SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪} જગતના ઇતિહાસનુ” રેખાદર્શન એ હુકમ આ મુજબ છે : આજે પણ જ્યારે આપણે ઇંગ્લેંડને વેચાઈ ગયેલા યુડેનીચ જોડે જીવસાટાની લડાઈ લડી રહ્યા છીએ તે ઘડીએ પણ ઇંગ્લંડ ખે છે એ હકીકત તમે ન ભૂલા એમ હું માગું છું. નફાખાઉ, હિંસાખાર, લાંચરુશવત આપનાર તથા લાહીતરસ્યા ઇંગ્લેંડ ઉપરાંત મજૂરાનું, આધ્યાત્મિક શક્તિ ધરાવનારું, ઉચ્ચ આદર્શવાળુ' તથા આંતરરાષ્ટ્રીય એકસ'પીની હિમાયત કરનારું બીજું ઇંગ્લંડ પણ છે. આંતરરાષ્ટ્રીય નાણાવ્યવહારમાં ચાલાકી કરનારાઓનું નીચ અને અપ્રામાણિક ઇંગ્લંડ આપણી સાથે લડી રહ્યું છે. મજૂરી તેમ જ આમજનતાનું ઇંગ્લંડ તે આપણી સાથે જ છે.” r પેટ્રાત્રાડ યુડેનીચના હાથમાં જવાની અણી પર હતું તે વખતે તેના રક્ષણ માટે કરવામાં આવેલા નિણૅય ઉપરથી લાલ સેનાને કેવી મક્કમતાથી લડવાને પ્રેરવામાં આવતી હતી એને આપણને કંઈક ખ્યાલ આવે છે. પેટ્રોગ્રાડની રક્ષણસમિતિએ આવી આજ્ઞા બહાર પાડી હતી : “ લેાહીનું છેલ્લું ટીપું રહે ત્યાં સુધી પેટ્રોગ્રાડનું રક્ષણ કરી, એક ફૂટ પણ પાછા હા નહિ અને શહેરના મહેાલ્લાઓમાં પણ લડત ચાલુ રાખા.” રશિયાના મહાન લેખક, મૅક્સિમ ગૌ↑ જણાવે છે કે, લેનિને ટ્રાન્સ્કીના સબંધમાં એક વખત આમ કહ્યું હતું : k એક જ વરસ જેટલા સમયમાં લગભગ એક આદર્શ સૈન્ય ઊભું કરે અને તે ઉપરાંત લશ્કરી નિષ્ણાતેાના આદર સપાદન કરે એવા ખીજો કોઈ પુરુષ બતાવે. એવા પુરુષ આપણી પાસે છે. એ રીતે આપણી પાસે બચે છે અને ચમત્કારો હજી પણ થવાના છે.” આ લાલ સૈન્ય કૂદકે ને ભૂસકે વધતું ગયું. એલ્શેવિકાએ સત્તા હાથ કરી પછી તરત જ એટલે કે ૧૯૧૭ના ડિસેમ્બરમાં લશ્કરની સંખ્યા ૪,૩૫,૦૦૦ હતી. બ્રેસ્ટ લિટાવસ્કની સ ંધિ પછી એ સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઈ હશે અને ફરીથી ભરતી કરવી પડી હશે. ૧૯૧૯ની સાલના વચગાળાના સમય સુધીમાં તેની સંખ્યા ૧૫,૦૦,૦૦૦ થઈ હતી. એક વરસ બાદ એની સંખ્યા વધીને કુલ ૫૩,૦૦,૦૦૦ થઈ હતી. ૧૯૧૯ના અંત સુધીમાં આંતરયુદ્ધમાં તેના દુશ્મન કરતાં સેવિયેટની સ્થિતિ ચોક્કસપણે સુધરવા પામી હતી. પરંતુ એ યુદ્ધ એક વધુ વરસ ચાલુ રહ્યુ હતું અને તે દરમ્યાન ચિંતા કરાવનારા અનેક પ્રસ ંગે આવ્યા હતા. ૧૯૨૦ની સાલમાં પોલેંડનું નવું રાજ્ય (જનીની હાર પછી એ નવું રાજ્ય ઊભુ` કરવામાં આવ્યું હતું. ) રશિયા સાથે ઝઘડી પડયુ અને તેમની વચ્ચે યુદ્ધ થવા પામ્યું. ૧૯૨૦ના અંત સુધીમાં આ બધાં યુદ્દા લગભગ પૂરાં થઈ ગયાં હતાં. અને આખરે રશિયાને થાડી શાંતિ મળી. દરમ્યાન આંતરિક મુશ્કેલીઓ વધી ગઈ હતી. નામ ધી, રોગચાળા અને દુકાળે દેશની પાયમાલી કરી હતી. ઉત્પાદન બહુ જ ઘટી ગયું હતું,
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy