________________
દુનિયાનું અવલાકન
૧૯
હતા. તે ગ્રીસના સ્વાતંત્ર્ય યુદ્ધમાં એક સ્વયંસેવક સિપાઈ તરીકે જોડાયા હતા. ગ્રીસ વિષે તેણે અત્યંત સુંદર કવિતા લખી છે. એમાંની કેટલીકના કદાચ
તને પરિચય હશે.
૧૮૩૦ની સાલમાં યુરોપમાં થયેલા બીજા એ રાજકીય ફેરફારોના પણ હું અહીં ઉલ્લેખ કરી દઉં. ફ્રાંસ મુર્માંન રાજકર્તાઓના જુલમ અને દમનથી થાકી ગયું. તેણે ફરીથી તેમને હાંકી કાઢ્યા. પરંતુ પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા સ્થાપવાને બદલે ખીન્ન એક રાજાને ત્યાં પસંદ કરવામાં આવ્યો. એ લુઈ ફીલીપ હતા. તે થાડે ઘણે અંશે બંધારણીય રાજા હતા અને ક ંઈક સારી રીતે વર્યાં. ખીજો વધારે માટેા ઉત્પાત ફાટી નીકળ્યો ત્યાં સુધી એટલે કે ૧૮૪૮ની સાલ સુધી તેણે રાજ કર્યું. ૧૮૩૦ની સાલમાં મેલ્જિયમમાં પણ બળવા થયા હતા. એને પરિણામે હાલૅડ અને મેલ્જિયમ જુદાં પડ્યાં. યુરેપનાં મોટાં રાજ્યોને પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા પ્રત્યે અલબત્ત ભારે અણગમા હતા. એટલે તેમણે એક જર્મન રજવાડાની બેલ્જિયમને ભેટ આપી અને તેને ત્યાંના રાજા બનાવ્યેા. ખીજા એક જમ ન રજવાડાને ગ્રીસના રાજા બનાવવામાં આવ્યે. જમ નીનાં નાનાં નાનાં અનેક રાજ્યામાં ખાલી પડેલી રાજગાદી ઉપર આવનારા આવા રજવાડાઓ જોઈ એ એટલા હતા. તને યાદ હશે કે, ઇંગ્લેંડ ઉપર હજીયે રાજ કરતા રાજવંશ જર્મનીમાં આવેલા હેનેવરના એક નાનકડા રાજ્યમાંથી આવ્યેા હતેા.
૧૮૩૦ની સાલમાં યુરોપના ખીજા દેશોમાં પણ ખડા થયાં હતાં. જર્મની, ઇટાલી અને ખાસ કરીને પોલેંડમાં પણ એ સાલમાં બળવા થયા હતા. પરંતુ રાજાએ એ ખડા ચગદી નાખ્યાં હતાં. રશિયન લેાકાએ પોલેંડમાં અતિશય ઘાતકી દમન કર્યુ... અને પોલીશ ભાષા વાપરવાની પણ ત્યાં મનાઈ કરવામાં આવી હતી. ૧૮૩૦નું વરસ એક રીતે ૧૮૪૮ની સાલનું પુરાગામી હતું. આપણે આગળ ઉપર જોઈ શું કે ૧૮૪૮નું વરસ એ યુરોપમાં ક્રાંતિનું વરસ નીવડયું હતું.
આટલું યુરોપ વિષે. આટ્લાંટિક મહાસાગરની પેલી પાર યુનાઇટેડ સ્ટેટ્સ પશ્ચિમ તરફ ફેલાતું જતું હતું. એ યુરેપના વિગ્રહા અને હરીફાઈથી બહુ દૂર હતું અને પોતાના વિસ્તાર માટે તેની સામે પાર વિનાના પ્રદેશ પડેલા હતા. તે બહુ ત્વરાથી પ્રગતિ કરી રહ્યુ હતું અને યુરોપને પકડી પાડવાની અણી ઉપર હતું. પરંતુ દક્ષિણ અમેરિકામાં તો ભારે ફેરફારો થઈ રહ્યા હતા. એ ફેરફાર પરાક્ષ રીતે નેપોલિયનને આભારી હતા. સ્પેન જીતી લઈ ને જ્યારે નેપાલિયને તેના ભાઈ તે તેની ગાદી ઉપર બેસાડ્યો ત્યારે દક્ષિણ અમેરિકાના સ્પેનિશ સંસ્થાનાએ ખળવે કર્યાં. આમ, તેમની સ્પેનના જૂના રાજવંશ પ્રત્યેની વફાદારીએ દક્ષિણ અમેરિકાનાં સ્પેનનાં સંસ્થાનાને સ્વતંત્ર થઈ જવાને પ્રેર્યાં એ એક વિચિત્ર ઘટના છે. પણ આ તે માત્ર તાત્કાળિક બહાનું હતું.