________________
૧૭૮, જાપાન દુનિયાને ગણકારતું નથી
૨૯ જૂન, ૧૯૩૩
ચીનની ફાટફૂટની દુઃખદ કથા આપણે જોઈ ગયાં. વિજયી નીવડેલી જણાતી ક્રાંતિ એકાએક કેવી રીતે નિષ્ફળ નીવડી તેમ જ ઝનૂની પ્રતિ-ક્રાંતિ તેને કેવી રીતે ગળી ગઈ તે પણ આપણે જોઈ ગયાં. પરંતુ એ દુઃખદ કથા હજી પૂરી નથી થઈ; હજી ઘણું કહેવાનું બાકી છે. ક્રાંતિ નિષ્ફળ નીવડી એનુ કારણ એ હતું કે એકીકરણ કરનારા રાષ્ટ્રીયતાના બળ કરતાં જાગ્રત થયેલાં વીય હિતાના ઘણાનું બળ વધારે હતું. મજૂરા અને ખેડૂતોના સમુદાય ઉપરના પેાતાના પ્રભુત્વને જોખમમાં નાખવા કરતાં તવંગર જમીનદારી હિતા તેમ જ ખીજા હિતેાએ રાષ્ટ્રીય ચળવળને તોડી પાડવાનું વધુ પસંદ કર્યું. પોતાની અંતર્યંત મુશ્કેલી ઉપરાંત ચીનને પરદેશી શત્રુના નિશ્ચયપૂર્વકના હુમલાનો સામને કરવા પડ્યો. આ દુશ્મન જાપાન હતું. અને ચીનની નબળાઈ તથા વિદેશી સત્તા સાથેના તેના રોકાણના લાભ લેવાને તે હમેશાં તલપી રહ્યું હતું.
જાપાન એ આધુનિક ઉદ્યોગવાદ તથા મધ્યકાલીન ક્યૂડલ સમાજવ્યવસ્થા, પાર્લમેન્ટ દ્વારા ચાલતી રાજવ્યવસ્થા તથા આપખુદી અને લશ્કરી નિયંત્રણ વગેરેના ખીચડાનું અસાધારણ દૃષ્ટાંત છે. જમીનદાર તથા લશ્કરી શાસક વર્ગાએ કુળને ધેારણે ઇરાદાપૂર્વક એવા પ્રકારનું રાજ્ય નિર્માણ કરવાના પ્રયત્ન કર્યાં કે સમ્રાટ જેને સૉંપરી વડે હાય અને તે પોતે તેના મુખ્ય અધિકારીઓ હાય. ધમ, કેળવણી અને બીજી બધીયે વસ્તુઓને એ પ્રક્રિયાને મદદરૂપ થઈ પડે એવી બનાવી દેવામાં આવે છે. ધર્મ ઉપર રાજ્યના અંકુશ છે અને મદિરા તથા દેવસ્થાના રાજ્યના અમલદારોના સીધા કાબૂ નીચે છે. તથા પુરોહિત રાજ્યના હોદ્દેદારો છે. આમ, મંદિર તથા શાળાઓ દ્વારા કાર્ય કરતું પ્રચંડ પ્રચારતંત્ર પ્રજાને માત્ર દેશભક્તિનું જ નહિ પણ સમ્રાટની આજ્ઞાને વશ વવાનું તેમ જ તેને દેવતુલ્ય ગણવાનું શિક્ષણુ નિરતરપણે આપી રહ્યું છે. વીરતાભરેલી વફાદારીની પુરાણી ભાવનાને ક ંઈક મળતા આવતા જાપાની શબ્દ ખુશીડા' છે. એ એક પ્રકારની કુળ પ્રત્યેની વાદારી અથવા નિષ્ઠા છે. એ ભાવનાને વ્યાપક બનાવીને રાજ્યને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યે છે અને તેની ટાચ ઉપર ઊભેલા સમ્રાટ સાથે તેને સાંકળી લેવામાં આવી છે. સમ્રાટ વાસ્તવમાં એક પ્રતીક સમાન છે અને તેના નામથી મેટા મેાટા જમીનદારો તથા લશ્કરી વર્ગના લાકા દેશ ઉપર પોતાની. હકૂમત ચલાવે છે. ઉદ્યોગીકરણને કારણે જાપાનમાં મધ્યમ વર્ગ પણ ઊભા થયા છે. પરંતુ મેટા મોટા ઉદ્યોગપતિ પુરાણા જમીનદાર વર્ગોમાંથી ઊતરી આવ્યા હોવાથી
6