________________
૧૦૩૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન ચૂક્યા હતા. જૂનાં અને ફાટયાંતૂટ્યાં કપડાં તેણે પહેર્યા હતા અને તેનું પાટલૂન તેના પગ કરતાં ઘણું લાંબું હતું. જનસમુદાયની આદર્શ મૂર્તિ બનાવે એવું કશુંયે પ્રભાવશાળી તત્ત્વ તેનામાં નહોતું. આમજનતાને તે એક અજબ નેતા હતો. કેવળ પિતાના બુદ્ધિબળથી તે નેતા બન્યા હતા. નિલે૫, ગંભીર, કટ્ટર અને નિઃસંગ. કેઈ આકર્ષક વિશિષ્ટતા પણ તેનામાં નહોતી, પરંતુ ગહન વિચારેને સીધીસાદી ભાષામાં સમજાવવાની તથા વાસ્તવિક પરિસ્થિતિનું પૃથક્કરણ કરવાની તેનામાં શક્તિ હતી. વળી તેનામાં ચતુરાઈ તેમ જ ભારેમાં ભારે બૌદ્ધિક સાહસિકતાનો સંગ થયેલ હતો.”
એક જ વરસના ગાળામાં થયેલી આ બીજી ક્રાંતિ સફળ થઈ અને હજી સુધી તે અતિશય શાંત ક્રાંતિ હતી. ઝાઝું લેહી વહ્યા વિના સત્તાની ફેરફારી થવા પામી. એના કરતાં તે માર્ચ માસમાં ઘણું લડાલડ તથા ખુનામરકી થઈ હતી. માર્ચની ક્રાંતિ આપમેળે થયેલી અને અવ્યવસ્થિત ક્રાંતિ હતી. પરંતુ નવેમ્બરની ક્રાંતિ માટે તે કાળજીપૂર્વક પેજના કરવામાં આવી હતી. ઇતિહાસ કાળમાં પહેલી જ વાર ગરીબ વર્ગોના તથા ખાસ કરીને ઔદ્યોગિક મજૂરોના પ્રતિનિધિઓ દેશમાં અગ્રસ્થાને આવ્યા. પરંતુ તેમને સહેલાઈથી સફળતા સાંપડે એમ નહોતું. તેમના ઉપર પારાવાર ઝનૂનથી તૂટી પડનારાં તોફાનની ચારે તરફથી તૈયારીઓ થઈ રહી હતી.
લેનિન તથા તેની બોશેવિક સરકારને કેવી પરિસ્થિતિને સામને કરે પડ્યો ? રશિયન સૈન્ય છિન્નભિન્ન થઈ ગયું હતું અને તે લડી શકે એવો સંભવ રહ્યો નહોતે છતાંયે હજી જર્મની સાથેનું યુદ્ધ ચાલુ રહ્યું હતું. આખા દેશમાં અવ્યવસ્થા વ્યાપી ગઈ હતી અને સિનિક તથા ધાડપાડુઓની ટોળીઓ મરજીમાં આવે તે કરવા લાગી; આર્થિક તંત્ર તે સાવ પડી ભાગ્યું હતું; ખોરાકની ભારે અછત હતી અને લેકે ભૂખે મરતા હતા; ક્રાંતિને કચરી નાખવાને કટિબદ્ધ થઈને જૂની વ્યવસ્થાના પ્રતિનિધિઓ તેની તરફ ઊભા હતા; મેટાભાગના જૂના સરકારી નોકરોએ નવી સરકાર સાથે સહકાર કરવાની ના પાડી; બેંક નાણું ન આપે; અરે, તાર ઐફિસ એક તાર સરખો પણ ન મેલે. સાચે જ, બહાદુરમાં બહાદુર માણસને પણ ગભરાવે એવી મુશ્કેલ એ પરિસ્થિતિ હતી.
લેનિન તથા તેના સાથીઓએ ખભેખભા મિલાવીને આ મહાન બે ઉપાડવાનું નક્કી કર્યું. તેમની પ્રથમ ચિંતા જર્મની સાથે સુલેહ કરવાની હતી અને તત્કાળ તેમણે જર્મની સાથે તહકૂબી માટે ગોઠવણ કરી. બંને દેશોના પ્રતિનિધિઓ બ્રેસ્ટ લિટોવસ્ક આગળ મળ્યા. જર્મને સારી રીતે જાણતા હતા કે શેવિટેમાં લડવાને જરા પણ ઉત્સાહ રહ્યો નથી. આથી અભિમાનમાં આવી જઈને અને મૂર્ખાઈથી તેમણે ભારે અને માનભંગ કરનારી માગણીઓ રજૂ કરી. લેનિનને તે ગમે તે ભોગે સુલેહ કરવી હતી. ટોટકી પણ આ 'સુલેહપરિષદને એક પ્રતિનિધિ હતે. એની બાબતમાં એક એવી વાત છે કે,