________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રીતિપાત્ર બનેલે તાલેરો પણ હતો. હવે તે ફ્રાંસના બુબેન રાજાને પ્રધાન બન્યું હતું. આ લોકોએ, મિજબાનીઓ અને નાચરંગમાંથી જે ફુરસદ મળતી તે ગાળામાં, નેપોલિયને જેમાં ભારે ફેરફાર કર્યા હતા તે યુરોપના નકશાની પુનર્ધટના કરી.
બુર્બોન વંશના ૧૮મા લુઈને કાંસ ઉપર ફરી પાછો લાદવામાં આવ્યું. સ્પેનમાં ઈક્વિઝિશનની ફરીથી સ્થાપના કરવામાં આવી. વિયેનાની પરિષદમાં એકઠા મળેલા રાજાઓને પ્રજાસત્તાક રાજ્યની છીત હતી એટલે તેમણે હેલેંડના ડચ પ્રજાસત્તાકની ફરીથી સ્થાપના ન કરી. હેલેંડ અને બેલ્જિયમને એકઠાં કરીને તેમણે નેધરલેન્ડઝનું એક રાજ્ય બનાવી દીધું. પોલેંડ અલગ દેશ તરીકે ફરી પાછો અદશ્ય થઈ ગયે. પ્રશિયા, ઑસ્ટ્રિયા અને રશિયા મળીને તેને ઓહિયાં કરી ગયા. એમાં રશિયામાં સૌથી મોટે કળિયે પડાવ્યો. વેનિસ તથા ઉત્તર ઈટાલી ઐસ્ટ્રિયાને ભાગ ગયાં. ઈટાલીને છેડે ભાગ તથા સ્વિટ્ઝરલેન્ડ અને રિવીએરા વચ્ચે થોડો ભાગ મળીને સાડનિયાનું રાજ્ય બન્યું. મધ્ય યુરોપમાં વિચિત્ર પ્રકારનું અને શિથિલ જર્મન સમવાયતંત્ર બન્યું પરંતુ ઓસ્ટ્રિયા અને પ્રશિયા એનાં પ્રધાન રાજ્ય બની રહ્યાં. આ ઉપરાંત બીજા ઘણા ફેરફારો કરવામાં આવ્યા. વિયેના પરિષદના સુજ્ઞ પુરુષોએ આવી વ્યવસ્થા નિર્માણ કરી. તેમણે લેકને તેમની મરજી વિરુદ્ધ અહીં તહીં ધકેલ્યા, તેમની પોતાની નહોતી એવી પરાઈ ભાષા બેલવાની તેમને ફરજ પાડી અને સામાન્ય રીતે ભાવી યુદ્ધ અને આપત્તિનાં બીજ વાવ્યાં.
રાજાઓને બિલકુલ સલામત બનાવી દેવા એ ૧૮૧૪–૧૫ની વિયેનાની પરિષદને ખાસ હેતુ હતે. ફ્રાંસની ક્રાંતિએ તેમની હસ્તી જોખમમાં મૂકી હતી અને બેવકૂફીપૂર્વક તેમણે એમ માની લીધું કે ક્રાંતિના નવા વિચારે ફેલાતા તેઓ રોકી શકે છે. રશિયાના ઝાર, ઓસ્ટ્રિયાના સમ્રાટ તથા પ્રશિયાના રાજાએ તે પિતાની તેમ જ બીજા રાજાઓની રક્ષાને અર્થે આગળ વધીને પિતાને સંધ સ્થાપે. એ સંઘ “હેલી એલાયન્સ' (પવિત્ર સંઘ)ને નામે ઓળખાય છે. આપણે ૧૪મા તથા ૧૫મા લુઈના જમાનામાં પાછાં ગયાં હોઈએ એવું હવે લાગે છે. આખા યુરોપ તેમ જ ઈંગ્લંડમાં પણ બધા ઉદાર વિચારનું દમન શરૂ થયું. ક્રાંસની ક્રાંતિની યાતનાઓ એળે ગઈ એ જોઈને યુરોપના પ્રગતિ ચાહનારા લેકએ કેવી કડવી નિરાશા અનુભવી હશે !
પૂર્વ યુરોપમાં તુર્કી અત્યંત નબળું પડી ગયું હતું. ધીમે ધીમે તે ક્ષીણ થવા લાગ્યું હતું. મિસર તુર્ક સામ્રાજ્યમાં ગણાતું હતું, પરંતુ તે તેનાથી લગભગ સ્વતંત્ર થઈ ગયું હતું. ૧૮૨૧ની સાલમાં ગ્રીસે તુકીના આધિપત્યની સામે બળવો કર્યો અને ઇગ્લેંડ, ફ્રાંસ તથા રશિયાની મદદથી આઠ વરસના વિગ્રહ પછી તે સ્વતંત્ર થયું. આ વિગ્રહમાં અંગ્રેજ કવિ બાયરન મરણ પામ્યો