SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિનીતે સતિષાયા અને તેમને ઉત્સાહ મેળ પડ્યો. એવા લેકે હમેશાં બહુ સહેલાઈથી સંતોષાય છે. ક્રાંતિથી ભડકીને જમીનદારે સારી સ્થિતિના ખેડૂતોને લાભકારક હોય એવા કેટલાક સુધારાઓની બાબતમાં સંમત થયા. ઝારની સરકારે પછીથી સાચા ક્રાંતિકારીઓને સામને કર્યો અને તેમની નબળાઈ પામી જઈને તે તેમને પહોંચી વળી. એક બાજુએ રાજકીય બંધારણ કરતાં મજૂરીના ઊંચા દર તથા રોટલે મેળવવામાં વધારે રસ ધરાવનારા મજૂરે તથા “અમને જમીન આપ ને ભયંકર પિકાર ઉઠાવનારા ગરીબ ખેડૂત હતા અને બીજી બાજુ જનતાની સાચી માગણીઓ તથા લાગણીઓનો ઝાઝો વિચાર ન કરનાર અને મુખ્યત્વે કરીને રાજકીય બાબતમાં રસ ધરાવનારા તથા પશ્ચિમ યુરોપના દેશેના જેવી પાર્લામેન્ટ મેળવવાની આશા સેવનારા ક્રાંતિકારીઓ હતા. સારી સ્થિતિના ઘણાખરા કુશળ કારીગરે મજૂર મહાજનમાં સંગઠિત થયા હતા. તેઓ પ્રશ્નની રાજકીય બાજુ સમજતા હતા તેથી ક્રાંતિમાં તેમણે ભાગ લીધે હતા. પરંતુ શહેરે તથા ગામડાંઓની જનતા એના પ્રત્યે સામાન્ય રીતે બેપરવા હતી. એ ઉપરથી ઝારશાહી સરકાર તથા પોલીસે પરાપૂર્વથી ચાલતી આવેલી આપખુદીની પદ્ધતિ અજમાવી. તેમણે પ્રજામાં ભાગલા પાડ્યા અને ભૂખે મરતી જનતાને કેટલાંક ક્રાંતિકારી મંડળોની સામે ઉશ્કેરી મૂકી. રશિયનએ હતભાગી યહૂદીઓની અને તારેએ આર્મિનિયોની કતલ કરી. એટલું જ નહિ પણ, ક્રાંતિકારી વિદ્યાર્થીઓ અને ગરીબ મજૂર વચ્ચે પણ અથડામણ થવા પામી. દેશના જુદા જુદા ભાગોમાં આ રીતે ક્રાંતિની પીઠ ભાંગી નાખીને સરકારે તોફાનનાં બે કેન્દ્રો – પીટર્સબર્ગ તથા મૈચ્છે – ઉપર હલ્લે કર્યો. પીટર્સબર્ગના સેવિયેટને સહેલાઈથી કચરી નાખવામાં આવ્યું. મેસ્કોમાં લશ્કરે ક્રાંતિકારીઓને મદદ કરી અને પાંચ દિવસના યુદ્ધ પછી ત્યાંના સેવિયેટને પૂરેપૂરું કરી શકાયું. એ પછી વેર લેવાની શરૂઆત થઈ. એમ કહેવાય છે કે મૅસ્કેમાં સરકારે કામ ચલાવ્યા વિના એક હજાર માણસને મારી નાખ્યા અને સિત્તેર હજારને કેદમાં પૂર્યા. આખા દેશમાં જુદે જુદે ઠેકાણે થયેલાં બંડેને પરિણામે લગભગ ચૌદ હજાર માણસો માર્યા ગયા. આ રીતે ૧૯૦પની રશિયાની ક્રાંતિને પરાજય અને આફતમાં અંત આવ્યું. એને ૧૯૧૭ની સાલમાં એના પછી થયેલી ક્રાંતિની પુરોગામી કહેવામાં આવે છે. તેમનામાં જાગૃતિ આવે તથા વિશાળ પાયા ઉપર કાર્ય કરવા તે સમર્થ બને તે પહેલાં જનતા મેટા મોટા બનાવો દ્વારા કેળવાવી જોઈએ. ૧૯૦૫ના બનાવેએ તેને એ કેળવણી આપી, જોકે એને માટે તેને ભારે કિંમત આપવી પડી. ડૂમાની ચૂંટણી થઈ અને ૧૯૦૬ની સાલમાં તેની બેઠક મળી. તે લેશ પણ ક્રાંતિકારી નહતી. પરંતુ તેની મધ્યમસરની પ્રગતિશીલતા પણ ઝારને
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy