________________
યુરેપમાં ૧૮૪૮ની સાલની ક્રાંતિ
૮૨૯ અસર થઈ નહિ. ફ્રાંસની ક્રાંતિ એના કરતાં વિશેષ પ્રમાણમાં સામાજિક ક્રાંતિ હતી. આપણે જોઈ ગયાં કે એણે સમાજની આખી વ્યવસ્થા ઊંધી વાળી દીધી અને થોડા વખત માટે તે આમ પ્રજા પણ કાર્ય કરતી થઈ ગઈ. પરંતુ આખરે ત્યાં પણ મધ્યમ વર્ગને વિજય થયો અને ક્રાંતિમાં પોતાનો ભાગ ભજવ્યા પછી આમ જનતાને પિતાને સ્થાને રવાના કરવામાં આવી. પરંતુ વિશેષ હક ધરાવનારા ઉમરાવોને તે દૂર કરવામાં આવ્યા જ.
કેવળ રાજકીય પરિવર્તન કરતાં આવી સામાજિક ક્રાંતિએ ઘણી દૂરગામી હોય છે એ તે દેખીતું જ છે. વળી એવી ક્રાંતિઓને પ્રચલિત પરિસ્થિતિ સાથે નિકટનો સંબંધ હોય છે. મહત્ત્વાકાંક્ષી અને વધારે પડતી તત્પર - વ્યક્તિ કે. એવી થેલી વ્યક્તિઓને સમૂહ સામાજિક ક્રાંતિ કરી શકે નહિ. પરિસ્થિતિને કારણે આમ જનતા એને માટે તૈયાર થઈ ગઈ હોય તે જ તેઓ એવી ક્રાંતિ કરી શકે. આમ જનતા એને માટે તૈયાર થઈ ગઈ હોય એવા મારા કથનને અર્થ એ નથી કે તેને તેમ કરવાનું કહેવામાં આવ્યા પછી તે વિચારપૂર્વક કટિબદ્ધ થાય છે. મારા એમ કહેવાનો માત્ર એટલે જ અર્થ છે કે, સામાજિક અને આર્થિક સ્થિતિ એવી હોય છે કે જેથી કરીને જનતાનું જીવન અસહ્ય બેજારૂપ બની જાય છે અને એ ફેરફાર કરી નાખવા સિવાય બીજી કોઈ પણ રીતે તે રાહત મેળવી શકતી નથી અથવા તે પરિસ્થિતિ સાથે પોતાને મેળ સાધી શકતી નથી. વાત તો એમ છે કે, અસંખ્ય લેકોનાં જીવન યુગાન્તરોથી એવા ને એવાં બોજારૂપ રહ્યાં છે અને તેમણે એ સ્થિતિ કેવી રીતે ચલાવી લીધી હશે એ ખરેખર આશ્ચર્યકારક છે. કેટલીક વાર તેમણે–ખાસ કરીને કિસાનોએ–બળવા કર્યા છે અને ક્રોધથી દીવાના બનીને જે કાંઈ હાથમાં આવ્યું તેને કશાયે વિવેક વગર નાશ કર્યો છે. પરંતુ એ લેકમાં સમાજવ્યવસ્થા બદલવાની જ્ઞાનપૂર્વકની ઈચ્છા નહોતી. તેમનામાં આવા પ્રકારની અજ્ઞાનતા હેવા છતાંયે ભૂતકાળમાં અનેક વાર પ્રચલિત સમાજવ્યવસ્થા એમને કારણે ભાંગી પડી છે. પ્રાચીન રોમમાં, મધ્યયુગમાં યુરોપમાં, હિંદમાં અને ચીનમાં અનેક વાર આમ બનવા પામ્યું હતું તથા એમને કારણે અનેક સામ્રાજ્ય પડી ભાંગ્યાં હતાં.
ભૂતકાળમાં સામાજિક તેમ જ આર્થિક ફેરફાર બહુ ધીમે થતા અને ઉત્પાદન તથા વહેંચણી અને માલની અવરજવરની પદ્ધતિઓ યુગોના યુગો સુધી લગભગ એકસરખી જ રહેતી. એથી કરીને લેકે ફેરફારની ક્રિયા જોઈ શક્તા નહિ અને માનતા કે જજૂની સમાજવ્યવસ્થા સદાને માટે કાયમી અને ફેરવી ન શકાય એવી છે. ધર્મ તથા તેને લગતી રૂઢિઓ અને માન્યતાઓએ એ વ્યવસ્થાની આસપાસ દિવ્યતાની પ્રભા ઊભી કરી. આ વસ્તુ એમના મનમાં એવી તો ઠસી ગઈ હતી કે, પરિસ્થિતિ બદલાઈને પ્રચલિત વ્યવસ્થા સાથે બંધ ન બેસે એવી થઈ જવા છતાંયે તે સમાજવ્યવસ્થા બદલવાને તેઓ વિચાર સરખે