________________
કાલ માકર્સ અને મજૂરેના સંગઠનને વિકાસ ૮૮૩ કારણે તેમની પડતી થવા લાગી હતી. અમેરિકામાં કુદરતી અનુકુળતા બહુ ભારે હતી. એની ત્યાંના ઉદ્યોગોના ઝડપી વિકાસમાં ભારે મદદ મળી. જર્મનીમાં રાજકીય આપખુદી (જોકે કમજોર અને નમાલી પાર્લમેન્ટની તેના ઉપર કંઈક અસર હતી.) અને ઔદ્યોગિક પ્રગતિ એ બેને કંઈક વિચિત્ર મેળ સધાય હતે. બિમાર્કની રાહબરી નીચેની જર્મન સરકાર તથા તે પછીની સરકારોએ પણ ઉદ્યોગોને અનેક રીતે સહાય કરી હતી અને કેટલાક સામાજિક સુધારાઓનો અમલ કરીને મજૂર વર્ગને પિતાને કરી લેવાની કોશિશ કરી હતી. આવા સુધારાઓથી ત્યાંના મજૂરની સ્થિતિ સુધરવા પામી હતી. એ જ રીતે ઇંગ્લંડના વિનીતાએ પણ સામાજિક સુધારાના કેટલાક કાયદાઓ પસાર કરીને મજૂરના કામના કલાકે ઘટાડ્યા અને તેમની દશા કંઈક અંશે સુધારી. આબાદીના દિવસોમાં તે આ પદ્ધતિ સફળ નીવડી અને ઈંગ્લંડના મજૂરો નરમ અને દબાયેલા રહ્યા તથા પાર્લામેન્ટના વિનીત સભ્યોને વફાદારીપૂર્વક પિતાના મત આપતા રહ્યા. પરંતુ ૧૮૮૦ની સાલ પછી બીજા દેશોની હરીફાઈએ ઇંગ્લંડની આબાદીના લાંબા યુગનો અંત આણ્યો. એને લીધે ઈંગ્લંડમાં વેપારની મંદી આવી અને મજૂરની મજૂરીના દર ઘટી ગયા એથી કરીને મજદૂરવર્ગમાં ફરીથી જાગૃતિ આવી અને વાતાવરણમાં ક્રાંતિની ભાવના પ્રસરી. ઇંગ્લંડમાં ઘણું લેકની નજર માકર્સવાદ તરફ વળી.
૧૮૮૯ની સાલમાં મજૂરોને આંતરરાષ્ટ્રીય સંધ સ્થાપવાને બીજે પ્રયત્ન થયો. હવે ઘણું મજૂરસંઘે તથા મજૂરપક્ષો બળવાન અને સાધનસંપન્ન બન્યા હતા અને તેઓ પિતાની પ્રવૃત્તિને અંગે સંખ્યાબંધ પગારદાર અમલદારે પણ રાખતા હતા. ૧૮૮૯ની સાલમાં સ્થપાયેલે આ આંતરરાષ્ટ્રીય સંધ (હું ધારું છું કે, તે સમયે એ મજૂરોને સમાજવાદી આંતરરાષ્ટ્રીય સંઘ કહેવાતું હત) બીજા આંતરરાષ્ટ્રીય સંધ તરીકે ઓળખાય છે. મહાયુદ્ધ આવ્યું ત્યાં સુધી એટલે કે, લગભગ પા સદી તે ટક્યો. એ યુદ્ધે તેની કસોટી કરી પણ એ કસેટીમાંથી તે પાર ઊતરી શક્યો નહિ. એ સંઘમાં એવા ઘણું લેકે હતા જેમણે પછીથી પોતપોતાના દેશમાં રાજ્યના મોટા મોટા પેદા સ્વીકાર્યા. કેટલાકાએ પિતાની પ્રગતિ સાધવામાં મજૂર હિલચાલનો ઉપયોગ કર્યો અને પછી તેને ત્યાગ કર્યો. તેઓ વડા પ્રધાન બન્યા, પ્રમુખ બન્યા અને એવા એવા રાજ્યના બીજા ઊંચા હોદ્દા ધારણ કર્યા અને એ રીતે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી. જેમની સહાયથી તેઓ આગળ આવ્યા હતા તથા જેમણે તેમના ઉપર ઇતબાર રાખ્યું હતું તે કરોડો લોકોને તેમણે તરછેડ્યા અને
જ્યાંના ત્યાં રહેવા દીધા. આ બધા આગેવાને, જેમાંના કેટલાક તે પોતાને માકર્સના ચુસ્ત અનુયાયીઓ કહેવડાવતા હતા, તથા જહાલ સંઘવાદીઓ પણું પાર્લામેન્ટમાં દાખલ થયા અથવા તે મજૂરસંન ભારે પગારદાર અધિકારીઓ