________________
૭૯૨ : જગતના ઇતિહાસનું રેખાદર્શન હાલ થાય છે તેની કશી પરવા કરતી નથી. ધરિત્રી તે પિતાનાં સંતાનોની અવગણના કરે છે પરંતુ આપણે આપણી જાતની અવગણના કેમ કરી શકીએ ? એટલે આપણામાંનાં ઘણું નવા વરસને દિવસે આપણા જીવનની સફરમાં જરા
ભી જઈ ભૂતકાળમાં નજર કરીને જૂનાં સંભારણું તાજાં કરવાને પ્રેરાઈએ છીએ અને પછી ભવિષ્ય તરફ નજર કરીને આશાવાદી બનવા પ્રયત્ન કરીએ છીએ. એ રીતે હું પણ આજે ભૂતકાળનાં સંભારણું તાજાં કરું છું. કારાવાસમાને આ મારે એકી સાથે ત્રીજે નવા વરસને દિવસ છે જોકે એ ગાળા દરમ્યાન ઘણું મહિનાઓ સુધી હું આ વિશાળ દુનિયામાં બહાર હતું. એથીયે આગળ નજર કરતાં મને યાદ આવે છે કે, છેલ્લાં અગિયાર વરસમાં મેં પાંચ નવા વરસના દિવસે જેલમાં ગાળ્યા છે. અને આવા નવા વરસના દિવસે તથા બીજા દિવસે મારે જેલમાં કેટલા કાઢવાના થશે એ કોણ કહી શકે વારુ!
પરંતુ જેલની ભાષામાં હવે હું “કાળી ટોપી' થઈ ગયો , અને તે પણ અનેક વાર. વળી હવે હું જેલજીવનથી ટેવાઈ ગયો છું. કાર્ય અને પ્રવૃત્તિ, મોટી મોટી સભાઓ અને જાહેર વ્યાખ્યાને તથા એક સ્થાનથી બીજે સ્થાને દોડાદોડથી ભરેલા એવા મારા બહારના જીવનને મુકાબલે આ જેલજીવન સાવ ભિન્ન છે. અહીં તે બધું જ ભિન્ન છે; અહીં બધું જ શાન્ત છે અને પ્રવૃત્તિ નહિવત જ છે. અને લાંબા વખત સુધી હું બેસી રહું છું અને કલાકોના કલાક સુધી હું કશું બોલતે ચાલતું નથી. દિવસે, અઠવાડિયાંઓ અને મહિનાઓ એક પછી એક પસાર થાય છે, બધાં એકરૂપ થઈ જાય છે અને તેથી એકથી બીજાને નિરાળાં પાડી શકાય એવું તેમનામાં કશું નથી. અને જેલમાં પસાર થયેલે સમય કશુંયે કળી ન શકાય એવા અસ્પષ્ટ ચિત્ર જેવો ભાસે છે. ગઈ કાલ માણસને તેની ધરપકડના દિવસ સુધી લઈ જાય છે કેમકે એ બેની વચ્ચે લગભગ શૂન્યતા જ હોય છે અને એ ગાળામાં તેના મન ઉપર છાપ પાડે એવું કશું હોતું નથી. જેલજીવન એ તે એક સ્થળે ઊગતી વનસ્પતિના ટીકા કે લીલ વિનાના શાન્ત સ્થિર જીવન જેવું છે. અને કેટલીક વાર જેલવાસીને બહારની દુનિયાની પ્રવૃત્તિઓ વિચિત્ર અને ગૂંચવનારી લાગે છે; એ બધી તેને બહુ દૂરની અને કાલ્પનિક ભાસે છેજાણે સ્વપ્નસૃષ્ટિ ન હોય! આમ આપણે છે. જેકિલ અને મિ. હાઈડની પેઠે સક્રિય અને અક્રિય એવી બે પ્રકારની પ્રકૃતિઓ, બે પ્રકારના જીવનવ્યવહાર અને બે પ્રકારનાં વ્યક્તિત્વ કેળવીએ છીએ. બર્ટ લુઈ સ્ટિવન્સનની આ જૈકિલ અને હાઈડની વાત તેં વાંચી છે ખરી ?
પરંતુ માણસ દરેક વસ્તુથી વખતસર ટેવાઈ જાય છે અને જેલજીવનના એકના એક રેજિંદા કાર્યક્રમથી પણ તે ટેવાઇ જાય છે. અને આરામ શરીરને માટે હિતકર છે તથા શાંતિ મનને માટે. તારા ઉપરના મારા આ પત્રે મારે