________________
૧૧૮૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન દુનિયાને માટે પશ્ચિમ એશિયાનાં દ્વાર ખુલ્લા કરનાર રેલવે માર્ગો વિષે આટલું બસ છે. પરંતુ તે પિતાને ઉદ્દેશ પાર પાડે તે પહેલાં જ એ રેલવેએનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે અને મેટરગાડીઓ તથા એરોપ્લેને તેને બાજુએ ખસેડી રહ્યાં છે. મોટરગાડીઓને રણમાં બહુ ફાવી ગયું છે અને હજારે વરસો સુધી વણજારેના જે માર્ગો ઉપર ઊંટે ધીમી ગતિથી માલની લાવલા કરતાં હતાં તે જ માર્ગો ઉપર તે આજે સપાટાબંધ દેડી રહી છે. રેલવે બહુ ખરચાળ હોય છે અને તેને બાંધતાં પણ ઘણો વખત લાગે છે. મોટરો સેંઘી છે અને જ્યારે જરૂર પડે ત્યારે તરત જ તેને કામે લગાડી શકાય છે. પરંતુ મેટરગાડીઓ અને લૅરીઓ સામાન્ય રીતે લાંબી મજલને માટે ઉપયોગી નીવડતી નથી. તે પ્રમાણમાં નાના ક્ષેત્રમાં, બહુ બહુ તે સે માઈલ જેટલા અંતરના ગાળામાં આમથી તેમ આવજા કરે છે.
લાંબા અંતરને માટે, અલબત, એરોપ્લેને છે. તે રેલવે કરતાં વધારે સધાં તેમ જ વધારે ઝડપી પણ છે. અવરજવર માટે તથા માલ લાવલઇજા કરવા માટે એરપ્લેનને ઉપગ બહુ ઝડપથી થવા માંડશે એમાં લેશ પણ શંકા નથી. એ દિશામાં, અત્યાર સુધીમાં સારી પ્રગતિ થઈ છે અને મોટાં મેટાં એરોપ્લેને નિયમિત રીતે ખંડ ખંડ વચ્ચે આવજા કરે છે. પશ્ચિમ એશિયા આ મોટા મોટા હવાઈ માર્ગે વળી પાછું મિલનસ્થાન બન્યું છે અને ખાસ કરીને બગદાદ તે તેમનું કેન્દ્ર બની ગયું છે. બ્રિટિશ ઈમ્પીરિયલ એરવેઝ કંપનીને લંડનથી હિંદુસ્તાન અને ત્યાંથી આસ્ટ્રેલિયાને હવાઈ માર્ગ બગદાદથી પસાર થાય છે તેમ જ આમસ્ટરડામથી બટેવિયા જ ડચ હવાઈ માર્ગ તથા કાંસથી હિંદી ચીન જતે ફ્રેંચ હવાઈ માર્ગ પણ બગદાદ થઈને પસાર થાય છે. માસ્ક અને ઈરાન પણ બગદાદ દ્વારા હવાઈ માર્ગથી સંકળાયેલાં છે. ચીન અને દૂર પૂર્વના દેશમાં જનાર હવાઈ માર્ગને પ્રવાસીને પણ બગદાદ થઈને જવું પડે છે. બગદાદથી એરપ્લેને કરે પણ જાય છે અને એ રીતે તે કેરોથી કેપટાઉન જતા આફ્રિકાના હવાઈ માર્ગને બગદાદ સાથે જોડે છે.
આમાંના ઘણાખરા હવાઈ માર્ગોમાંથી કશી કમાણી થતી નથી અને લાગતીવળગતી સરકારે તેને ભારે આર્થિક મદદ આપે છે. કેમ કે સામ્રાજ્યોને માટે આજે હવાઈ સત્તા સાથી મહત્ત્વની થઈ પડી છે. હવાઈ સત્તાને વિકાસ થયા પછી દરિયાઈ સત્તાનું મહત્વ ઘણું ઘટી ગયું છે. પિતાના નૌકાબળ ઉપર જે મુસ્તાક હતું તેમ જ જે આક્રમણથી પિતાને સલામત માનતું હતું તે ઈંગ્લેંડ સંરક્ષણની દૃષ્ટિથી આજે ટાપુ નથી રહ્યું. કાંસ કે બીજા કઈ પણ દેશ ઉપર થઈ શકે એટલી જ સુગમતાથી ઈગ્લેંડ ઉપર પણ હવાઈ હુમલે થઈ શકે એમ છે. આથી બધી જ મહાન સત્તાઓ આજે પિતાનું હવાઈ સામર્થ વધારવાને ઈંતેજાર બની છે. અને તેમની વચ્ચેની પહેલાની દરિયાઈ હરીફાઈનું