________________
યુરેપમાં ૧૮૪૮ની સાલની ક્રાંતિ પરંતુ સમાજના આત્મસંતુષ્ટ અને અવિચારી લેકની અનુકુળતા ખાતર સામાજિક તેમ જ આર્થિક પરિસ્થિતિ કંઈ થોભી રહેતી નથી. એ આર્થિક અને સામાજિક પરિસ્થિતિ અથવા બળો તે લેકના ખ્યાલે તેના તે જ રહેવા છતાંયે આગળ ધપે જ જાય છે. આ જૂના ખ્યાલ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનું અંતર ઘણું વધી જાય છે અને આ અંતર ઘટાડવાને માટે કંઈક ઉપાય યોજીને એ બંનેને એકત્ર કરવામાં ન આવે તે સમાજવ્યવસ્થા ભાંગી પડે છે અને ભારે ઉત્પાત થવા પામે છે. આ જ વસ્તુ સાચી સામાજિક ક્રાંતિ કરે છે. જે પરિસ્થિતિ એવી હોય તે ક્રાંતિ અવશ્ય થવાની જ. હા, જૂના ખ્યાલના ખેંચાણને કારણે તે થોડા વખત પૂરતી થંભી જાય ખરી. અને જે આવી પરિસ્થિતિ મોજૂદ ન હોય તે, થેલી વ્યક્તિઓ તેને માટે ચાહે એટલી કેમ ન મળે તે પણ તેઓ ક્રાંતિ ન કરી શકે. ક્રાંતિ ફાટી નીકળે છે ત્યારે લેકોની નજર આગળથી સાચી પરિસ્થિતિને ઢાંકી રાખતા પડદે દૂર થાય છે અને તેઓ તરત જ વસ્તુસ્થિતિ સમજી જાય છે. અને એક વખત ઘરડમાંથી નીકળ્યા એટલે તેઓ જોરથી આગળ વધે છે. આ જ કારણે ક્રાંતિના કાળમાં જનતા પ્રબળ શક્તિથી આગળ વધે છે. આમ ક્રાંતિ એ સ્થિતિચુસ્તતાનું અને પ્રગતિના નિરોધનું અનિવાર્ય પરિણામ છે. સમાજવ્યવસ્થા પરિવર્તન કરી ન શકાય એવી હોય છે એવા મૂર્ખાઈભર્યા ભ્રમમાંથી સમાજ નીકળી જઈ શકે અને બદલાતી જતી પરિસ્થિતિ સાથે હમેશાં મેળ રાખે તે દુનિયામાં સામાજિક ક્રાંતિ થવા ન પામે. એ સ્થિતિમાં સમાજને નિરંતર વિકાસ થતો રહે છે.
જોકે પહેલાં એમ કરવાની મારી બિલકુલ ઈચ્છા નહોતી છતાંયે ક્રાંતિ વિષે મેં કંઈક લંબાણથી લખી નાખ્યું. એ વિષયમાં મને રસ છે કેમકે દુનિયાભરમાં જેમને પ્રચલિત પરિસ્થિતિ સાથે બિલકુલ મેળ ન હોય એવા અનેક માણસે છે અને અનેક સ્થળે સમાજવ્યવસ્થા ભાંગી પડતી જણાય છે. ભૂતકાળમાં આ વસ્તુ સામાજિક ક્રાંતિની પુરોગામી બની હતી અને કોઈને પણ સ્વાભાવિક રીતે જ લાગે કે દુનિયામાં ભારે ફેરફાર થવાની ઘડી આવી પહોંચી છે. હિંદમાં તેમ જ પરદેશી ધૂંસરી નીચેના બીજા દેશમાં રાષ્ટ્રવાદ તથા વિદેશીઓને શાસનમાંથી પોતાના દેશને મુક્ત કરવાની કામના પ્રબળ બન્યાં છે. પરંતુ આ રાષ્ટ્રવાદની ભાવના ઘણે અંશે ખાધેપીધે સુખી એવા સારી સ્થિતિના વર્ગોમાં જ મર્યાદિત છે. ખેડૂતવર્ગ, મજૂરવર્ગ અને એમની પેઠે નિરંતર તંગી વેઠતા બીજા લોકોને રાષ્ટ્રવાદનાં અસ્પષ્ટ સ્વપ્નાં કરતાં પિતાના પેટનો ખાડો પૂરવામાં જ વધારે રસ છે. કેમકે, તેઓ પિતાની સાથે વધારે ખોરાક અને વધારે સારી પરિસ્થિતિ લાવે તે સિવાય રાષ્ટ્રવાદ કે સ્વરાજને તેમને માટે કશો અર્થ નથી. એટલા માટે હિંદને પ્રશ્ન આજે કેવળ રાજકીય જ નથી; એ પ્રશ્ન એથી વિશેષ કરીને સામાજિક છે.