________________
વિજ્ઞાનની પ્રગતિ
૧૩૩૯
આધુનિક જ્ઞાન અતિશય જટિલ અને વ્યાપક છે. હજારે। નિરીક્ષકા અવિરતપણે પોતાનું કાર્ય કરી રહ્યા છે. દરેક જણ વિજ્ઞાનની પોતપોતાની વિશિષ્ટ શાખામાં પ્રયોગો કરી રહ્યો છે અને પોતાના માર્ગમાં આગળ વધી રહ્યો છે. અને એ રીતે જગતના જ્ઞાનરાશિમાં તે કાંકરે કાંકરે ઉમેરો કરી રહ્યો છે. જ્ઞાનનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે દરેક કાર્ય કર્તાને પોતપોતાની શાખાના નિષ્ણાત થવું પડે છે. ઘણી વાર તે જ્ઞાનની ખીજી શાખાઓથી અજ્ઞાત હોય છે અને એ રીતે જ્ઞાનની કેટલીક શાખાઓના અંગ પડિત હોવા છતાંયે જ્ઞાનની ખીજી અનેક શાખાઓની બાબતમાં તે સાવ અજાણ હોય છે. માનવી પ્રવૃત્તિઓના સમગ્ર ક્ષેત્ર વિષે સમજપૂર્વક વિચાર કરવાનું તેને માટે મુશ્કેલ બની જાય છે. પુરાણા અમાં એને સસ્કારી ન કહી શકાય.
વ્યાપક
બેશક, કેટલાક લોકા એવા છે ખરા કે જેઓ પોતે નિષ્ણાત હાવા છતાં નિષ્ણાતપણાની સંકુચિત દૃષ્ટિની પાર નીકળી ગયા છે અને તે દૃષ્ટિથી જોઈ શકે છે. યુદ્ધ કે માનવી મુશ્કેલીઓથી ચલિત થયા વિના તે વૈજ્ઞાનિક શોધખાળ આગળ ચલાવ્યે જાય છે અને છેલ્લાં પંદરેક વરસામાં તેમણે જ્ઞાનના ક્ષેત્રમાં અપૂર્વ કાળા આપ્યા છે. આજના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગણાય છે. તે જર્મન યહૂદી છે અને યહૂદીઓ પ્રત્યે અણગમા હાવાને કારણે હિટલરની સરકારે તેને જર્મનીમાંથી કાઢી મૂકયો છે.
ગણિતની ગૂંચવણભરી ગણતરીઓ દ્વારા આઇન્સ્ટાઈ ને સમગ્ર વિશ્વને સ્પર્શી તા પદાર્થવિજ્ઞાનના કેટલાક નવા મૂળભૂત નિયમો શોધી કાઢયા છે. એ રીતે તેણે ૨૦૦ વરસા સુધી નિઃશંકપણે માન્ય રાખવામાં આવેલા ન્યૂટનના કેટલાક નિયમેામાં ફેરફાર કર્યાં. આઇન્સ્ટાઈનના સિદ્ધાંતની સચ્ચાઈ ના પુરાવા અતિશય રમૂજી રીતે મળી ગયા. એના આ સિદ્ધાંત પ્રમાણે પ્રકાશ અમુક વિશિષ્ટ રીતે વર્તે છે અને ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે તેની પરીક્ષા કરી શકાય. જ્યારે આવું સૂર્ય ગ્રહણ થયું ત્યારે માલૂમ પડયું કે પ્રકાશનાં કિરણે આઈન્સ્ટાઈનના કહેવા પ્રમાણે જ વર્તે છે અને એ રીતે ગણિતની ગણતરી ઉપરથી કરેલા અનુમાનનું સમન ખરેખાત પ્રયોગથી મળી ગયું.
એ સિદ્ધાંત તને સમજાવવાનો હું પ્રયત્ન નહિ કરું કેમકે એ બહુ જ ગહન છે. એને સાપેક્ષતાના સિદ્ધાંત કહેવામાં આવે છે. વિશ્વને અગે વિચાર કરતાં આઇન્સ્ટાઈનને માલૂમ પડ્યું કે, સમય તેમ જ સ્થળના ખ્યાલને અલગ અલગ લાગુ પાડી શકાય એમ નથી. આથી તેણે એ અને ખ્યાલો છેડી દીધા અને જેમાં એ બંનેના સમન્વય થયેા હાય એવા એક નવા ખ્યાલ રજૂ કર્યાં. એ સ્થળ-કાળના સમન્વિત ખ્યાલ હતો.
આઈન્સ્ટાઈને સમગ્ર વિશ્વને પોતાની વિચારણાનું ક્ષેત્ર બનાવ્યું અને ખીજે છેડે વૈજ્ઞાનિકા અતિશય સૂક્ષ્મ વસ્તુનું નિરીક્ષણ કરવા લાગ્યા. એક