાના વાધા સજવાનું અને સાધુનો કમાણીના ધંધા અંગીકાર