SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ મહાયુદ્ધ પછીની દુનિયા ૧૦૮૫ મને લાગે છે કે, મહાયુદ્ધ પછીના આ સમયનું કંઈક વિગતે અવલેકન કરવું ઠીક થઈ પડશે. પરંતુ આ પત્રમાં તે તું એનું સામાન્ય અવલોકન કરે એમ હું ઇચ્છું છું. નેપોલિયનના પતન પછીની ૧૯મી સદીનું આપણે અવલોકન ર્યું હતું તે તને યાદ હશે. અનિવાર્ય રીતે, ૧૮૧૫ની સાલની વિયેનાની સંધિને તથા તેનાં પરિણામેનો આપણને વિચાર આવે છે તથા ૧૯૧૯ની વસઈની સંધિ તથા તેના પરિણામે સાથે એની તુલના કરવાને આપણે પ્રેરાઈએ છીએ. વિયેનાની સંધિ એ કંઈ સારી સંધિ નહોતી; એણે યુરોપમાં ભાવિ યુદ્ધનાં બી વાવ્યાં. અનુભવ ઉપરથી બંધ ન લેતાં આગલા પત્રમાં આપણે જોઈ ગયાં તેમ આપણા રાજદ્વારી પુરુષોએ વસઈની સંધિ એથીયે ખરાબ કરી. યુદ્ધ પછીનાં વરસ ઉપર આ કહેવાતી સુલેહનાં કાળાં અને ઘેરા વાદળો ઝઝૂમી રહ્યાં છે. તે પછી આ છેલ્લાં ચૌદ વરસના મહત્ત્વના બનાવે કયા છે? મને લાગે છે, સોવિયેટના સંયુક્ત રાજ્ય અથવા જેને સમાજવાદી સોવિયેટ પ્રજાસત્તાકનું સંયુક્ત રાજ્ય (“યુનિયન ઑફ સોશ્યાલિસ્ટ ઍન્ડ સેવિયેટ રિપબ્લિસ” અથવા ટૂંકમાં કહેતાં, યુ. એસ. એસ. આર.) કહેવામાં આવે છે તેનો ઉદય તથા સંગઠન એ તે બધામાં સૌથી વિશેષ મહત્ત્વને અને સૌથી વધારે ધ્યાન ખેંચે એ બનાવ છે. પિતાની હસ્તી ટકાવી રાખવા માટે સેવિયેટ રશિયાને જે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે વિષે હું તને આગળ થેડું કહી ગયે . એ બધી જબરદસ્ત મુશ્કેલીઓની સામે પણ એ ટકી રહ્યું તે આ સદીને એક ચમત્કાર છે. એશિયા ખંડમાં પહેલાં ઝારશાહી સામ્રાજ્ય જ્યાં જ્યાં ફેલાયું હતું તે બધા ભાગમાં એક પ્રશાન્ત મહાસાગરના કાંઠા સુધી સાઈબેરિયામાં તથા હિંદુસ્તાનની સરહદ સુધી પહોંચતા મધ્ય એશિયામાં સોવિયેટ વ્યવસ્થા પ્રસરી. એ બધા પ્રદેશમાં અલગ અલગ સોવિયેટ પ્રજાસત્તાક સ્થાપવામાં આવ્યાં. પરંતુ એ બધાંએ એકઠાં મળીને સમવાયતંત્ર અથવા સંયુક્ત રાજ્ય સ્થાપ્યું અને તે જ આજનું સેવિયેટ પ્રજાસત્તાકોનું સંયુક્ત રાજ્ય છે. અંગ્રેજીમાં એને “યુનિયન ઑફ સોશ્યાલિસ્ટ એન્ડ સોવિયેટ રિપબ્લિસ અથવા ટૂંકમાં યુ. એસ. એસ. આર. કહેવામાં આવે છે. આ સંયુક્ત રાજ્યમાં યુરોપ તથા એશિયાના વિશાળ પ્રદેશને સમાવેશ થાય છે અને તે આ પૃથ્વીની સપાટીના લગભગ છઠ્ઠા ભાગ જેટલું છે. એ પ્રદેશ તે બહુ વિશાળ છે પણ કેવળ વિશાળતાનું ઝાઝું મહત્ત્વ નથી. વળી રશિયા અને વિશેષે કરીને સા બેરિયા તથા મધ્ય એશિયા બહુ જ પછાત પ્રદેશ હતા. સેવિયેટ રશિયાને બીજો ચમત્કાર એ હતું કે, પુનર્ઘટનાની પ્રચંડ જનાઓ દ્વારા તેણે એ પ્રદેશના મોટા ભાગની સૂરત બદલી નાખી છે. બીજી કોઈ પ્રજાએ આટલી ઝડપી પ્રગતિ કરી હેય એ દાખલે નેંધાયેલા ઈતિહાસમાં મળતું નથી.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy