________________
૮૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન બન્યા. પિતાનું આસાએશભર્યું પદ છેડીને અવિચારી કાર્યોમાં ઝંપલાવવાનું તેમને માટે હવે વધારે ને વધારે મુશ્કેલ થતું ગયું. એટલે તેઓ ઠંડા પડી ગયા અને જ્યારે કોઈ પણ ઇલાજ બાકી ન રહ્યો ત્યારે જીવ પર આવી જઈને મજૂરવર્ગ ક્રાંતિવાદી બને અને કંઈક સક્રિય પગલું ભરવાની માગણી કરવા લાગ્યો ત્યારે તેમણે તેને દાબી રાખવાના પ્રયાસે આર્યા. જર્મનીના સામાજિક લેકશાહીવાદીઓ મહાયુદ્ધ પછી ત્યાંના પ્રજાતંત્રના પ્રમુખ અને ચાન્સેલર બન્યા. કાંસમાં સાર્વત્રિક હડતાલની હિમાયત કરનાર જહાલ સંઘવાદી બ્રિયાં અગિયાર વખત વડા પ્રધાન બન્યો અને પિતાના જૂના સાથીઓની હડતાલ તેણે કચરી નાખી. ઇંગ્લંડમાં રસે મેકડોનાલ્ડ વડા પ્રધાન બન્યા અને તેને એ સ્થિતિએ લાવનાર મજૂર પક્ષને તેણે ત્યાગ કર્યો. સ્વીડન, ડેન્માર્ક, બેજિયમ અને ઓસ્ટ્રિયા વગેરે દેશોમાં પણ એમ જ બન્યું. જેઓ પિતાની આરંભની કારકિર્દીમાં સમાજવાદી હતા એવા સરમુખત્યારે તથા સત્તારૂઢ બની બેઠેલા લકથી પશ્ચિમ યુરોપ આજે ભરપૂર છે. વખત જતાં એ લેકે મેળા પડ્યા અને ધ્યેય માટે પિતાને શરૂઆતને ઉત્સાહ તેઓ ભૂલી ગયા એટલું જ નહિ પણ કેટલીક વાર તે તેઓ પોતાના જૂના સાથીઓની પણ સામે પડયા. ઇટાલીને કર્તાહર્તા મુસેલીની પહેલાં સમાજવાદી હત; પિલેન્ડને સરમુખત્યાર પિસુક્કી પણ સમાજવાદી હતો.
તેના નેતાઓ અને આગેવાનો કાર્યકર્તાઓ આ રીતે તેમની પાસેથી ખસી ગયા તેથી મજૂર ચળવળ તેમ જ રાષ્ટ્રીય આઝાદીની ઘણીખરી ચળવળોને હાનિ પહોંચી છે. થોડા વખત પછી મજૂરો થાકી જાય છે અને ફતેહ ન મળવાને કારણે કંટાળી જાય છે; અને શહીદીની પિકળ કીતિનું તેમને લાંબા કાળ સુધી આકર્ષણ રહેતું નથી. તેઓ ઠંડા પડી જાય છે અને તેમના ઉત્સાહનું જેમ મંદ પડે છે. એમાંના કેટલાક વધારે પડતા મહત્ત્વાકાંક્ષી અને અનીતિમાન લેકે સામા પક્ષમાં ભળી જાય છે અને જેમને તેઓ આજ સુધી વિરોધ કરતા આવ્યા હતા તથા જેમની સાથે લડ્યાઝઘડ્યા હતા તેમની જે તે વ્યક્તિગત સમજૂતી ઉપર આવે છે. માણસ જે કંઈ કરવા ચહાત હેય તે બાબતમાં પિતાના અંતરાત્માનું સાંત્વન કરવું એ તે સહેલ વાત છે. આગેવાનોના આ રીતના ખસી જવાથી ચળવળને હાનિ પહોંચે છે અને તે પાછી પડે છે. અને મજૂરોના દુશ્મન તથા આઝાદી ઝંખતી પ્રજાનું દમન કરનારાઓ આ વાત બરાબર જાણતા હોવાથી અનેક પ્રકારનાં પ્રલેભને તથા મીઠી વાણીથી તેઓ તેમના વિરોધીઓમાંના કેટલાકને વ્યક્તિગત રીતે મનાવી લઈને પિતાના પક્ષમાં ભેળવી દેવા કશિશ કરે છે. પરંતુ આ વ્યક્તિગત મનામણાં તથા મીઠી વાણીથી મજૂર સમુદાયને કે આઝાદી માટે મથતી દલિત પ્રજાને કશી રાહત મળતી નથી. આમ, વ્યક્તિએ તેમાંથી ખસી જાય અને